પોલીસ અધિક્ષક, ગાંધીનગર
http://www.spgandhinagar.gujarat.gov.in

સારી કામગીરી

4/19/2024 10:47:03 PM

તા ૨/૫/૨૦૧૬ થી તા.૮/૫/૨૦૧૬ દરમ્યાન કરેલ સારી કામગીરીની માહિતી   ગાંધીનગર જીલ્લો 

-----------------------------------------------------------------------------------------------------------------------------------   

 (૧) તા.૨/૫/૧૬ ના રોજ પોસઇશ્રી પી.સી.સરવૈયા તથા સ્ટાફના માણસોએ અડાલજ બાલાપીર સર્કલ પાસે વાહન ચેકીગમાંહતા તે દરમ્યાન જીજે ૧ ડીટી ૫૭૨૮ માંતાંબાના વાયરો વજન ૧૭૦૦ કીલો કીંમત રુપીયા ૪,૨૫,૦૦૦/- નો મુદ્દામાલ ચાલક મુજફરભાઇ સીંદભાઇ પઠાણ રહે. અમદાવાદ પાસે મળી આવતા આ મુદ્દામાલ ચોરી અગર છળકપટથી લાવેલાનુ જણાતા તેને સીઆરપીસી ક. ૪૧(૧) ડી મુજબ પકડી સદર મુદ્દામાલ તથા ગાડી કબજે કરી જે અંગે સ્ટે.ડા. એ.નં. ૦૯/૧૬ કલાક ૧૬/૪૫ થી નોધ કરેલ છે. 

૪/પ/૧૬ ના રોજ એલ.સી.બી એબસ્કવોન્ડર સ્કવોર્ડ ના એ.એસ.આઇ અશોકુમાર, હે.કોન્સ. દિલીપસિંહ, કિરીટીકુમાર, પો.કો મહીપાલસિંહ તથા પો.કો યુવરાજસિંહ વિગેરે સ્ટાફ ના માણસો દહેગામ વિસ્તારના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ પેટ્રોલીગમાં હતા દરમ્યાન સાથે ના હે.કોન્સ. દિલીપસિંહ ને મળેલ માહીતી આધારે દહેગામ પોલીસ સ્ટેશન ફ. ગુ.ર.નં ૭પ/૧પ ઇ.પી.કો કલમ- ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૮, ૧૮૬, ૩૦૭, ૩૪ર, ૩૬પ, ૩૯૭, ૩૦૬(ર) તથા એસ.સી.એસ.ટી ધારા કલમ- ૩(૧)(૧૦)  તથા ૩(ર),(પ) મુજબ ના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ જેમાં: (૧).નટવરસિંહ તખતસિંહ ચૌહાણ રહે. ગામ હરસોલી તા. દહેગામ જી. ગાંધીનગર (ર) જગતસિંહ રામસિંહ ચૌહાણ રહે. ગામ હરસોલી તા. દહેગામ જી. ગાંધીનગર (૩). રંગતસિંહ ઉર્ફે લતીફ ફતેસિંહ ચૌહાણ રહે. ગામ હરસોલી તા. દહેગામ જી. ગાંધીનગર (૪) મેલાજી વિહાજી સોલંકી રહે. ગામ હરસોલી તા. દહેગામ જી. ગાંધીનગર (પ) પ્રહલાદજી કાંતિજી ઠાકોર રહે. ગામ હરસોલી તા. દહેગામ જી. ગાંધીનગર (૬) રણજીતસિંહ પોપટસિંહ ઝાલા રહે. કડાદરા તા. દહેગામ જી. ગાંધીનગર નાઓને હરસોલી ગામે થી પકડી પાડેલ

