પોલીસ અધિક્ષક, ગાંધીનગર
http://www.spgandhinagar.gujarat.gov.in

સારી કામગીરી

4/18/2024 11:40:20 PM

તા ૬/૬/૧૩ થી તા ૧૨/૬/૧૬ દરમ્‍યાન ગાંધીનગર ની  સારી કામગીરીની માહીતી

----------------------------------------------------------------------------------------------

ગઇ તા. ૬/૬/૧૬ ના રોજ એલ.સી.બી પો.સ.ઇ શ્રી એચ.કે. સોલંકી તથાઅ.હે.કોન્સ રાજેન્દ્રસિંહ, સુરેશકુમાર, રણજીતસિહ, રમેશભાઇ, પો.કોન્સ ભૌમિકકુમાર, યજવેન્દ્રસિંહ, વિગેરે પોલીસ સ્ટાફના માણસો સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગ માં હતા દરમ્યાન હે.કોન્સ. રમેશભાઇ  ને મળેલ માહિતી આધારે ખાત્રજ ગંગોત્રી હોટલ પાસેથી ચોરી ના મોબાઇલ તથા ઇ.વી.ડી/ડી.વી.ડી વિડીયો પ્લેયર, હોમથીયેટર સાથે કુલ-૩ ઇસમો ને પકડી પાડેલ જેમાં (૧). મીના ઉર્ફે મીનો પરબતભાઇ રૂપાભાઇ જાતે-રાવત-(આદીવાસ) ઉ.વ-રર રહે-લપકામણ ગામ હુડકો તા-દસ્‍ક્રોઇ જી. અમદાવાદ મુળ રહેવાસી-પીછોડા, નિશાળ ફળીયું તા-સંજેલી જી.દાહોદ (ર). સંજય ગાભાજી નાગરજી ઠાકોર રહે-લપકામણ હુડકોમાં તા-દસ્‍ક્રોઇ જીઅમદાવાદ મુળ રહેવાસી-દેકાવાડા,પહેલો ઠાકોરવાસ તા-દેત્રોજ જી-અમદાવાદ (૩) ગોપાલજી ઉર્ફે ગોપી રમેશજી ગાંડાજી ઠાકોર  રહેવાસી-લપકામણ તા-દસ્‍ક્રોઇ જી.અમદાવાદ વાળાઓ ને આ મુદ્દામાલ બાબતે કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી.જેથી આ ઇસમો પાસેના મીણીયાના થેલા ના મોબાઇલ નંગ ૩૧ તથા હોમ થિયેટર, સ્પીકર તથા પ્લેયર મળી કુલ રૂ.પ૬ર૦૦/-નો મુદામાલ બાબતે તેઓની ઉડાણપુર્વક પુછપરછ કરતા તેઓએ આ મોબાઇલ તથા તેની સાથે નો અન્ય મુદ્દામાલ  આજથી પંદરેક દીવસ પહેલાં રાતના સમયે ત્રણેય જણા સાથે મળી દંતાલી જી.આઇ.ડી.સી.માં દીપ કીરણ કંપની પાસે આવેલ ચામુંડા મોબાઇલ નામની દુકાનનું શટલ તોડી મોબાઇલ ની દુકાનમાં જુદી જુદી કંપનીના મોબાઇલ ફોન તથા હોમ થિયેટરની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ અને તે ચોરી કરેલ મોબાઇલો વેચવા સારૂ ખાત્રજ ચોકડી પર આવેલ મોબાઇલની દુકાનોમાં વેચાણ કરવા આવેલ હોવાનું જણાવતા જે બાબતે રેકર્ડ ઉપર ખાતરી કરતા સાતેજ પો.સ્ટે  ફસ્ટ ગુ.ર.જી.નં-૫૦/૧૬ ઇ.પી.કો કલમ-૩૮૦,૪૫૭.નો ગુન્હો ગુન્હો નોધાયેલ છે.

