પોલીસ અધિક્ષક, ગાંધીનગર
http://www.spgandhinagar.gujarat.gov.in

ટુરીઝમ પોલીસ

6/4/2020 10:40:03 PM

સરકારશ્રી દ્વારા સને.ર૦૦૬ના વર્ષને પ્રવાસન વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. વર્ષ દરમિયાન રાજયમાં ઐતિહાસિક, પ્રવાસન અને પરંપરાગત મહત્વ ધરાવતા વિવિધ સ્થળોએ ઉત્સવો અને તહેવારોને આગવી રીતે ઉજવણીનું આયોજન કરી દેશ વિદેશથી યાત્રીઓ/પ્રવાસીઓને રાજયની મુલાકાત લેવા આમંત્રણ અને આકર્ષણ ઊભું કરવાનું ભગીરથ આયોજન થઈ રહ્યું છે. આ પાછળનો ઉદ્દેશ રાજયના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો વિશ્વ સમક્ષ મૂકી વધુમાં વધુ પ્રવાસીઓને આકર્ષિત કરી પ્રવાસન વિકાસના માઘ્યમથી રાજયના ખૂણે-ખૂણામાં રોજગારીની તકો વધારી હસ્તકળા,કુટિર ઉઘોગો અને પ્રવાસન ઉઘોગને વ.ને પ્રોત્સાહિત કરવાનું છે. આ સમગ્ર આયોજનમાં યાત્રિકો/પ્રવાસીઓની સુરક્ષા વ્યવસ્થાની ઉતમ સ્થિતનો અહેસાસ થાય અને રાજયના કોઈપણ ખૂણે યાત્રી/પ્રવાસીઓને ટેક્સિચાલક/ રિક્ષાચાલક/ફેરિયા હોટલ માલિક અને પ્રવાસન ઉઘોગ સંલગ્ન દલાલો/ભિખારીઓ કે અસામાજિક તત્વો દ્વારા કોઈપણ જાતની ગુનાખોરી કે અભદ્ર વર્તનનો પણ અનુભવ ન થાય તે માટે જરૂરી તમામ પગલાં ભરી દરેક અગત્યનાં પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓને મદદરૂપ થાય તે માટે હિન્દી અને અંગ્રેજી ભાષાના જાણકાર તેમ જ ખાસ તાલીમ પામેલા "ટુરિઝમ પોલીસ" ની પણ પોલીસ વિભાગ મારફત વ્યવસ્થા કરવામાં આવનાર છે. ટુરિઝમ પોલીસ પ્રવાસીની મુલાકાત સલામત, સુખદાયક અને આનંદજનક બની રહે તે માટે કાર્યરત રહેશે.

ગાંધીનગર જિલ્લા પ્રવાસન દ્વારા જિલ્લામાં નીચે મુજબનાં સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે નક્કી કરી તેમાં જરૂરી માળખાકીય સવલતને ઊભી કરવાનું નકકી થયેલ છે. આ પૈકી નીચે દર્શાવેલ વિગત આ સ્થળો પણ ટુરિઝમ પોલીસ યાત્રિકોને સહાયતા અને સુરક્ષા માટે હાજર રહેશે. આ ટુરિસ્ટ પોલીસ ટ્રાફિક પોલીસના ગણવેશ ઉપર ટુરિઝમ પોલીસ જેકેટ ડાબા હાથના બાવડા પર લાલ બેઝ અને બેટનથી સુસજજ નકકી થયેલ પ્રવાસન સ્થળ પરનો પોલીસ વ્યવસ્થાની વિગત નીચે મુજબ છે.

અક્ષરધામ ગાંધીનગર

અક્ષરધામ એ પથ્થરમાં કંડારીને ભગવાન સ્વામીનારાયણને આપેલી અંજલિ છે. ગાંધીનગર (ગાંધીનગર જિલ્લા) ખાતે ર૩ એકર જમીનના પ્લોટમાં રચવામાં આવેલું આ સ્મારક ગુલાબી રેતિયા પથ્થરથી બાંધવામાં આવ્યું છે. તે ૧૦૮ ફૂટ ઊંચું છે અને તેને બાંધવામાં ૬૦૦૦ ટન પથ્થર વાપરવામાં આવ્યા છે. નોંધવાલાયક મુદ્દો એ છે કે, હિંદુ ધર્મનું આ આધુનિક સ્મારક વાસ્તુશાસ્ત્રના આદેશો મુજબ બાંધવામાં આવ્યું છે. લોખંડનો એક ટુકડો પણ તેમાં વાપરવામાં આવ્યો નથી.

