તા ૦૨/૩/૨૦૧૫ થી તા.૦૮/૩/૨૦૧૫ ના વિક દરમ્યાન કરેલ સારી કામગીરીની વિગત.
(૧) અડાલજ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.ન- ૨૩/૨૦૧૫ ઇ.પી.કો કલમ ૩૦૨, ૨૦૧ મુજબ તે એવી રીતે કે તા ૨૪/૨/૨૦૧૫ ક. ૧૨/૪૦ વાગ્યા પહેલા કોઇ પણ સમયે કોઇ અજાણ્યા ઇસમોએ મરણજનાર લક્ષ્મીચંદ બાબુલાલ સોની ઉ.વ- ૬૪ , નાઓને કોઇ કારણસર કોઇ જગ્યાએ ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારી મોત નિપજાવી, પુરાવાનો નાશ કરવાના ઇરાદે લાશને અડાલજ ગામની સીમ ઝુડાલ થી અંબાપુર જતા એપ્રોચ રોડની ઉતરે આશરે ૧૫૦ ફુટ દુર બાવળની ઝાડીમાં નાખી દઇ ગુન્હો કરેલ જે ગુન્હો અનડીટેક હોઇ જે ગુન્હાની ખતપૂર્વક તપાસ કરી તપાસ દરમ્યાન આરોપી (૧) બ્રહ્મદેવ સ/ઓ કીશનલાલ વર્મા રહે. જવાહરચોક પાસે વિશ્વકર્મા મંદીરની બાજુમાં ચાલીમાં સાબરમતી, અમદાવાદ (૨) માનસીંગ જતનસીંગ રાજપુત રહે. સુદામાપાર્ક સોસા. મ.નં-૩૪ સાબરમતી અમદાવાદ નાઓના નામ સરનામા શોધી કાઢી અનડીટેક ગુનો શોધી કાઢી આરોપી નંબર – ૧ ને અટક કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
(ર) અડાલજ પો.સ્ટે સેકન્ડ ગુ.ર.ન - ૪૧ / ૨૦૧૫ જુગાર ધારા કલમ ૧૨ મુજબ આ કામના ચારેય આરોપીઓ પોતાના અંગત ફાયદા સારૂ તીન પત્તિનો હારજીતનો જુગાર રમતા ગંજીપાના નંગ ૫૨ તથા રોકડ રૂ ૨૫૧૨૦/- તથા પલ્સર બાઇક જી જે ૦૧ એસ એલ ૭૪૧૩ કિ રૂ ૩૦,૦૦૦/- તથા સેવરોલેટ બીટ કાર જેનો નં જી જે ૧ આર સી ૦૨૬૩ જેની કિ રૂ ૩,૦૦,૦૦૦/- ગણી કુલ મુદામાલ રૂ ૩,૫૫,૧૨૦ નો જુગાર રમવાના સાધન સાહિત્ય સાથે પકડાઇ જઇ ગુન્હો કર્યા વિ.બાબત