                તા. ૮/૬/૧૬ ના રોજ  એલ.સી.બી પો.સ.ઇ શ્રી વી.યુ ગડરીયા તથા એ.એસ.આઇ કરણસિ;હ, હે.કોન્સ. સંદિપકુમાર, જયવિરસિંહ, કિરીટકુમાર પો.કો. યજવેન્દ્રસિંહ, દિગ્વીજયસિંહ, નાઓ કલોલ તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા દરમ્યાન નારદીપુર નજીક આવતા સાથે ના પો.કો યજુવેન્દ્રસિંહ નાઓને મળેલ માહીતી આધારે ચોરીના બે મોબાઇલ સાથે  (૧). અશોક કાન્તીલાલ મીસ્ત્રી (રાઠોડ) રહે- ભીમપુરા તા. માણસા, જી. ગાંધીનગર તથા (ર)  વિષ્ણુજી દુધાજી ઠાકોર રહે- અડાલજ, મહાદેવવાળો વાસ, જી. ગાંધીનગર નાઓ ને પકડી પાડેલ આ ઇસમો પાસેથી બે મોબાઇલ જેમાં એક સેમસંગ કંપનીનો ગેલેક્ષી એ-પ મોડલનો કિ.રૂ ૧૦,૦૦૦/- તથા બીજો ઇન્ટેક્ષ એસ-પ મોડલ જેની કિ.રૂ ૧૦૦૦/- નો  કબ્જે કરેલ ઇસમો પાસે મોબાઇલ બાબતે આધાર પુરાવા માગતા રજુ કરેલ નહી અને ઉડાણ પુર્વક પુછપરછ કરતા આ બંને મોબાઇલ તેઓએ .શુભ લક્ષ્‍મી સો.સા. વૈજનાથ નગર બોરીસણા તા.કલોલ ખાતે થી ચોરી કરેલ હતા જેમાં આ ગુન્હાના ફરીયાદી રાત્રી દરમ્યાન બારી પાસે બંને મોબાઇલ મુકી સુઇ ગયેલ તે દરમ્યાન તેઓએ ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ છે. આ બંને વિરુધ્ધ કલોલ તાલુકા પો.સ્ટે.ફ. ગુ.ર.નં ૭૬/૧૬ ઇ.પી.કો કલમ- ૩૭૯, ૧૧૪ મુજબ નો ગુન્હો નોધાયેલ હોઇ તેઓને કલોલ તાલુકા પો.સ્ટે. સોપેલ છે.

                                એલ.સી.બી ટીમ ના પો.સ.ઇ શ્રી કે.એ પટેલ તથા એ.એસ.આઇ અશોકકુમાર, હે.કોન્સ. દિલીપસિંહ, કિરીટીકુમાર, પો.કો મહીપાલસિંહ ગાંધીનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા દરમ્યાન હે.કોન્સ. દિલીપસિંહ વાઘેલા નાઓને મળેલ માહીતી આધારે એક નેનો ગાડી નં જી.જે-૧૩ એન. ર૭૦૧ માં કુલ-૩ ઇસમો જેમાં (૧). યોગેશ મઘુસુદન જોષી રહે. મહાવિર દર્શન ફલેટ કોબા બી-બ્લોક મ.નં ૩૦૧ માં ભાડેથી મુળ રહે. ભાભર, ભગવતી વાસ, તા. ભાભર જી. બનાસકાંઠા (ર). રમુ ગાડાભાઇ ભરવાડ રહે. સેકટર-૪ આર.ટી.ઓ ની સામે કાચા છાપરા ગાંધીનગર મુળ રહે. ગામ માથ્રોટા તા.સમી જી. પાટણ તથા (૩). રાકેશ ઉર્ફે ભુરો વિરમભાઇ રબારી રહે. બ્લોક નં ૮/ર૩ ગરીબ આવાસ નિગમ સે-રપ ગાંધીનગર નાઓને પકડી પાડેલ અને તેઓને ચેક કરતા સોના ચાંદીના દાગીના જેમાં સોનાની કટીંગ પાંદડી, સોનાની રણીઓ, ચાંદીનો ટુકડા વિગેરે મળી કુલ રૂ. ૧,૧ર,પર૧/- તથા રોકડ રૂપિયા પ૪,૦૦૦/- મળી આવેલ.જેથી ઉપરોકત મળી આવેલ મુદ્દામાલ બાબતે આ ઇસમો સંતોષકારક જવાબ નહી આપતા તેઓની ઉડાણ પુર્વક પુછપરછ કરતા તેઓએ આ મુદ્દામાલ આજથી દશેક દિવસ અગાઉ તેઓના અન્ય સાગરીતો સાથે મળી અમદાવાદ આંગડીયા પેઢીનો માલ ભરી લઇ જતી આઇશર ગાડીનો પીછો કરી બાળવા નજીક જતા રોકી તેમાંથી લુંટ કરેલ તે પૈકીનો મુદ્દામાલ માલ હોવાની ચોકાવનારી કબુલાત કરેલ.તમામ આરોપી તથા સહ આરોપીઓએ આ લુંટ કરેલ મુદ્દામાલ પૈકી ઉપરોકત સોના ચાંદીના તથા રોડક રકમ તેઓના ભાગે આવેલ તેમાં તેઓએ ભાગ પાડેલ જેમાં સમયસુચકતા અને મળેલ માહીતી આધારે ગાંધીનગર એલ.સી.બી એ પકડી પાડી તેઓની ઉપરોકત ટાટા નેનો કાર તથા મોબાઇલ ફોન નંગ-૩ તથા સોનાચાંદીના રોકડ રકમ મળી ર,૬૮,પર૧/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.આ આરોપીઓ વિરુધ્ધ અમદાવાદ જીલ્લાના બાળવા પોલીસ સ્ટેશન ખાતે ફ. ગુ.ર.નં ૬૯/૧૬ ઇ.પી.કો કલમ- ૩૯પ, ૩૯૭, પ૦૬(ર), ૧૧૪બી, આર્મ્સ એકટ કલમ- રપ(૧)એ મુજબ ગુન્હો નોધાયેલ હોઇ તમામ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે

