પોલીસ અધિક્ષક, ગાંધીનગર
http://www.spgandhinagar.gujarat.gov.in

કલ્યાણકારી પ્રવ્રુત્તીઓ

6/20/2025 10:03:06 PM

જિલ્લા પોલીસ કલ્યાણનિધિ ફંડની સિદ્ધિઓની વિગતઃ

  • જિલ્લા પોલીસ અધીક્ષક/કર્મચારીઓ માટે દર વર્ષે એક દિવસનો પગાર વસૂલ લેવામાં આવે છે અને આ યોજનામાં જોડાયેલ અધિકારી/કર્મચારીનું અવસાન થાય તો મરણોત્તર સહાય પેટે રૂ.૧૦,૦૦૦/-નું ચૂકવણું તત્કાલ મર્હુમની વિધવા/બાળકોને ચૂકવવામાં આવે છે

  • પોલીસ અધિકારી/કર્મચારીઓને સ્વચ્છ અને સારી ગુણવત્તાવાળો ચા-પાણી, નાસ્તો મળી રહે તે માટે મુખ્ય મથક ખાતે પોલીસ કેન્ટીનનું આધુનિક સુવિધા તથા અઘતન ફર્નિચર સાથેની કેન્ટીનનું મકાન બનાવવામાં આવેલ છે.

  • પોલીસ અધિકારી તથા કર્મચારીઓના બાળકો માટે રહેઠાણ સંકુલ નજીક આધુનિક સુવિધા સાથેનું બાળક્રીડાંગણ પોલીસ લાઈનમાં બનાવવામાં આવેલ છે.

  • પોલીસ અધિકારી/ કર્મચારીઓ માટે પોલીસ લાઈનની વચ્ચે અનાજ દળવાની ધંટી ચાલુ કરવામાં આવેલ છે. જેના કારણે પોલીસ અધિકારી / કર્મચારીઓના કુટુંબને લાઈનની બહાર દૂરના સ્થળે અનાજ દળાવવા જવાની મુશ્કેલી દૂર થયેલ છે.

  • પોલીસ અધિકારી તથા કર્મચારીઓને વ્યાજબી ભાવે પ્રોવિઝન, કટલરી, કરિયાણાની તથા કલોથની વસ્તુ મળી રહે તે માટે મુખ્ય મથક ખાતે પોલીસ કન્ઝયુમર સ્ટોર બનાવેલ છે.

  • પોલીસ અધિકારી તથા કર્મચારીઓનાં બાળકો માટે પો.હેડ કવા. ખાતે વેલફેર અંતર્ગત બાલમંદિર શરૂ કરવામાં આવેલ છે.

  • પો.હેડ કવા. ખાતે રમતગમતને પ્રોત્સાહન આપવા, સર્વ કાર્ય સિદ્ધિ સંકુલ લોક સહાયથી બનાવવામાં આવેલ છે.

  • પો.હેડ કવા. ખાતે પોલીસના અધિકારી/ કર્મચારીઓ પોતાની શારીરિક તંદૂરસ્તીની સુધારણા માટે યોગ કરવા સારુ એક ઘ્યાનકેન્દ્ર લોક સહાયથી બનાવવામાં આવેલ છે.