તા ૧૧/૭/૨૦૧૬ થી તા ૧૭/૭/૨૦૧૬ દરમ્યાન કરેલ સારી કાગીરીની માહીતી ગાંધીનગર જીલ્લો
-------------------------------------------------------------------------------------------------------
(૧) અત્રેના જીલ્લાના એબસ્કવોન્ઠર સ્કવોડ દવારા તા.૧૪/૭/૧૬ ના રોજ મળેલ માહીતી આધારે પીડારડા ગામે નારણભાઇ ગાંડાભાઇ રબારી ને પકડી પાડેલ ઉપરોકત કેદી નારણભાઇ ને ચેક બાઉન્સ બાબતે નામ.કોર્ટે છ માસ ની કેદ ની સજા કરેલ અને તેઓ તા. ર૦/૬/૧૬ ના રોજ વચગાળાના જામીન ઉપર છુટા થયેલ અને બાદ તા. રપ/૬/૧૬ ના રોજ પરત જેલ ખાતે હાજર થવાનું હોવા છતા હાજર થયેલ નહી અને ફરાર રહેલ જે બાબતે મધ્યસ્થ જેલ સાબરમતિ તરફ થી સદરહું કેદી ને પકડી પાડવા સારૂ જાણ થતા ઉપરોકત પત્ર મળેલ થી સમય મર્યાદામાં તાત્કાલીક એબસ્કવોન્ડર ટીમે પકડી પાડેલ છે.
(ર) પો.સબ.ઇન્સ પેથાપુર નાઓને તા ૧૫/૭/૧૬ ના રોજ મળેલ બાતમી આધારે સરઢવ ગામે જુગારની રેઇડ કરી આરોપી (૧) જીગ્નેશકુમાર જંયતીલાલ પટેલ તથા બીજા ચાર મળી કુલ -૫ ઇસમો પકડી રેઇડ દરમ્યાન રોકડ રૂ-૧૦૭૨૦/- નો મુદામાલ કબ્જે કરી .પેથાપુર પો.સ્ટે.સે.ગુ.ર.નં-૧૧૮/૨૦૧૬ જુ.ધા ક -૧૨ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ
(૩) ટ્રાફિક પો.સ્ટે.ના અધિકારી/કર્મચારી દ્વારા તા.૧૧/૦૭/૨૦૧૬ થી તા.૧૭/૦૭/૨૦૧૬ સુધીની ટ્રાફિક ડ્રાઇવ દ રમ્યાન સ્થળ પાવતી કુલ-૩૦૫૧ સ્થળ દંડ કુલ-રૂ.૪,૧૫,૦૫૦/વસુલ કરવામાં આવેલ છે.તેમજ એમ.વી.એકટ ૨૦૭ મુજબ ૩૫ વાહન ડીટેઇન કરેલ તેમજ આઇ.પી.સી.૨૭૯-૦૨ કેસ તેમજ આઇ.પી.સી.૨૮૩-૦૧ કેસ જે સારી કામગીરી કરવામાં આવેલ