પોલીસ અધિક્ષક, ગાંધીનગર
http://www.spgandhinagar.gujarat.gov.in

પોલીસનો ઇતિહાસ

6/21/2025 12:35:56 AM

          હાલનો ગાંધીનગર પોલીસ જિલ્લો સને- ૧૯૮૮ના વર્ષમાં અમદાવાદ રૂરલ જિલ્લામાંથી અલગ પડી સ્વતંત્ર પોલીસ જિલ્લો અસ્તિત્વમાં આવેલ છે. વિભાજન વખતે ગાંધીનગર જિલ્લામાં અડાલજ, ડભોડા, પેથાપુર અને સેક્ટર- ર૧ એમ ચાર પોલીસ સ્ટેશન અસ્તિત્વમાં હતાં. ત્યાર બાદ સને-૧૯૯૫ના વર્ષમાં સેક્ટર- ૭ પોલીસ સ્ટેશનનો ઉમેરો થયો. ત્યાર બાદ મહેસાણા જિલ્લામાંથી માણસા પોલીસ સ્ટેશન સને-૧૯૯૮, કલોલ શહેર પોલીસ સ્ટશેન, કલોલ તાલુકા પોલીસ સ્ટેશન સને-૨૦૦૦ તથા અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાંથી દહેગામ પોલીસ સ્ટેશન સને ૧૯૯૮માં ગાંધીનગર જિલ્લામાં ભેળવવામાં આવેલ છે.

        આ ઉપરાંત રખિયાલ આઉટ પોસ્ટને સને-૧૯૯૯માં અપગ્રેડ કરી પોલીસ સ્ટેશનમાં ફેરવવામાં આવેલ છે. ડભોડા પો.સ્ટે.ના ચિલોડા આઉટ પોસ્ટ માંથી ચિલોડા પો.સ્ટે. તથા સેકટર-૭ પો.સ્ટે. વિસ્તારમાંથી ઈન્ફોસીટી પો.સ્ટે.ને સરકારશ્રીના ગૃહ વિભાગના તા.૦૬/૦૮/૨૦૧૦ ના ઠરાવ ક્રમાંકઃ ફ/મહક/૧૦૧૦/૩૯૫/સ થી અપગ્રેડ કરી પોલીસ સ્ટેશનમાં ફેરવવામાં આવેલ છે. તેમજ કલોલ તાલુકા પો.સ્ટેના સાંતેજ આઉટ પો.સ્ટે. માંથી સાંતેજ પો.સ્ટે.ને સરકારશ્રીના ગૃહ વિભાગના તા.૨૮/૧૧/૨૦૧૩ ના ઠરાવ ક્રમાંકઃ મહક/૧૦૨૦૧૨/૩૪૮૪/સ.તા થી અપગ્રેડ કરી પોલીસ સ્ટેશનમાં ફેરવવામાં આવેલ છે. સરકારશ્રીના ગૃહ વિભાગના તા. ૩૦/૪/ર૦૦પના જાહેરનામા ક્રમાંકઃ GG/ 44/ TTC/ 10(2002) 1316 V થી પ્રાદેશિક ફેરફાર કરી ગાંધીનગર જિલ્લાનું પોલીસ માળખું નીચે જણાવ્યા મુજબનું છે.

જ્યારે ગાંધીનગર જિલ્લામાં (૧) સી.પી.આઈ. ગાંધીનગર છે.

        આમ, ગાંધીનગર જિલ્લામાં હાલ ત્રણ - ડિવિઝન, એક - સી.પી.આઈ., લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશીયલ ઓપરેશન, પંદર (૧પ) - પોલીસ સ્ટેશન અને ૧ પોલીસ હેડ ક્વાર્ટર છે. ઉપરાંત ગાંધીનગર શહેરમાં આવેલ સચિવાલય અને મંત્રીશ્રીઓ તથા વિધાનસભાની સલામતી માટે અલાયદા ત્રણ ડી.વાય.એસ.પી. (૧) નાયબ પોલીસ અધીક્ષકશ્રી, સચિવાલય સંકુલ, (ર)  સિક્યોરિટી શાખા તથા (૩) સાર્જન્ટ એટ આર્મ્સ / નાયબ પોલીસ અધીક્ષકશ્રી, હેડ ક્વાર્ટર્સનાઓ છે.

ગાંધીનગર જિલ્લામાં નીચે મુજબનું માળખું છે.

  • ડિવિઝન – ૦૩
  • સીપીઆઇ ઓફિસ – ૦૧
  • પોલીસ સ્ટેશન – ૧૫
  • પોલીસ હેડક્વાટર – ૦૧

ઉપરાંત ગાંધીનગર શહેરમાં આવેલ સચિવાલય અને મંત્રીશ્રીઓ તથા વિધાનસભાની સલામતી માટે અલાયદા ત્રણ ડી.વાય.એસ.પી.ની જગ્યા છે.

(૧) નાયબ પોલીસ અધીક્ષકશ્રી, સચિવાલય સંકુલ

(ર)  સિક્યોરિટી શાખા

(૩) સાર્જન્ટ એટ આર્મ્સ / નાયબ પોલીસ અધીક્ષકશ્રી, હેડ ક્વાર્ટર્સનાઓ છે.

ડિવિઝન -

  • ગાંધીનગર વિભાગના પોલીસ સ્ટેશનનું લિસ્ટ
    • સેક્ટર ૭ પોલીસ સ્ટેશન
    • સેક્ટર ૨૧ પોલીસ સ્ટેશન
    • ઇન્ફોસીટી પોલીસ સ્ટેશન
    • પેથાપુર પોલીસ સ્ટેશન
    • મહિલા પોલીસ સ્ટેશન
  • દહેગામ વિભાગના પોલીસ સ્ટેશનનું લિસ્ટ
    • ચિલોડા પોલીસ સ્ટેશન
    • ડભોડા પોલીસ સ્ટેશન
    • દહેગામ પોલીસ સ્ટેશન
    • રખિયાલ પોલીસ સ્ટેશન
  • કલોલ વિભાગના પોલીસ સ્ટેશનનું લિસ્ટ
    • અડાલજ પોલીસ સ્ટેશન
    • માણસા પોલીસ સ્ટેશન
    • કલોલ તાલુકા પોલીસ સ્ટેશન
    • કલોલ શહેર પોલીસ સ્ટેશન
    • સાંતેજ પોલીસ સ્ટેશન