            ગઇ તા. પ/પ/૧૬ ના રોજ એલ.સી.બી પો.સ.ઇ શ્રી વી.યુ ગડરીયા તથા તેમની ટીમ એ.એસ.આઇ કરણસિંહ, હે.કો. સંદિપકુમાર, જયવિરસિંહ, વિરભદ્રસિંહ, કિરીટકુમાર, પો.કો યજવેન્દ્રસિંહ, દિગ્વીજય વિગેરે સ્ટાફના માણસો દહેગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા દરમ્યાન સાથે ના સંદિપકુમાર તથા જયવિરસિંહ નાઓને મળેલ માહીતી આધારે નહેરૂ ચોકડી થી દેવકરણના મુવાડા જતા રોડ ઉપર એક ઇસમ અંબાલાલ ઉર્ફે બાબુભાઇ કેશાભાઇ રાવળ રહે. સુભાષનગર, રબારીવાસ નોબલનગર ની બાજુમાં છાપરામાં નરોડા અમદાવાદ મુળ રહે. નવા રાજપુર તા. હિમ્મતનગર જી. સાબરકાંઠા વાળાને એક એકસેસ સ્કુટર નં જી.જે-૧૮ સી.બી ૮૦૧૫ સાથે શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ અને એકસેસ બાબતે આધાર પુરાવા માગતા પોતાની પાસે નહી હોવાનું જણાવેલ. જેથી ઉપરોકત અંબાલાલ ને વિશ્વાસમાં લઇ ઉડાણ પુર્વક પુછપરછ કરતા પોતાની પાસે આવા બીજા સ્કુટરો અને સાયકલો હોવાની ચોકાવનારી કબુલાત કરેલ અને આ સ્કુટરો તથા સાયકલો જુદી જુદી જગ્યાએ સંતાડી રાખેલાનું જણાવેલ જેથી તેણે બતાવેલ જગ્યાએથી ચોરી કરેલ કુલ- ૧૧ એકટીવા/એકસેસ કબ્જે કરેલ અને આ સીવાય અન્ય ચાર એકટીવા પણ ચોરી કરી જુદી જુદી જગ્યાએ બિનવારસી હાલતમાં છોડી દીઘેલ, આ એકટીવા જે તે સમયે ગુન્હાના કામે પોલીસે કબ્જે કરેલાનું રેકર્ડ ખાતરી કરતા જણાઇ આવેલ છે. જેથી કુલ-૧પ એકટીવા/એકસેસ સ્કુટર તથા સાયકલ નંગ-૩૭ મળી કુલ- રૂ. ૩,૩૯,૦૦૦/-નો મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે તથા (૧). સે-૭ ફ. ૧૩૯/૧૬ ઇ.પી.કો કલમ- ૩૭૯ (ર).. સે-ર૧ ફ. ૮ર/૧૬ ઇ.પી.કો કલમ- ૩૭૯ (૩) સે-૭ફ. ગુ..ર.નં ૯૪/૧૬ ઇ.પી.કો કલમ-૩૭૯ (૪) સેકટર ૭ ફ. ૩૬૬/૧૫ ઇ.પી.કો કલમ- ૩૭૯ (૫). સે-૭ ફ. ૩૧ર/૧પ ઇ.પી.કો કલમ- ૩૭૯ (૬).સે-૭ ફ. ૩ર૩/૧પ (૭). સે-૨૧ ફ. ગુ..ર.નં ૧૮૨/૧૫ ઇ.પી.કો કલમ-૩૭૯ (૮) -૨૧ ફ. ગુ..ર.નં ૨૩/૧૬ ઇ.પી.કો કલમ-૩૭૯ (૯) ઇન્ફોસીટી ફ. ગુ..ર.નં ૧૭/૧૪ ઇ.પી.કો કલમ-૩૭૯ મુજબ ના ગુન્હાઓ હાલ શોધી કાઢવામાં આવેલ છે  તે ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના લાંભા મંદિર પાસેથી, અમદાવાદ શહેર સરદારનગર પ્રાયવેટ દવાખાના, સરદારનગર થી તેમજ સાયકલો ગાંધીનગર શહેર વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ થી ચોરી કરેલ છે તે ગુન્હાઓ પણ શોધી કાઢેલ છે.

(ર)    પો.ઇન્સશ્રી એલ..સી.બી નાઓએ ગઇ તા. ૬/પ/૧૬ ના રોજ અડાલજ પોલીસ સ્ટેશનમાં ફ. ગુ.ર.નં ૬૮/૧૬ ઇ.પી.કો કલમ- ૩૯ર, ૪૧૯, ૧૧૪, ૧૭૦ મુજબ નો ગુન્હો નોધાયેલ હતો આ ગુન્હાની હકીકત એવી છે કે, અડાલજ પો.સ્ટે. ના તારાપુર પાટીયા થી ઉવારસદ ચોકડી વચ્ચે  એક છોકરા ને એક છોકરી એ અડાલજ ઉતારી દેવા માટે બાઇક ઉપર લીફટ માંગી અને તેને લલચાવી લલચાવી અવાવરુ જગ્યાએ નાળીયામાં લઇ ગયેલ બાદ આ છોકરી એ તેના અન્ય સાગરીતોને સફેદ કલર ની કવોલીસ ગાડી નં જી.જે-૧૯ એ ૩૪પ૦ માં બોલાવેલ અને આ સાગરીતોએ બાઇક ચાલક છોકરા સાથે બોલચાલ કરી અને પોતાની ગાંધીનગર એલ.સી.બી ના માણસ હોવાની ઓળખ આપી તેને ગાડીમાં બેસાડી રૂ ૧૦,૦૦૦/- ની લુંટ કરી ઉતારી દઇ નાસી ગયેલ હતા. તા. ૭/૬/૧૬ ના રોજ પો.સઇ. શ્રી આર.એન વાઘેલા તથા એ.એસ.આઇ હજારીસિંહ, હે.કો. ભવાનસિંહ, સુરેન્દ્રસિંહ, પો.કો કેતનકુમાર એલ.સી.બી કચેરી ખાતે હાજર હતા દરમ્યાન મળેલ માહીતી આ ગુન્હો આચરનાર નરેશભાઇ અમરતભાઇ પરમાર  રહે. મારૂતિ નંદન ફલેટ રાંધેજા તા.જી. ગાંધીનગર (ર)  કુણાલ ઉર્ફે પીન્ટુ ભરતભાઇ મકવાણા રહે. સૈ-ર૪ સહયોગ એપાર્ટમેન્ટ એમ-૧૭/૧૯૯ ગાંધીનગર મળ મુળ રહે. લાડોલ તા. વિજાપુર જી. મહેસાણા તથા મહીલા સાગરીત (૩). કવિતા વા/ઓ સુરેશભાઇ કચરાભાઇ દંતાણી રહે. પુષ્પક એપાર્ટમેન્ટ સેકટર-૧૩ ગાંધીનગર નાઓ ને પકડી પાડેલ અને ઉપરોકત કવોલીસ કબ્જે કરી ઉપરોકત ગુન્હો શોધી કાઢેલ છે.

 

(૩) ટ્રાફિક પો.સ્ટે.ના અધિકારી/કર્મચારી દ્વારા તા.૦૨/૦૫/૨૦૧૬ થી તા.૦/૦૫/૨૦૧૬ સુધીની ટ્રાફિક ડ્રાઇવ દરમ્‍યાન સ્થળ પાવતી કુલ- ૩૨૭૬, સ્થળ દંડ કુલ-રૂ.૩,૪૧,૮૦૦/વસુલ કરવામાં આવેલ છે.તેમજ એમ.વી.એકટ ૨૦૭ મુજબ ૩૨ વાહન ડીટેઇન કરેલ જે સારી કામગીરી કરવામાં આવેલ છે.