પોલીસ અધિક્ષક, ગાંધીનગર
http://www.spgandhinagar.gujarat.gov.in

ક્રાઇમ રીપોર્ટીંગ

6/20/2025 11:08:26 PM

 અત્રેના જિલ્લાના ૧૦- પોલીસ સ્ટેશનમાં રોજે રોજ નોંધાતા ગુનાની વિગત વાયરલેસ મેસેજ, ફેકસ મેસેજ, ઇ-મેઇલ મેસેજ દ્વારા અત્રેના કંટ્રોલરૂમ ખાતે આપવામા આવે છે. જેમાથી મોર્નિંગ રિપોર્ટ બનાવી પોલીસ અધીક્ષકશ્રી,નાઓ સમક્ષ રજૂ કરવામા આવે છે. તથા જે માહિતીની વડી કચેરીઓને જાણ કરવાની થતી હોઇ તે કચેરીઓની ફેકસ / ઇ-મેઇલ દ્વારા જાણ કરવામા આવે છે.

અત્રેની રીડર શાખા દ્વારા નીચે મુજબના માસિક તેમ જ વાર્ષિક પત્રકો તૈયાર કરવાં સારું દરેક પોલીસ સ્ટેશનથી નિયત નમૂનામાં માહિતી મંગાવવામા આવે છે. તથા આ પત્રકો તૈયાર કરી વડી કચેરીઓમાં મોકલી આપવામા આવે છે.

  • માસિક પત્રકો.

  • ક્રાઈમ રિપોર્ટિંગ.

  • માસિક ક્રાઈમ રીવ્યૂ.

  • માસિક ક્રાઈમ આકડાકીય માહિતી પત્રક એ ટુ એલ.

  • માસિક કાયદો વ્યવસ્થાનાં પત્રક.

  • માસિક પોલીસ મેન્યુઅલ ભાગ-૩ નિયમ પ૭૧ (ત્રણ)ના એપેન્ડિંક્ષ-૧ મુજબ નમૂના નં.૩૯ થી૪રનાં પત્રકો

  • માસિક ક્રાઈમ ઈન ગુજરાત પાર્ટ ૧ થી પ મુજબનાં પત્રકો.

  • માસિક રોડ અકસ્માતની માહિતી.

  • વિધાનસભા/ સંસદગૃહ સત્ર દરમિયાન પુછાયેલ આર.એસ.કયુ/ એલ.એસ.કયુ.ના જવાબ પાઠવવાની કામગીરી.

  • માસિક ક્રાઈમ કોન્ફરન્સનાં પત્રકો.

  • વાર્ષિક પત્રકો.

  • ક્રાઈમ ઈન ઈન્ડિયાના વાર્ષિક પત્રકો.

  • વાર્ષિક વહીવટી અહેવાલ.

  • રોડ અકસ્માતનાં વાર્ષિક પત્રકો.

  • સ્યુસાઈડ એન્ડ ડેથનાં વાર્ષિક પત્રકો.

તેમ જ જિલ્લાના પોલીસ અધિકારીઓની આવેલ વિકલી ડાયરી ઉપર ચેક લેવા, દૈનિક રિપોર્ટ ઉપર ચેક લેવા અને ઉચ્ચ અધિકારીશ્રીઓ તરફથી માગવામાં આવતી આકડાકીય માહિતી તેમ જ ગુનાઓને લગતા અહેવાલ પાઠવવા અંગેની કામગીરી રીડર શાખા દ્વારા કરવામાં આવે છે.