પોલીસ અધિક્ષક, ગાંધીનગર
http://www.spgandhinagar.gujarat.gov.in

પોલીસ બંદોબસ્‍ત

5/1/2024 11:43:16 PM

પોલીસ બંદોબસ્

 પોલીસ બંદોબસ્તના ચાર્જીસ વસૂલ લઈ નીચે જણાવેલ કેસોમાં પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે

સામાન્ય સંજોગોમાં કાયદો અને વ્યવસ્થાના હિતમાં પોલીસ અધિક્ષકશ્રી કે ઉપરી અધિકારીશ્રીને જરૂર જણાય ત્યારે કોઈ પણ સંસ્થા કે પક્ષકારને વિના મૂલ્યે પોલીસ બંદોબસ્ત/રક્ષણ ફાળવવામાં આવે છે. નબળા વર્ગોને રક્ષણ આપવું જરૂરી જણાતાંની સાથે તુરંત ફાળવવામાં આવે છે. અંગત અદાવત કે ઝઘડાની વિગત ઘ્યાન પર આવતાંની સાથે જરૂરી અટકાયતી પગલાં લેવામાં આવે છે. આમ છતાં કોઈ પક્ષકારની રક્ષણની માગણી હોય તો સંજોગો ઘ્યાન પર લઈ બંદોબસ્ત ચાર્જ વસૂલ કરી રક્ષણ આપી શકાય છે. આ માટે સંબંધિત પક્ષકારની અરજી આધારે પોલીસ અધિક્ષક સ્થાનિક પોલીસ સ્‍ટેશનનો અભિપ્રાય લઈ નિર્ણય કરે છે

સીમચોરી અને ભેલાણ અટકાવવા સારુ જરૂરિયાત મુજબ પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે. પાક રક્ષણ માટે પોલીસ બંદોબસ્તમાં ઘોડેસવાર અને ઊંટસવાર પોલીસ મૂકવામાં આવે છે, પરંતુ સીમ પેટ્રોલિંગમાં ઘોડેસવાર પોલીસ વધુ અસરકારક હોઈ કેટલાંક ગામોમાં તેની સીમની રખેવાળી કરવાની સ્વૈચ્છિક વ્યવસ્થા માટે નાણાં ભરીને ઘોડેસવાર પોલીસ માગવામાં આવે છે. જો કાયદો અને વ્યવસ્થાની કામગીરીમાં રોકાયા ઉપરાંત ઘોડેસવાર પોલીસ ઉપલબ્ધ હોય તો તે નાણાં વસૂલ લઈ ફાળવવામાં આવે છે. આ ફાળવણી સામાન્ય રીતે પૂરા મહિના માટે કરવામાં આવે છે. ઘોડાની ફાળવણી કરતી વખતે ઘોડાને રહેવાની યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ થઈ શકે તેમ છે કે કેમ તે ચકાસવામાં આવે છે.

કોઈ પણ યુનિવર્સિટી, માઘ્યમિક શિક્ષણ પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી સ્થળે પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે. જેનાં નાણાં વસૂલ લેવામાં આવતાં નથી, પરંતુ ચોક્કસ હેતુથી માગવામાં આવતી ગાર્ડ નાણાં વસૂલ લઈઆપવામાં આવે છે.

(અ)      બેન્ક કે વેપારી દ્વારા મોટા પાયે નાણાંની હેરાફેરી માટે નિયત દરે નાણાં ચૂકવનારને હથિયારી રક્ષણ આપવામાં આવે છે

(બ)     ખાનગી સંસ્થા, બેન્કો વગેરેને સલામતી માટે પોલીસ ગાર્ડ ફાળવવામાં આવે છે. આ સંબંધિત સંસ્થાઓ પાસેથી તેઓને ફાળવેલ પોલીસ અધિકારી/કર્મચારીના પગાર-ભથ્થાંની રકમના બે ગણી રકમ એડ્વાન્સમાં વસૂલ લેવામાં આવે છે.

બેન્ક કે નાણાકીય સંસ્થાના વસૂલાત અધિકારી દ્વારા દાવાની બાકી રકમની વસૂલાત કરવા સારુ પોલીસ બંદોબસ્તના ચાર્જીસ વસૂલ લઈ હેડ ક્વાર્ટર અગર તો સ્થાનિક પોલીસસ્‍ટેશન તરફથી પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે.

થિયેટર, સિનેમાગૃહો, મનોરંજનના આવા સ્થળે ટ્રાફિક નિયમનની કામગીરી માટે ખાનગી વ્યક્તિ/સંસ્થા તરફથી બંદોબસ્ત જાળવવા માટે માગણી થયેથી પોલીસ અધિકારી/કર્મચારીની જેટલી સંખ્યામાં ફાળવણી કરવામાં આવે તે દરજ્જાના પોલીસ અધિકારી/કર્મચારીના દૈનિક પગાર-ભથ્થાં તરીકે ચૂકવવામાં આવતી પૂરી રકમ ફાળવેલ પોલીસ અધિકારી/કર્મચારીની સંખ્યાના પ્રમાણમાં ખાનગી વ્યક્તિ/સંસ્થા તરફથી પૂરેપૂરી વસૂલ કરવામાં આવે છે.

