પોલીસ અધિક્ષક, ગાંધીનગર
http://www.spgandhinagar.gujarat.gov.in

સાફલ્યગાથા

6/4/2020 10:06:33 PM

તા ૪/૧/૧૬ થી તા ૧૦/૧/૧૬ દરમ્યાન કરેલ સારી કામગીરીની માહીતી   ગાંધીનગર જીલ્લો

---------------------------------------------------------------------------------------------------------------------------------

(૧) પો.ઇન્સ અડાલજ નાઓએ તા.૪/૧/૧૬ ના અડાલજ બાલાપીર સર્કલ પાસેથી વાહન ચેકીંગ દરમ્યાન ટ્રાફીકના માણસો સાથે વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડની બોટલ તથા બિયર ટીન નંગ-૨૦૦૪ કિરૂ.૩,૭૮,૬૦૦/- તથા સ્ટીલના એલ્બા ૬૦૦ કિલો વજનના કિરૂ.૧૨૦૦૦/- તથા પીકઅપ ડાલુ જેનો રજી.જીજે-૦૧-ડેયુ-૬૯૩૮ કિરૂ.૨,૦૦,૦૦૦/- તથા રોકડ રૂ.૫૩૦૦/- મળી કુલ કિરૂ.૫,૯૮,૪૦૦/- ના મુદામાલ સહીત બે આરોપીઓને પકડી અટક કરી પ્રોહી .ગુર.નં.૧૨/૧૬ પ્રોહી કલમ ૬૬બી, ૬૫એ.ઇ, ૧૧૬બી, ૮૧,મુજબનો ગુનો દાખલ કરેલ છે.

(ર) પો.ઇન્સશ્રી  ગઇ તા. //૧૬ ના રોજ એલસી.બી ને મળેલ માહીતી પેટ્રોલીગ રદમ્યાન  આદિવાડા તરફથી એક શંકાસ્પદ મો.સા લઇ ને આવતા ઇસમ જીજ્ઞેશ સુરેશભાઇ પટેલ રહે. મકાન નં ર૩૮, ડબલડેકર સેકટર-ર૪ ગાંધીનગર વાળા ને રોકી પુછપરછ કરતા તેણે આ  હીરોહોન્ડા સી.ડી-૧૦૦ ડીલક્ષ મો.સા સાતેક દિવસ અગાઉ સેકટર-ર૩ કડી સ્કુલ પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ જે આધારે સદરી વિરુધ્ધ સીઆર.પી.સી ૪૧()ડી તથા ૧૦ર મુજબ કાયદેસર  કાર્યવાહી કરી કઃ-૧૯-૩૦ વાગે અટક કરી સેકટર-ર૧ પોસ્ટે. ને સોપવામાં આવેલ છે.

            ગઇ તા. ૭/૧/૧પ ના રોજ પેટ્રોલીગ દરમ્યાન સરગાસણ ગામ ની સીમ પોર ગામ તરફ વુદાવન વાટીકા ના કંન્સ્ટ્રકશન નું કામ ચાલતુ હોવાથી જયા ચેકીગ હાથ ઘરતા આ સાઇટ ના કોન્ટ્રાકટર નિલેષભાઇ પ્રહલાદભાઇ પટેલ રહે. યુનિવર્સીટી અમદાવાદ વાળાએ પોતાની સાઇટ પર કામ કરતા મજુરો અંગે જાહેરનામાં માં જણાવેલ પરીશીષ્ટ એ મુજબ નું રજીસ્ટર નિભાવેલ નથી અને આ બાબતે સ્થાનિક પોલીસ ને પણ જાણ કરેલ નહી હોવાનું ધ્યાને આવતા નિલેષભાઇ પ્રહલાદભાઇ પટેલ વિરુધ્ધ ઇ.પી.કો  કલમ-૧૮૮ મુજબ ઇન્ફોસીટી પો.સ્ટે. ખાતે ફરીયાદ આપેલ છે.  ઇન્ફોસીટી પોલીસ સ્ટેશન સે. ગુ.ર.નં ૬/૧૬ ઇ.પી.કો કલમ- ૧૮૮ મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

         ગઇ તા. પ/૧/૧૬ ના રોજ પ્રોહી ડ્રાઇવ અનુસધાને એલ.સી.બી ના માણસોએ અડાલજ પો.સ્ટે. ની હદમાં આવેલ કોટેશ્વર ગામે પ્રોહી અંગે રેડ કરી ઠાકોર બચુજી જામાજી રહે. કોટેશ્વર નાઓની દેખરેડ હેઠળ ના વોશ ભરેલ ૪૦ પીપ તથા ૬ ડબ્બા મળી કુલ ૮૦૯૦/- લીટર વોશ કિ.રૂ ૧૬૧૮૦/- નો પ્રોહી જથ્થો પકડી પાડેલ અને આરોપી હાજર મળી આવતા તેના અડાલજ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં ૧૩/૧૬ પ્રોહી કલમ--૬પ એફ મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ છે. 

