પોલીસ અધિક્ષક, ગાંધીનગર
http://www.spgandhinagar.gujarat.gov.in

પોલીસ ભરતી સંબંધી

6/20/2025 11:31:46 PM

પોલીસ ભરતી સબંધી પ્રક્રિયા સચીવશ્રી, ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત આપી અરજીઓ મંગાવી જિલ્લા પોલીસ મુખ્ય મથક ગાંધીનગર ખાતે ઉમેદવારની શારીરિક તેમ જ બૌદ્ધિક કસોટી લેવામાં આવે છે.
પોલીસ ભરતી માટે હાલના સંજોગોમાં મોટા પ્રમાણમાં ઉમેદવારો આવે છે. પરંતું અગાઉથી તેમને લાયકાત શારીરિક ચકાસણી, તેમ જ કસોટી અંગની પૂર્વ માહિતી અથવા જાણકારી ન હોવાના કારણે પૂરતા પ્રમાણમાં તૈયાર ઉમેદવારો મળી શકતા નથી.

પોલીસ ભરતી માટે લાયકાત તથા વિગતોની માહિતી.

  • લાયકાત - ધોરણ ૧૦ કે તેથી વધુ અભ્યાસ પાસ હોવા જોઈએ.

  • વય મર્યાદા - ૧૮ વર્ષથી વધુ અને રર વર્ષ ઓછી ( સરકારશ્રીના ઠરાવ નં.સી.આર.આર./૧૧૮પ/ગ-ટ તા.૦૮/૦૩/૯૬ અન્વયે ઉપલી વય મર્યાદામાં ત્રણ વર્ષની છુટછાટ ) હોવી જોઈએ.

  • શારીરીક લાયકાત - ઊંચાઈ ૧૬ર સેમી ( અનુ/જનજાતિ માટે ૧પ૭ સેમી) છાતી ૭૭ સેમી ફુલાવ્યા વગર ૮ર સેમી ફુલાવેલી ( પ સેમી છાતી ફુલાવવી ફરજિયાત) દોડ ૧૬૦૦ મીટર છ મિનિટમાં ઊંચો કૂદકો - ૪ ફુટ રસ્સા ચઢાણ - દીવાલ ચઢવી (ઓબસ્ટેકલ)

  • વિશેષ લાયકાત - ટાઈપિંગ, કોમ્પ્યુટર, આઈ.ટી.આઈ., ડિપ્લોમાં, ડ્રાઈવિંગ, ઈલેક્ટ્રિકલ, સ્પોર્ટસ, સુથારીકામ, રંગકામ, કડિયાકામ, લુહારીકામ, સંગીત વાજિંત્ર વિગેરે.

મહિલા પોલીસની ભરતી

  • ઉંમર - ૧૮ વર્ષથી ઓછી નહીં. ૩૦ વર્ષથી વધુ નહીં. (ત્રણ વર્ષની છુટછાટ તેમ જ અનુ/જનજાતિ માટે પ વર્ષની છુટછાટ)

  • શૈક્ષણિક લાયકાત - એસ. એસ. સી. પાસ

  • શારીરિક લાયકાત - ઊંચાઈ ૧પ૦ સેમી ( અનુ/જનજાતિ માટે પ વર્ષની છુટ ) વજન ૪પ કિલો, દોડ ૬૦૦ મીટર ૪ મિનિટ, ઊંચો કુદકો ૩|| ફુટ, લાંબો કુદકો ૧૦|| ફુટ

ભરતી સબંધી વધુ માહિતી માટે જિલ્લા પોલીસ અધીક્ષકની કચેરી ગાંધીનગરની શિટ શાખામાં સિનિયર કારકુનનો સંપર્ક સાધવો.