પોલીસ અધિક્ષક, ગાંધીનગર
http://www.spgandhinagar.gujarat.gov.in

સાફલ્યગાથા

7/3/2025 6:10:30 PM

તા.૨૫/૧/૨૦૧૬ થી ૩૧/૧/૨૦૧૬ દરમ્યાન કરેલ સારી કામગીરી  ગાંધીનગર જીલ્લો

(૧) તા.૨૪/૧/૧૬ના રોજ અડાલજ પો.સ્ટે ટેલીફોન આ.નં.૭૭/૧૬ ક.૧૦/૫૫ના કામે અડાલજથી મહેસાણા તરફ જતા બ્રીજના ઉપર એક અજાણી સ્ત્રી ઉધી પડેલ છે. જે હકિકત આધારે અત્રેથી ટાઉન બીટ હેડ.કોન્સ ગીરીશભાઇ તથા પો.કોન્સ પદમસિંહ વિગેરે પોલીસ સ્ટાફના માણસો સાથે અજાણી સ્ત્રીની તપાસ કરતા તે ગુજરાતી ભાષા બોલતી હતી અને ગાંડા જેવી હતી જેને સમજાવી તેને ગાંધીનગર સી.હો.સારવાર સારૂ વુ.એલ.આર. તલ્લીકાબેન તથા વુ.એલ.આર શારદાબેન નાઓ સાથે દાખલ કરવામાં આવેલ અને ત્રણ દિવસ સુધી ગાંધીનગર સી.હો.માં સારવાર કરવ્યા બાદ વધુ સારવાર સારૂ અમદાવાદ સી.હો.લઇ જતા અમદાવાદ સી.હો.માં સદરીને દાખલ કરેલ તેની બાજુના ખાટલાવાળાઓ ઓળખી બતાવી તેના ઘરનુ સરનામુ આપતા તે જુના વાડજ ગાંધીનગર ટેકરો લીલામાંની ચાલી અમદાવાદ ખાતે રહેતી હોવાનુ અને ત્રણ માસથી અસ્થીર મગજના કારણે ઘરેથી નીકળી ગયેલ હોવાનુ જાણવા મળેલ અને તેનુ નામ કમુબેન નાનજીભાઇ દેવજીભાઇ રાઠોડ હોવાનુ જણાઇ આવેલ જેથી સદરી સ્ત્રીને તેના ઘરે તેની માંતા તથા ભાઇ ભરતભાઇ તથા હર્ષદભાઇને તેનો કબજો સોપવામાં આવેલ આમ અજાણી ગાડી સ્ત્રી નામે કમુબેનને તેના વાલીવારસોને સોપી સારી કામગીરી કરેલ છે.

(૨) તા.૨૮/૧/૧૬ના રોજ એક છોકરી નામે સાઇનાબેન બાબુભાઇ ચૌહાણ ઉવ.૨૪ રહે ૩૯ ગોકુળસોસાયટી વિજાપુર જી.મહેસાણાની અડાલજ ત્રિમંદિર ખાતેથી મળી આવેલ જેના વાલીવારસની તપાસ કરતા તેના વાલીવારસ મળી આવતા તેના ભાઇ સાઇદભાઇ બાબુભાઇ ચૌહાણને રૂબરૂમાં સોપવામાં આવેલ છે. જે અંગે સ્ટે.ડા નં.૧૮/૨૦ થી નોધ કરેલ છે.