(૨) અડાલજ પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૮૨/૨૦૧૬ ઇપીકો ક. ૩૯૪ ૧૭૦ ૧૧૪ તથા જી.પી.એકટ ક. ૧૩૫ મુજબના અન ડીટેકટ ગુનાના કામે આરોપી (૧) સુશીલ રામકીશન ચૌહાણ (ર) સંજય કનુભાઇ પરમાર બંને રહે. ચાંદખેડા અમદાવાદ ને તા. ૧૧/૦૬/૧૬ ના કલાક ૧૯/૧૫ વાગે પકડી લુટમાં ગયેલ મુદ્દામાલ પૈકી લેડીઝ પર્સ, ડ્રા.લા. તથા રોકડ રૂપીયા ૬૦/- રીકવર કરેલ છે.  

(૩) તા.૧૧/૦૬/૧૬ ના રોજ  મળેલ બાતમી આધારે અડાલજ બ્રીજ પાસે રેઇડ કરી જુગાર રમતા ત્રણ ઇસમોને પકડી ગંજીપાના તથા રોકડ રૂ. ૧૭,૨૬૦/- નો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરૂધ્ધ અડાલજ પો.સ્ટે. સે. ગુ.ર.નં. ૧૨૦/૧૬ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરેલ છે.            

(૪) કલોલ શહેર પો.સ્ટે. સે.ગુ.ર.નં ૧૦૧/૨૦૧૬ જુ.ધા. કલમ ૪,૫ મુજબ તા.૯/૬/૧૬ કલાક ૧૯:૩૦ મોજે કલોલ ટાઉનમાં હરીઓમ એપાર્ટમેન્‍ટ નીચે દુકાન નં ૭ પો.સ્‍ટે. થી દક્ષિણે કી.મી. ર અંબિકા ચોકી માં રોકડ રૂ. ૨૮,૪૦૦/- તથા ગંજી પાના નંગ –પર કિ. રૂ. ૦૦:૦૦  નો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ છે.

(૫) ડભોડા પો.સ.ઇ શ્રી મળેલ બાતમી આધારે તા ૧૨/૬/૧૬ ના રોજ મોજે- રણાસણ સર્કલ તા.જી ગાંધીનગર આરોપી ૧)પ્રવિણ ગુલાબ રાય રહે.પુન્ધરપુર તા.નિજામબાદ  જી.આજમગઢ(૨)સોનું વિજયનારાયણ    યાદવ રહે. ધોડાસરા તા-જમનીયન જી.ગાજીપુર પકડી  વિદેશી દારૂ કિ રૂ ૨૬૪૦૦ ની કબ્‍જે  કરી ડભોડા પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર.નં.-૧૦૨/૨૦૧૬  પ્રોહી કલમ ૬૬.બી ૬૫.એ.ઇ ૧૧૬.બી ૮૧ મુજબ કાયદેસર કરેલ

 (૬) પો.સઇન્‍સશ્રી  માણસા નાઓને તા ૧૨/૬/૧૬ ના  મોજે કુકરવાડા વિહાર રોડ મંડાલી ગામના પાટીયા નજીક પ્રોહીની વોચ કરી નજીક  આરોપીઓએ  સ્વિફ્ટ ગાડી  નં-જી.જે.-૨-એપી-૯૦૯૭ મા વગર પાસ પરમીટે પરપ્રાંતનો ઇગ્‍લીશ દારૂ નો જથ્થો  કિમત રૂ.૬૧,૧૦૦/-તથા મોબાઇલ ફોન કિ.રૂ ૫૦૦/-તથા  સ્વિફ્ટ ગાડી કિ.રૂ ૨,૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૩,૧૧,૬૦૦/- ના મુદ્દામાલ  સાથે પકડી  પ્રોહિ ગુ.ર.નં-૨૪૭/૧૬ પ્રોહી ક. ૬૬બી,૬૫ એ.ઈ ૧૧૬ બી ૮૧ મુજબ ગુન્‍હો નોધી કાયદેસર કરેલ

(૭) ટ્રાફિક પો.સ્ટે.ના અધિકારી/કર્મચારી દ્વારા તા.૦૬/૦૬/૨૦૧૬ થી તા૧૨/૦૬/૨૦૧૬ સુધીની ટ્રાફિક ડ્રાઇવ દરમ્‍યાન સ્થળ પાવતી કુલ- ૪૫૧૦ સ્થળ દંડ કુલ-રૂ.૫,૩૦,૦૫૦/વસુલ કરવામાં આવેલ છે.તેમજ એમ.વી.એકટ ૨૦૭ મુજબ ૮૨ વાહન ડીટેઇન કરેલ તેમજ આઇ.પી.સી.૨૭૯-૫ કેસ તેમજ આઇ.પી.સી.૨૮૩-૧૧ કેસ તેમજ આઇ.પી.સી.૧૮૮-૬ કેસ તેમજ એમ.વી.એકટ-.૧૮૫-૪ કેસ  કરેલ છે.