મિલકત અને જમીનના વિવાદ અનુસંધાને કોઈ પક્ષકાર દ્વારા સ્વરક્ષણ માટે પોલીસ માગવામાં આવે ત્યારે તેના કોર્ટ કેસ કે અન્ય અર્ધન્યાયિક સત્તા સમક્ષ ચાલતી કાર્યવાહીની વિગત ઘ્યાન પર લઈ સ્થાનિક પોલીસનો અમુક વ્યક્તિના રક્ષણ માટે પોલીસ પૂરી પાડવા અભિપ્રાય હોય તો મિલકતના કબ્જા બાબતે પોલીસ પક્ષકાર ન બને તે રીતે નાણાં ચુકવણીથી રક્ષણ આપી શકાય છે. આ પ્રકારનું પોલીસ રક્ષણ વ્યક્તિની સલામતી માટે જ  છે. અને કોર્ટના હુકમ વિના મિલકતના કબ્જા કરવા માટે જતી વખતે તે મળી શકે નહીં તેમ સમજવું. આ સંબંધે કોર્ટમાં કોઈ વિવાદ ચાલુ હોય તો રક્ષણ આપતાં પહેલાં જરૂર જણાય તો કાનૂની તજજ્ઞનો અભિપ્રાય પણ લેવામાં આવે છે.

નાણાં ચૂકવી આપવામાં આવતાં પોલીસ રક્ષણ સંબંધે તેના દર પોલીસ મહાનિરીક્ષક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા વખતોવખત રિવાઇઝ કરવામાંઆવે છે. 

તા.૦૧/૦૭/૨૦૨૩ થી મોંધવારી ભથ્થાનાં દરમાં વધારો (૪૬%) થતા પોલીસ એસ્કોર્ટ ચાર્જના દરમાં થતા વધારાની વિગત દર્શાવતું પત્રક

અ.નં.

વિગત

પોલીસ ઇન્સ પગાર ૯૩૦૦.૩૪૮૦૦ગ્રેડ પે- ૪૬૦૦ (૪૪૯૦૦૧૪૨૪૦૦)

પોલીસ સબ ઇન્સ પગાર ૯૩૦૦.૩૪૮૦૦ ગ્રેડ પે -૪૪૦૦ (૩૯૯૦૦૧૨૬૬૦૦)

એ.એસ.આઇ.પગાર ગ્રેડ પે- ૨૪૦૦ (૨૫૫૦૦-૮૧૧૦૦)

હે.કો. ગ્રેડ – ૨ પગાર ગ્રેડ પે- ૨૦૦૦ (૨૧૫૦૦-૬૯૧૦૦)

પોલીસ કોન્સ પગાર ૫૨૦૦.૨૦૨૦૦+(૧૮૦૦૦૫૬૯૦૦)

પે-લેવલ

08

07

04

03

01

એવરેજ પગાર

72100

64100

46100

39400

32400

મોંધવારી ભથ્થુ (એવરેઝ પગાર ના ૧૭ ૫%)

33166

29486

21206

18124

14904

ખાસ વળતર ભથ્થુ

270

270

270

170

170

જાહેર સુરક્ષા એલા.

૦૦

૦૦

5000

4500

4000

મકાન ભાડુ (જુના એવરેઝ પગાર+ ગ્રેડ પે ના ૧૦%)

11536

10256

7376

6304

5184

મેડીકલ એલાઉન્સ

1000

1000

1000

1000

1000

વોશીંગ એલાઉન્સ

40

40

500

500

500

વાહન એલા.

1800

1800

1800

1800

900

૧૦

અન્ય એલા.

-

-

-

 

-

 

કુલ ખર્ચ

119912

106952

83252

71798

59058

૧૨

પેન્શન કન્ટ્રીબ્યુશન (એવરેઝ પગાર+ ગ્રેડ  પે ના ૯.૫ %)

12027

10678

7705

6565

5406

૧૩

લીવ કન્ટ્રીબ્યુશન (ખર્ચનાં ૧૨.પ%)

16492

14704

11370

9765

8058

૧૪

સુપરવિઝન ચાર્જ (ખર્ચના ૬%) 

7916

7058

5457

4702

3868

 

કુલ માસીક ચાર્જ

156347

139392

107784

92830

76390

 

નવા સુધારેલા દરના એસ્કાર્ટ ચાર્જના આઠ કલાકની વસુલાત બાબતેનું પત્રકઃ-

૩૧ દિવસનાં માસ માટે

5584

4978

3849

3316

2728

 

૩૦ દિવસનાં માસ માટે

5391

4807

3717

3202

2634

 

૨૯ દિવસના માસ માટે

5212

4646

3593

3095

2546

 

૨૮ દિવસના માસ માટે

5043

4497

3477

2995

2464