આ સ્મારકનુ નિર્માણ ૯૭ શિલ્પાકૃતિ થાંભલાઓ, એક જ પથ્થરમાંથી બનાવેલા ર૧૦ મોભ, પ૭ જાળીદાર બારીઓ, એમ-ડોમ્સ, આઠ અતિઅલંકૃત ઝરુખાઓ, વગેરેથી થયેલું છે. મંદિરના ગર્ભગૃહમાં સંપ્રદાયના સંસ્થાપકો જેનું નામ-રટણ કરતા હોય છે તે ભગવાન સ્વામીનારાયણની ૧.ર ટન સુવર્ણજડિત પ્રતિમા છે. ૭ ફૂટ ઊંચી આ પ્રતિમા આસનસ્થ મુદ્રામાં છે જેનો જમણો હાથ અભય મુદ્રામાં ઊંચો થયેલો છે. તેની જમણી બાજુએ ગુણાતીતાનંદસ્વામીની અને ડાબી બાજુએ ગોપાલાનંદસ્વામીની પ્રતિમાઓ છે. તે બંને તેમના અનુયાયીઓ હતા. સ્વામીગુણાતીતાનંદને સ્વામીનારાયણનું અક્ષરધામ, શાશ્વત નિવાસસ્થાન કહેવામાં આવે છે. સ્વામીનારાયણ તત્વજ્ઞાન અનુસાર, ભગવાન સ્વામીનારાયણ જયારે આ ધરતી પર અવતાર લે છે ત્યારે તેમનું અક્ષરધામ તેમની સાથે લાવે છે.

ગુણાતીતાનંદસ્વામીને અક્ષરબ્રહ્મ પણ કહેવામાં આવે છે અને અક્ષરધામ સ્મારક જેણે બાંઘ્યું તે બોચાસણવાસી અક્ષર તેના પુરુષોતમ સંસ્થાના પદાનુક્રમમાં તેઓ બીજું સ્થાન ધરાવે છે.

મુલાકાતીઓના લાભાર્થે સનાતન ધર્મના યશસ્વિ ઇતિહાસમાંથી પ્રેરણાદાયક પ્રાસંગિક કથાઓ અને બનાવોને ઘ્વનિ અને પ્રકાશ શો રૂપે રજૂ કરવામાં આવે છે. આ શો મુલાકાતીઓને હિન્દુ ધર્મનાં જુદાં જુદાં પાસાંનો પરિચય કરાવે છે. રજી નવેમ્બર, ૧૯૯ર ના રોજ તેનો પ્રારંભ થયો ત્યારથી અત્યાર સુધીમાં લાખો લોકોએ આ સ્મારકની મુલાકાત લીધી છે. તેઓ હિન્દુત્વની કથાનો આસ્વાદ લઈ શકયા છે અને સાર્વત્રિક શાંતિ અને ભાઈચારાનોસંદેશો આત્મસાત્ર કરી શકયા છે.
વેદો, મહાકાવ્યો અને પુરાણોની વિદ્વતાપૂર્ણ કથાઓને પ્રદર્શનમાં મૂકેલા ખીચોખીચ ભરેલા કેનવાસ પર ચિત્ર રૂપે વર્ણવવામાં આવી છે.

આધુનિક અને પ્રાચીન મૂલ્યોનું આ એક સંપૂર્ણ મિશ્રણ છે. મુલાકાતી, અપહરણ કરાયેલી પોતાની પત્નીની શોધમાં જતા ભગવાન રામ, કર્તવ્યનિષ્ઠ પુત્ર શ્રવણને, હસ્તિનાપુરના રાજમહેલમાં જુગટાની રમતમાં હારી જતા પાંડવોને નિહાળી શકે છે. તદુપરાંત, મુલાકાતીઓ શબરીની રામ માટેની દીર્ધ પ્રતીક્ષા અને કૌરવસભામાં દ્રોપદીનો માનભંગ જોઈ શકે છે. સંવાદિતા ગૃહમાં જગતના ધર્મોના ચિત્ર મૂકવામાં આવે છે. આ સ્મારક પથ્થરના ૩૬પ થાંભલાઓની પરિક્રમાથી ઘેરાયેલું છે.

હવાઈ માર્ગે- સૌથી નજીકનું હવાઈ મથક અમદાવાદ ખાતે આવેલું છે.

