પોલીસ અધિક્ષક, ગાંધીનગર
http://www.spgandhinagar.gujarat.gov.in

સારી કામગીરી

4/20/2024 1:11:15 AM

તા ૧૭/૭/૧૬ થી તા ૨૪/૭/૧૬ દરમ્યાન કરેલ સારી કામગીરીની માહિથી   ગાંધીનગર જીલ્લો

 પો.ઇન્સશ્રી એલ.સી.બી નાઓએ પેરોલ ફર્લો તથા ફરારી કેદીઓને પકડી પાડવા સારૂ સ્પે. ડ્રાઇવ દરમ્યાન આરોપી નારણભાઇ ગાંડાભાઇ રબારી ને પકડી પાડેલ  આ  કેદી નારણભાઇ ને ચેક બાઉન્સ બાબતે નામ.કોર્ટે છ માસ ની કેદ ની સજા કરેલ અને તેઓ તા. ર૦/૬/૧૬ ના રોજ વચગાળાના જામીન ઉપર છુટા થયેલ અને બાદ તા. રપ/૬/૧૬ ના રોજ પરત જેલ ખાતે હાજર થવાનું હોવા છતા   હાજર થયેલ નહી અને ફરાર રહેલ જે બાબતે મધ્યસ્થ જેલ સાબરમતિ તરફ થી સદરહું કેદી ને પકડી પાડવા સારૂ જાણ થતા ઉપરોકત પત્ર મળેલ થી સમય મર્યાદામાં તાત્કાલીક એબસ્કવોન્ડર ટીમે પકડી પાડેલ છે.

                તા. રર/૭/૧૬ ના રોજ એલ.સી.બી પો.સ.ઇ શ્રી આર.એન વાઘેલા નાઓને મળેલ માહીતી આધારે ખ-રોડ ઉપર થી ગીરીશભાઇ દલાભાઇ સોલંકી સેકટર-૧૩/બી પુષ્પક એપાર્ટમેન્ટ એલ-૬ રૂમ નં ૯૮ ગાંધીનગર વાળને એક સી.એન.જી. રીક્ષા નં જી.જે-૧૮ એ એ.એકસ ૧૮૪૬ માં સેન્ટીગ ના ફર્મા નંગ-૧૦ સાથે પકડી પાડેલ અને આ દરમ્યાન એક ઇસમ રજનીકાંત ઉર્ફે લાલો કનુભાઇ પરમાર રહે. બ્લોક નં ૧ર/૯ ‘છ’ ટાઇપ સેકટર-ર૮ ગાંધીનગર વાળો નાસી ગયેલ.        ઉપરોકત ફર્મા અંગે ગીરીશભાઇ પાસે આધાર પુરાવા માગતા તેઓએ રજુ કરેલ નહી અને ચોરી અથવા છળ કપટ થી મેળવેલ હોવાની શંકા આધારે તેઓની ઉડાણ પુર્વક પુછપરછ કરેલ જેમાં તેઓએ ઉપરોકત ભાગી ગયેલ ઇસમ રજનીકાંત ઉર્ફે લાલો કનુભાઇ પરમાર સાથે મળી સરગાસણ પાસે એક નવીન બનતી ફલેટ ની સ્કીમ ની સાઇટ ઉપર થી ભરી લઇ અન્ય જગ્યાએ વેચવા જવાની હકીકત જણાવેલ છે.    ઉપરોકત ફર્મા નંગ-૧૦ કિ.રૂ ૬,૦૦૦/- તથા સી.એન.જી. રીક્ષા કિ.રૂ ૪૦,૦૦૦/- ની ગણી કુલ રૂ. ૪૬,૦૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે અને ઉપરોકત ગીરીશભાઇ તથા નાસી ગયેલ રજનીકાંત વિરુધ્ધ સી.આર.પી.સી કલમ-૪૧(૧)ડી મુજબ કાયદેસર કાર્યવાહી કરી સેકટર-૭ પો.સ્ટે. ખાતે સોપવામાં આવેલ છે અને તેના વિરુધ્ધ ઇન્ફોસીટી પોલીસ સ્ટેશન  ફ. ગુ.ર.નં ૪પ/૧૬ ઇ.પી.કો કલમ- ૩૭૯ મુજબ ગુન્હો દાખલ થયેલ છે.