   (૩)     પો.ઇન્સ એલ.સી.બી નાઓને મળેલ બાતમી આધારે ગઇ તા. ર૯/૧/૧૬ ના રોજ મળેલ માહીતી આધારે હિમ્મતનગર થી ચિલોડા તરફ આવતા રોડ ઉપર મહુન્દ્રા પાટીયા તથા ચિલોડા સર્કલ વચ્ચે વોચ કરી ટાટા માંઝા ઇન્ડીગો ગાડીમાં ઇગ્લીશ દારૂ તથા બીયર લઇ આવતા ઇસમો  સુનિલ ઉર્ફે રવિ ઉર્ફે કાળીયો ભરતભાઇ ગુપ્તા ઉ.વ-૩૦ રહે. એ/૯, ગુપ્તાનગર અમરાઇવાડી, અમદાવાદ તથા કૃણાલ દિપકભાઇ દલવાડી ઉ.વ-ર૭ રહે. સી/૩ર મંગલમ ટેનામેન્ટ, ઘોડાસર, અમદાવાદ નાઓ ને પકડી પાડેલ અને તેઓ પાસેથી ઇગ્લીશ દારૂ બોટલ નંગ- ૩ર કિ.રૂ ૧૯૨૦૦/- તથા  બીયર  નંગ  ૧૪૪ કિ.રૂ ૧૪૪૦૦/- તથા બે મોબાઇલ ફોન કિ.રુ ૭,૦૦૦/- તથા ઇન્ડીગો માંઝા ગાડી કિ.રૂ ૪,૦૦,૦૦૦/-  નો મળી કુલ કિ.રૂ ૪,૪૦,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ચિલોડા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં ૧૩/૧૬ ધી ગુજરાત પ્રોહી એકટ કલમ- ૬૬(૧)બી, ૬પએ.ઇ, ૧૧૬બી, ૮૧ મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ છે.  

(૪) પો.ઇન્સશ્રી માણસા નાઓને મળેલ બાતમી આધારે તા.૨૭/૧/૧૬ ના રોજ માણસા ટાઉન નવાપરા, ઠાકોર વાસ, નજીક જુગાર અમતા આરોપી (૧) રવિકુમાર દિલિપભાઈ મોચી રહે-વિજય ટાવર સામે, તા.માણસા જી.ગાંધીનગર  (૨) સિંધી રાકેશકુમાર કાળુભાઈ રહે-અલકાપુરી સોસાયટી, તા.માણસા જી.ગાંધીનગર (૩) ખોડાજી ભવાનજી ઠાકોર રહે-વિષ્ણું સિનેમાં, લેકા વાડીયા, તા.માણસા જી.ગાંધીનગર (૪) બાબુજી મગનજી ઠાકોર રહે- વાવદરવાજા બહાર વાવ વાળો વાસ, તા.માણસા જી.ગાંધીનગર નાઓ પોતાના અંગત ફાયદા સારૂ પૈસા પાનાથી હારજીતનો જુગાર રમી રમાડતા રૂ.૧૮,૩૧૦/-જુગાર રમતા પકડી પાડી માણસા સે. ૨૨/૧૬ જુ.ધા કલમ ૧ર મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ

(૫) પો.ઇન્સશ્રી કલોલ તાલુકા નાઓને તા ૨૯/૧/૨૦૧૬ ના રોજ મળેલ બાતમી આધારે ધાનોટ ગોપાલકાંટાની પાછળ આવેલ ઝાડીઓમાં જુગારની રેઇડ કરી  આરોપી (૧)હમીરજી બચુજી ઠાકોર (૨)ગોપાલજી કુંવરજી ઠાકોર બંન્ને રહે.ધાનોટ તા.કલોલ (૩)ભરતભાઇ શનાભાઇ રાવળ (૪)કાળુભાઇ કૈલાશભાઇ ભરથરી  નં.૩,૪ રહે.છત્રાલ તા.કલોલ નાઓ પોતાના અંગત ફાયદા સારૂ રમી રમતા જુગાર રમવાના ગંજુ પાના તથા અંગઝડતીમાંથી રોક. રૂ.૯૭૬૦/- તથા દાવ ઉપર થી રૂ.૫૨૦/- મળી કુલ ૧૦,૨૮૦/- ના મુદ્દામાલ સાથે પોલીસ રેઇડ દરમ્‍યાન પકડાઇ જતાં ક.તા.પો સે.ગ.ર.નં ૨૭/૨૦૧૫ જુગાર ધારા ક. ૧૨   કાયદેસર કાર્યવાહી કરેલ