પોલીસ અધિક્ષક, ગાંધીનગર
http://www.spgandhinagar.gujarat.gov.in

ઉપસંહાર

6/21/2025 12:35:56 AM

આ નાગરિક અધિકાર પત્ર દ્વારા અમે જિલ્લાની પ્રજાને પોલીસ પાસેના પોતાના અધિકારો અને પોલીસ પ્રજા અને પ્રજા પોલીસ સમન્વય તેમ જ પોલીસનો પ્રજા સાથેના વ્યવહાર તેની કાર્ય પદ્ધતિનો પૂરેપુરો ખ્યાલ આવે તે હેતુસર મુદ્દાવાર આપવામાં આવેલ છે. પોલીસની એક નમૂનેદાર પ્રતિભા સમાજમાં ઊભી કરવાનો અભિગમ કેન્દ્રમાં રાખી આ પ્રયત્ન કરવામાં આવેલ છે.

એવી પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે કે પો.સ્ટે. માં બેસતા ઈન્ચાર્જ અધિકારી પછી તે નાનામાં નાનો પોલીસ કોન્સ્ટેબલ હોય કે ઉચ્ચ અમલદાર તેમણે કોઈપણ વર્ગમાંથી આવતા નાગરિકની અરજી રજૂઆત કે ફરિયાદ ઉપર જરૂરી ન્યાયિક તપાસ આદરી સાચા અર્થમાં પ્રજાનો હમદર્દ બની રહે તે જ ગુણવત્તાવાળો પોલીસ હોય છે.

આ અધિકારપત્રમાં પદ્ધતિસરની પોલીસની કાર્યદક્ષતાની ગુણવત્તા સબર માહિતી સમગ્ર રીતે એકઠી કરી જેમાં નાકાબંધી, ગુનાનો ભોગ બનનારને ઝડપી મદદ ફરિયાદનું પૃથક્કરણ અને પોલીસ અને સ્થાનિક પ્રજા વચ્ચેના સમન્વય તેમ જ પોલીસની અસરકારકતા વાર્ષિક તપાસણી દ્વારા કરવામાં આવશે. આમ સિટીઝન ચાટૅરને પરિપૂર્ણ કરવાનો અમારો પ્રયાસ રહેલ છે.