પોલીસ અધિક્ષક, ગાંધીનગર
http://www.spgandhinagar.gujarat.gov.in

સાફલ્‍યગાથા

4/19/2024 9:58:49 AM

તા.૨૪/૮/૧૫ થી તા.૩૦/૮/૧૫ દરમ્યાન ગાંધીનગર જીલ્લાની સારી કામગીરીની માહિતી                        ------------------------------------------------------------------------------------------------------

(૧)    પો.ઇન્સ અડાલજ નાઓએ તા.૨૫/૦૮/૨૦૧૫ ના રોજ અમદાવાદ ખાતે પાટીદારોનુ અનામત આંદોલનની રેલી તથા સભા   યોજાયેલ જે રેલી તથા સભા પુર્ણ થયા બાદ અમદાવાદ તથા ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં તોફાનો ફાટી નીકળેલ તે સમયે અમદાવાદ તરફથી આવતી ચાર બસોમાં બેઠેલ પેસેન્જરોને જાનનુ જોખમ હોય બસોના ડ્રાઇવરોએ પેસેન્જરો સાથે બસો પોલીસ સ્ટેશનમાં લાવતા તમામ પેસેન્જરો જેમાં ગાંધીનગર, ડીસા, પાલનપુર, નડીયાદ, વડોદરા, મહારાષ્ટ્રના હોય જે તમામને રાત્રીના રોકાણ રાખી તેઓની ભોજનની વ્યવસ્થા કરી ભોજન કરાવેલ અને વહેલી સવારે સુરક્ષીત રીતે પોત પોતાના ઘરે પહોચાડવાની વ્યવસ્થા કરેલ તેમજ એસ.ટી.બસોને પણ સલામત રીતે ગાંધીનગર એસ.ટી.ડેપો.માં મોકલી આપેલ છે.  

(ર)     કલોલ શહેર પો.સ્‍ટે. ફ.ગુ..નં ૯૨/૨૦૧૫  ઇ.પી.કો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ તા.૨૯//૧૫ ના કલાક ૧૦:૧૫ ના રોજ દાખલ થયેલ જે ગુનાના કામે આરોપી નં (૧) ધર્મેશભાઇ નગીનભાઇ દંતાણી ઉ.વ.૩૦ રહે. ઇન્દીરાનગરનો ખાડો કલોલ (ર) રાજુજી કાળાજી ઠાકોર ઉ.વ.૨૮ રહે. બોરીજ ગામ તા.જી-ગાધીનગર નાઓને તા ૩૦/૮/૧૫ ના  રોજ  અટક કરી મુધ્‍દામાલ રીકવર કરી સારી કામગીરી કરેલ છે.

(૩)   માણસા પો.સ્‍ટે ફ.ગુ.ર.નંબર-૮૭/૨૦૧૫ ઇ.પી.કો કલમ-૩૮૦ મુજબના કામના આરોપી -૧ અલ્‍પેશભાઇ બળદેવભાઇ રાવળ રહેવાસી-સમૌ જુનો રાવળ વાસ તા.માણસા જી.ગાંધીનગર આરોપી નંબર-૨ અરવિદભાઇ રામાભાઇ રાવળ રહેવાસી-કુકરવાડા રાવળ આટાવાસ તા.વિજાપુર જી.મહેસાણા નાઓને તા.૨૫/૮/૨૦૧૫ કલાક.૧૩/૦૦ વાગ્‍યે અટક કરી ગુન્‍હો ડીટેક કરવામાં આવેલ છે,

(૪)  પોલીસ ઇન્સપેકટરશ્રી એલ.સી.બી નાઓને મળેલ બાતમી આધારે મોખાસણ ગામે જુગારની રેઇડ કરી આરોપી  ૧)ઝાલા વિક્રમસિંહ પ્રતાપસિંહ રહે.કાંઠા તા.કલોલ (૨)પટેલ નટવરભાઇ નારાણદાસ રહે.કલોલ તા.કલોલ (૩)પટેલ મુકેશકુમાર રામાભાઇ રહે.મોખાસણ તા.કલોલ (૪)પટેલ મનીષકુમાર કાંતિલાલ રહે.કાંઠા તા.કલોલ (૫)પટેલ યોગેશ અંબાલાલ રહે.મોખાસણ તા.કલોલ (૬)પટેલ વીકી કનુભાઇ રહે.મોખાસણ તા.કલોલ (૭)પટેલ મીતુલ ઘનશ્યામભાઇ રહે.મોખાસણ નાઓને પકડી રોકડ રૂ.૨૨૬૮૦/- તથા ગંજીપાના ના નંગ ૫૨ કિ.રૂ.૦૦/૦૦ તથા મોબાઇલ નં.૨ કિ.રૂ.૨૦૦૦/- તથા એક્ટીવા સ્કટુર નં.જી.જે.૧૮.ખેખેસ.૬૩૯૫ કિ.રૂ.૨૫૦૦૦/- કબ્જે કરી કલોલ.તાલુકા.પો.સ્‍ટે.  સે.ગુ.ર.નં. ૨૦૪/૧૫ જુ.ધારા.ક. ૧૨ મુજબ ગુન્હો રજી કરેલ