પોલીસ અધિક્ષક, ગાંધીનગર
http://www.spgandhinagar.gujarat.gov.in

સાફલ્યગાથા

7/7/2025 11:50:49 AM

તા ૦૯/૨/૧૫ થી તા ૧૫/૨/૧૫ દરમ્યાન કરેલ સારી કામગીરીની માહિતી

(૧)   પો.ઇન્સ એલ.સી.બી નાઓએ  તા.૧ર-ર-૨૦૧૫ ના રોજ એબસ્કવોન્ડર ટીમે વચગાળા ના જામીન ઉપર થી ફરાર કેદી ને પકડી પાડેલ જેની વિગત એવી છે કે માણસા પો.સ્ટે.  ફ.ગુ.ર.નં. ૧૧ર/૧૯૯૧ ઇપીકો ક. ૩૦૨ નો આરોપી રસીક ચંદુભાઇ દંતાણી હાલ રહેઃ સેકટર-૧૩ છાપરા ગાંધીનગર નાને મહેસાણા સેસન્સ કોર્ટ તરફથી સજા કરવામાં આવેલ. જે આરોપીને તા. ૩૧/૧ર/૧૪ થી દિન- ૧૪ ની સેન્ટ્રલ જેલ ખાતેથી વચગાળાના જામીન ઉપર છોડવામાં આવેલ. જે આરોપીને તા.૧૫/૧/૧૫ ના રોજ હાજર થવાનું હતું પરંતુ, હાજર થયેલ નહી અને વચગાળાના જામીન પરથી ફરાર થયેલ હતો. જે આરોપીને તા.૧ર-ર-ર૦૧૫ ના રોજ પ્રેસ સર્કલ, ગાંધીનગર ખાતેથી પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી સેન્ટ્રલ જેલ, અમદાવાદ ખાતે સોંપવામાં આવેલ છે.    આ ઇસમે આ સાયકલો ની સાથે એક કાયનેટીક લ્યુના ની પણ ચોરી કરેલ છે જે લ્યુના સાથે કુલ-ર૧  સાયકલો ની ચોરી કરેલ હોવાનું જણાઇ આવેલ જે પૈકી સેકટર-ર૧ પોલીસ સ્ટેશનમાં કુલ- ૪ ગુન્હાઓ નોધાયેલ હોઇ, સદરહું આરોપીની વધુ તપાસ સારૂ સેકટર-૧ પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે

(ર)  એસ.ઓ.જી.શાખા તરફથી વીકદરમ્યાન અત્રેની શાખા ધ્વારા ગાંધીનગર શહેર તેમજ કલેકટરશ્રીના જાહેરનામા ભંગ બદલના ૧૮૮ મુજબના કુલ - ૧૭ કેશો કરવામાં આવેલ છે. તેમજ એમ.વી.એકટ.કલમ ર૦૭ હેઠળ ડીટેઇન – ૫ કેશ કરવામાં આવેલ છે. તથા સ્થળ દંડ વસુલાત રૂપિયા.૬૧૨૫/- વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે

(૩) માણસા પો.ઇન્સશ્રીને મળેલ બાતમી આધારે પુધરા ગામની સીમમાં બળદેવભાઇ મથુરદાસ ના બોરકુવા પાસે ઝાડીમાં જુગારની રેઇડ કરી ૬ ઇસમો અટક કરી રોકડ રૂ. ૫૮૯૩૫ તથા મોબાઇલ નંગ ૪૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી  માણસા સે.૪૭/૧૫ જુગાર ધારા ક ૧૨ મુજબ કાયદેસર કરેલ.

છે