પોલીસ અધિક્ષક, ગાંધીનગર
http://www.spgandhinagar.gujarat.gov.in

પોલીસ રક્ષણ આપવા સબંધી

6/20/2025 11:09:26 PM

 

  • કોઈપણ વ્યક્તિ કે જનસમુદાયને અસામાજિક, તત્વો, માથાભારે ઈસમો, બાળાઓનાં અપહરણ સંબંધી ધમકીઓ, ગર્ભિત ધમકીઓ, મોટી રકમ લઈને મુસાફરીના કિસ્સાઓમાં જન સમુદાય કે વ્યક્તિની, જાનમાલની રક્ષા માટે પોલીસ રક્ષણની માગણી કરવામાં આવે છે. તેવા કિસ્સાઓમાં યોગ્તા પ્રમાણે જરૂરી અટકાયતી પગલાં લેવામાં આવે છે. પરંતુ તેનાથી હિત સરતું ન હોય તો સ્વખર્ચે પોલીસ રક્ષણ આપવામાં આવે છે.

  • પાકના ભેલાણ થતો અટકાવવા ધોડેસ્વાર પોલીસ દ્વારા પાક રક્ષણ આપવામાં આવે છે.

  • રાષ્ટ્રીય બેન્કોમાં તેમની માગણી મુજબ બેન્ક ગાર્ડ, ટ્રેઝરી ગાર્ડના સ્વરૂપમાં પોલીસ રક્ષણ આપવામાં આવે છે.

  • કોમી બનાવોના કિસ્સામાં લધુમતી કોમની ભોગ બનનાર વ્યકિતઓને પૂરતું રક્ષણ આપવામાં આવે છે.

  • સરકારશ્રીએ તાજેતરમાં જ સૂચન કરેલ છે. કોઈપણ વ્યક્તિ મોટી રકમ લઈને મુસાફરી કરતી હોય અને પોતે રક્ષણ માગે તો તેને વિના મૂલ્યે પોલીસ રક્ષણ પૂરું પાડવું.

  • જમીન મકાનના પ્રશ્નોમાં પોલીસ રક્ષણની માંગણી ગુણવત્તા અને ન્યાયિક બાબતોમાં યોગ્ય જણાય તો પોલીસ રક્ષણ આપવું.

  • પોલીસ રક્ષણ માટે જિલ્લા વહીવટી શાખામાં અરજી આપી તે સબંધી જિલ્લા પોલીસ અધીક્ષકશ્રીને જરૂરી પૂરતા પુરાવાઓ આપી પોલીસ રક્ષણ સ્વખર્ચે મેળવી શકાય છે.