રેલવે માર્ગે- સૌથી નજીકનાં રેલવે સ્ટેશનો ગાંધીનગર અને અમદાવાદ ખાતે છે.

બસ માર્ગે- રાજય માર્ગ પરિવહનની બસો અને ખાનગી લકઝરી કોચ ગુજરાતનાં જુદાં જુદાં સ્થળોને જોડી આપે છે.

યાત્રીઓ માટે પોલીસ વ્યવસ્થા -- અહીં અક્ષરધામ ખાતે પોલીસ તેમ જ બોર્ડર વિંગના જવાનો તથા એસ.આર.પી.ના જવાનો સતત તહેનાત રહે છે. આ ઉપર મંદિર તરફથી પ્રાઈવેટ સિક્યોરિટી સેવા પણ ઉપલબ્ધ છે.

સંપર્ક કરવા માટે પોલીસ સ્‍ટેશન નંબરો --
 

સેકટર ર૧

૦૭૯-ર૩રર૧૦ર૧ , ૦૭૯- ર૩રપ૩૬ર૧

 

જિલ્લા પોલીસ કંટ્રોરૂમ

૦૭૯- ર૩ર૧૦૯૧૪, ૦૭૯-ર૩ર૧૦૯૦૬

ADALAJ VAV

Innocuous looking exterior to the Well. As you enter the complex this is all that you see made my host wonder! Built in 1498 by Ruda, wife of Vaghela Chief Virasimha. The octagonal shaft is 5 storied, spiral staircases on western and eastern sides. As you shall see Adalaj is richly carved, every pillar & wall surface covered with leaves & flowers, birds & fishes and friezes of ornamental designs. The entire structure is in stone. It made me wonder how must have workers taken the stone down 5 levels and then worked upon them, some workmanship!

Entrance to the Vav. As you move down each storey it gets cooler and cooler The entire Vav is split into 5 levels, you have to go down by steps. Alongside the walls & pillars are richly carved as you shall see later. This picture shows the starting point to the five levels. At the top of the picture you can see gaps between stone. Each gap represents moving down to a lower level, which you can see in the lower part of this picture too. Suns rays come through the gaps between the stone

The earlier picture showed you the top from the entrance side. This one from the opposite side shows you the length of the Vav and how it looks from top. The octagonal structure is the main well, which has five storeys below. Its interiors you shall see later. The plan was to build a temple on the top of this structure but the Vaghela Chief was defeated by a Muslim invader who told the ex-ruler's wife Ruda that he would help her complete the Temple provided she married him. She preferred Sati (to die) instead.

pilar

One of the pillars.

As you enter level one to your right is a Ambaji ka Mandir.

Next to that is a Yantra carving.

These are 9 kalashes on one of the sidewalls

This door on the second floor has a panel (above door falling in shadow) showing the nine planets.

Clicked from level one this picture shows you a series of pillars from beginning to the end of the Vav. At the far end you can see the steps that are the entrance to the Vav. Below the pillar that you see right in front is the well. All around the well on every floor is a balcony supported by nine pillars. Between two floors on all sides are these intricately carved pieces of stone as you can see right in front of you.

Clicked from the entrance side it shows a series of pillars, gap between two pillars represents a drop in storey ending in the well.

A closer view of the carvings between two floor balconies as explained in the last but one slide

Part of the five storeyed structure clicked from the well i.e. lowermost point. Note the pillars and how they support the entire structure.

Clicked from the top is the well at the bottom and balconies surrounding it.

યાત્રીઓ માટે પોલીસ વ્યવસ્થા -- અંહી અડાલજની વાવ ખાતે પોલીસ ના જવાનો તથા હોમગાર્ડ તેમ જ ગ્રામ રક્ષક દળ દ્વારા બંદોબસ્ત રાખવામાં આવે છે. આ ઉપરાંત પોલીસ સ્‍ટેશન થી જરૂરીયાત મુજબ પોલીસ ફોર્સ ફાળવવામાં આવે છે.

સંપર્ક કરવા માટે

પોલીસ સ્‍ટેશન

નંબરો --

 

અડાલજ પોલીસ સ્‍ટેશન

૦૭૯-ર૩૯૭૧૩૩પ

 

જિલ્લા પોલીસ કંટ્રોરૂમ

૦૭૯- ર૩ર૧૦૯૧૪, ૦૭૯-ર૩ર૧૦૯૦૬