પોલીસ અધિક્ષક, ગાંધીનગર
http://www.spgandhinagar.gujarat.gov.in

સારી કામગીરી

7/3/2025 4:12:57 PM

તા ૧૨/૯/૧૬ થી તા ૧૮/૯/૧૬ દરમ્યાન કરેલ સારી કામગીરીની માહીતી  ગાંધીનગર જીલ્લો

(૧) પો.ઇન્સ એલ.સી.બી નાઓએ ચંદનના લાકડાની ચોરી અંગેના સેકટર-ર૧ પો.સ્ટે. ફ. ગુર..નં ૧૪૧/૧૬ ઇ.પીકો કલમ- ૩૭૯, ૪૪૭, ૧૧૪ તથા સેકટર-ર૧ પો.સ્ટે. ફ. ગુ.ર.નં ૧પપ/૧૬ ઇ.પી.કો કલમ- ૩૯પ, ૩૯૭ મુજબ ના ગુન્હાઓ ડીટેકટ કરી આરોપી  રાજસ્થાનના રાજસમંદ જીલ્લા કેલવા થાણામાં આરોપીઓ ને શકમંદ હાલતમાં પકડી કાર્યવાહી કરેલ હોવાની હકીકત મળી આવતા જે આધારે કેલવા પો.સ્ટે. ની મદદ લઇ હકીકત મેળવી ગાંધીનગર સેકટર-ર૦ ઔષધીય વનસ્પતિ ઉધ્યાનમાંથી ચોરી તેમજ ધાડ ના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓ પૈકી (૧). નાસરઅલી અનારઅલી સૈયદ (ર). સઇદ ઉર્ફે લાલા ધાચીખા પઠાણ (મુસ્લીમ) (૩) સઇદઅલી સિરાજઅલી વલ્લીમહદમ સૈયદ (૪) હકિમખા ઉર્ફે છોટુખા અજીજખા શેખ નાઓ મળી આવતા તેઓની ઉડાણ પુર્વક પુછપરછ કરતા પોતાના મૂખ્ય સાગરીત હીરાલાલ પરમાર રહે. નકુમ તા. ભદ્દેશ્વરવાળો મુખ્ય આરોપી હોઇ તેની ગેંગમાં સામેલ થયેલ અને રાજસ્થાન તેમજ ગુજરાતમાં રેકી કરી ચંદનના લાકડા કાપી ચોરી તેમજ લુંટ ધાડના ગુન્હા પણ કરતા હોવાનું જણાતા કાયદેસર કાર્યવાહી કરેલ છે.

(ર) ગાંધીનગર જીલ્લા માં પ્રોહીબીશન ની ગે.કા પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા એલ.સી.બી એ.એસ.આઇ કરણસિંહ બળદેવજી મળેલ બાતમી આધારે લીસ્ટેડ બુટલેગર ભાવેશ ઉર્ફે ભાવસિંહ પ્રહલાદસિંહ ઝાલા રહે. લીમ્બચમાતાની ફળી દહેગામ નાઓના ઘરે પ્રોહી અંગે રેડ કરી જુદી જુદી કંપની ની શીલબંધ ઇગ્લીશ દારૂ ની બોટલ  નંગ - ૩૭ કિ.રૂ. ૧૭,૪૦૦/- તથા કવાટર નંગ - ૩૪ કિ.રૂ. ૩૪૦૦/- તથા બીયર પતરાના ટીન નંગ - ૯૬ કિ.રૂ. ૯૬૦૦/- નો મળી કુલ કિ.રૂ. ,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરેલ છે. આ રેડ દરમ્યાન  ભાવેશ ઉર્ફે ભાવસિંહ પ્રહલાદસિંહ ઝાલા હાજર મળી આવેલ ન હોઇ અને તેની પત્ની મારફતે તેની દેખરેખ હેઠળ ધંધો કરતો હોવાથી બંને વિરુધ્ધ દહેગામ પો.સ્ટે. પ્રોહી ગુ..નં /૧૬ પ્રોહી કલમ- ૬૬બી, ૬પએઇ,૧૧૬બી, ૮૧ નો ગુન્હો રજીસ્ટર્ડ કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે

(૩) ગઇ તા. ૧૪/૯/૧૬ ના રોજ એલ.સી.બી પો.સ.ઇ શ્રી એચ.કે સોલંકી તથા સ્ટાફ ના માણસો અડાલજ વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા દરમ્યાન સાથે ના પો.કો કેતનકુમાર નાઓને મળેલ માહીતી આધારે એક ઇસમ રાહુલ મોહનજી ઠાકોર રહે. દંતાલી તા.જી. ગાંધીનગર વાળા ને ત્રણ ચોરી ના મોબાઇલ જેમાં (સેમસંગઆઇફોન તથા બે આઇફોન) કુલ કિ.રૂ ૯૦,૦૦૦/- સાથે પકડી પાડેલ જે મોબાઇલ આજથી એકાદ માસ અગાઉ  તેના સાગરીતો (૧) ઠાકોર વિજય ઉર્ફે ભીખો દશરથજી (ર) સંજયજી નગીનજી ઠાકોર તથા (૩) ઉમેશજી જીવણજી ઠાકોર તમામ રહે શેરથા તાજી. ગાંધીનગર સાથે મળી અડાલજ ટોલટેક્ષ પાસે આવેલ ઇલેકટ્રીક ગોડાઉનમાંથી બંધ બોડી ની ગાડી નું લોક તોડી અંદર થી ઉપરોકત મોબાઇલ તથા લેપટોપ તથા અન્ય બોકસો ની ચોરી કરેલ હતી. જેથી  સદરહું આરોપી પાસેથી ઉપરોકત મોબાઇલ તથા બાઇક નં જી.જે-૧૮ એ.ઇ ૬૮૧૭ કિ.રૂ ૧પ,૦૦૦/- નું કબ્જે કરી અડાલજ પોલીસ સ્ટેશન ફ. ગુ.ર.નં ૧૧૭/૧૬ ઇ.પી.કો કલમ- ૪૬૧, ૪૪૭, ૩૭૯, ૧૧૪ મુજબ શોધી કાઢવામાં આવેલ છે .