            તા.//૧પ ના રોજ એલ.સી.બી ના માણસો ગાંધીનગર વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા દરમ્યાન તેઓને મળેલ માહીતી આધારે ગઇ તારીખ---//૨૦૧૬ નાં રોજ રાંધેજા ગામેથી એક હોન્ડા મોટર સાયકલ નંબર-જીજે-૧૮-સી-સીડી-૨૯૮૮ નું તથા ક-૭ ચોકડી નજીક માં આવેલ ઓમ આનંદ મસાલા ની દુકાન માં ગલ્લો તોડી તેમાં થી રૂ.૩૫૦૦૦/-ની ચોરી કરનાર ઇસમ પ્રકાશ ઉર્ફે કાળીયો બલરાજભાઇ પરમાર ઉ..૧૯ રહેવાસી-હાલમાં રાધેજા ગામ વણકરવાસ તા.જીલ્લો-ગાંધીનગર મુળ વતન-ગામ મદ્રોપુર ગામ પરમાર વાસ સિતળા માતાના મંદિર ની સામે તા-ખેરાલુ જી.મહેસાણા વાળા ને રાંધેજા ચોકડી પાસેથી પકડી પાડેલ. આ ઇસમ ની વધુ પુછપરછ કરતા તેણે ઉપરોકત ગુન્હાઓ કરેલાની કબુલાત કરેલ.    ઉપરોકત ઇસમ વિરુધ્ધ બાઇક ચોરી અંગે પેથાપુર પો.સ્ટે.  ફ. ગુ.ર.નં ર/૧૬ ઇ.પી.કો કલમ-. ૩૭૯ તથા ક-૭ પાસે થી  મસાલાની દુકાન તોડી રૂ. ૩પ૦૦૦/- ની ચોરી કર્યા બાબતે સેકટર-ર૧ પો.સ્ટે. ફ. ગુર..નં ૪/૧૬ ઇ.પી.કો કલમ- ૩૮૦. મુજબ નો ગુન્હો દાખલ થયેલ હોઇ જે બાબતે આરોપી ને પકડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

(૩) તા ૬/૧/૧૬ ના રોજ પો.ઇન્સ કલોલ શહેર નાઓને મળેલ  બાતમી આધારે મોજે કલોલ ટાઉન ઉદરવાસના નાકે બાવળની જાડી જાહેરમાં જેગાર રમતા  આરોપી (૧)  મનીષ ઉર્ફે મની રમેશભાઇ વાલ્મીકી  રહે. બત્રીસ કવાટર્સ ગાયનો ટેકરો કલોલ તા-કલોલ (૨) રણજીત દીલીપભાઇ વાલ્મીકી (ભંગી) રહે. બત્રીસ કવાટર્સ સર્વોદયનગર કલોલ તા-કલોલ (૩)  ફીરોજ નાસીરભાઇ સૈયદ  રહે. પાનસર ચોકડી પાસે બાગ્લાદેશી છાપરા કલોલ તા-કલોલ (૪)  દશરથજી ચંદુજી ઠાકોર રહે. ઉદરવાસ પાનસર ચોકડી પાસે કલોલ તા-કલોલ (૫)  રાજુજી ચંદુજી ઠાકોર રહે. ઉદરવાસ પાનસર ચોકડી પાસે કલોલ તા-કલોલ નાઓને રોકડ  રૂપીયા ૫૦,૫૦૦/- તથા મોબાઇલ નંગ-૪ કિ.રૂ.૨૦૦૦/- તથા ગંજીપાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/- કુલ મળી કિ. રૂ. ૫૨,૫૦૦ સાથે પકડી કલોલ પો.સ્ટે.સે.ગુ.ર.નં.૪/૧૬ જુગારધારા કલમ ૧૨ મુજબ  નો ગણનાપાત્ર કેસ શોધી કાઢી સારી કામગીરી કરેલ છે

(૪)  પોઇન્સશ્રી સાંતેજ નાઓને મળેલ બાતમી તા ૮/૧/૨૦૧૬ ના રોજ મોજે જાસપુર ટેબાવાળા વાસમાં , મંદીરની નજીકમા, ખુલ્લી જગ્યામાં જુગારની રેઇડ કરી (૧) અરવિંદજી વિહાજી ઠાકોર રહે. સબાસપુર તા.કલોલ (૨) અશોકજી જયંતીજી ઠાકોર રહે. જાસપુર તા.કલોલ (૩) પ્રતાપજી ભેમાજી ઠાકોર રહે. ખોડીયાર ગામ તા.દસક્રોઇ જી.અમદાવાદ (૪) રાજુજી ભીખાજી ઠાકોર રહે. જાસપુર તા.કલોલ નાઓ  ભેગા મળી પોતાના અંગત ફાયદા સારૂ ગંજીપાના વડે હાર જીતનો જુગાર રમી રમાડતા રોકડ રકમ રૂ.૧૩૦૫૦/- પકડી સાંતેજ પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં – ૦૬/૨૦૧૬ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોધી કાયદેસર કાર્યવાહી કરેલ

(૫) પો.સબ ઇન્સશ્રી ડભોડા નાઓને મળેલ બાતમી તા ૩/૧/૧૬ ના રોજ મળેલ બાતમી આધરે  મોજે રણાસણ સર્કલ ગામે જુગારની રેઇડ કરી  ૧૪ આરોપી  પોતાના અંગત ફાયદા સારૂ પૈસા પાનાથી હારજીતનો જુગાર રમી રમાડતા રેઇડ દરમ્યાન  અટક કરી દાવ ઉપરથી ૮૫૦/- રૂપીયા તથા અંગજડતીમાંથી મળેલ રોકડ૮૩૧૦૫/- રૂપીયાતથા મોબાઇલ નંગ-૧૮  કિ.રૂ.૯૬૦૦/- અને વાહનોના ૬,૭૦,૦૦૦/- રૂપીયા તથા પાના પત્તા નંગ ૧૦૪ કિ.રૂ .૦૦/- તથા પાના પત્તા કેટના બોક્ષ નંગ-૧૦/- કિ..રૂ ૦૦/- તથા પ્લાસ્ટિકના સીક્કા નંગ- ૧૩૪ કિ.રૂ. ૦૦/-  સાથે કુલ્લે રૂપીયા ૭,૬૩,૫૫૫/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી  ડભોડા પો.સ્ટે  સે.ગુ.ર.નં.-  ૨/૨૦૧૬ જુગાર ધારા કલમ ૪, ૫ ખાતે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી કરેલ