પોલીસ અધિક્ષક, ગાંધીનગર
http://www.spgandhinagar.gujarat.gov.in

પરિચય (પોલીસ અધિક્ષકશ્રીની કચેરી)

6/20/2025 5:49:15 PM

મહારાષ્ટ્ર અને ગુજરાત ૧૯૬૦માં અલગ રાજયો બન્યાં બાદ અમદાવાદ ગુજરાતનું પાટનગર થોડા સમય માટે બનાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ એક અલગ નવું જ શહેર અમદાવાદની બાજુમાં ગુજરાતના પાટનગર તરીકે વિકસાવવાનું નક્કી કરવામાં આવ્યું. એક નવા શહેર ગાંધીનગરની રચનાની શરૂઆત આમ ૧૯૬૪-૬પમાં થઈ. આ વહીવટી મુખ્ય મથકનું નામ મહાત્મા ગાંધીના નામ પરથી ગાંધીનગર રાખવામાં આવ્યું. આ શહેરની રચના ચંડીગઢ શહેરની જેમ જ આયોજનબદ્ધ રીતે કરવામાં આવી આ રીતે સ્વતંત્રતા પછીનું પ્રથમ આયોજિત માળખાગત સુવિધા ઓવાળું એક નવું શહેર ગાંધીનગર ફ્રેન્ચ આર્કિટેક લા કોરબુંઝેના માર્ગદશન પ્રમાણે અસ્તિત્વમાં આવ્યું. આમ ગુજરાત રાજ્યમાં ગાંધીનગર જિલ્લો એ ગુજરાતનું પાટનગર છે. રાજકીય દ્રષ્ટિએ આ જિલ્લો ખૂબ જ મહત્વ ધરાવે છે. શરૂઆતમાં પોલીસ દળ અમદાવાદ ગ્રામ્ય તથા ગાંધીનગર એક વિભાગ નીચે કાર્યાન્વિત હતું ત્યાર બાદ ગાંધીનગર જિલ્લા પોલીસ દળને ગૃહ વિભાગ દ્વારા વિભાજન કરવામાં આવ્યું. ગાંધીનગર જિલ્લો પોલીસ અધીક્ષકશ્રી કક્ષાના અધિકારી હસ્તક છે.