પોલીસ અધિક્ષક, ગાંધીનગર
http://www.spgandhinagar.gujarat.gov.in

સારી કામગીરી

6/4/2020 11:42:53 PM

તા ૯/૫/૧૬ થી તા ૧૫/૫/૧૬  દરમ્યાન કરેલ કામગીરીની માહિતી    ગાંધીનગર જીલ્લો

---------------------------------------------------------------------------------------------------------------------------------

(૧) તા. ૮/પ/૧૬ એલ.સી.બી દવારા દહેગામ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમ્યાન ચોક્કસ મળેલ બાતમી આધારે અમરાજીના મુવાડા, સધી માતાના મંદીર નજીક  ખુલ્લી જગ્યામાં બે મારૂતી ફન્ટીમાં ચાર શંકાસ્પદ ઇસમો (૧) ચૌહાણ વિષ્ણુસિંહ રામસિંહ રહે. પાલુન્દ્રા તા. દહેગામ (૨) મહેશજી બાબુજી જાદવ રહે. ફોરોજપુર તા.જી. ગાંધીનગર (૩) રાઠોડ કાળુસિંહ તખતસિંહ રહે. પાલુન્દ્રા તા. દહેગામ (૪) રાઠોડ રણજીતસિંહ ફુલસિંહ રહે. સલુજીની મુવાડા તા. કઠલાલ જી. ખેડાવાળાઓને મારૂતિ ફ્રન્ટી કાર નં જી.જે-૧૮ એ..એ ૩ર૪૪ તથા જી.જે-૭ એ.એન પ૯૪૯ સાથે પકડી પાડેલ 

          ઉપરોકત ઇમસો ની અંગ ઝડતી માંથી રોકડ રૂ. ૭૦,૬૦૦/- તથા બંને મારૂતિ ફ્રન્ટી માંથી તથા તેમના ઘરે સંતાડી રાખેલ એલ.સી.ડી ટીવી.-૪ર ઇંચ, કોમ્પ્યુટર મોનીટર-૪ તથા સી.પી.યુ.-૪ તથા સ્પીકર, હોમ થીયેટર તથા ઇમટેશન જવેલીરી તથા મોબાઇલ ફોન તેમજ બે મારૂતિ ફ્રન્ટી કાર મળી કુલ રૂ. ર,રપ,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ.

          ઉપરોકત ઇસમો ની ઉડાણ પુર્વક પુછપરછ કરતા ઉપરોકત કોમ્પ્યુટર તથા રોડક રૂપિયા તથા ઇમીટેશન જવેલરી વિગેરે મુદ્દામાલ છેલ્લા છ એક માસમાં દહેગામ, રખીયાલ  તથા ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રાત્રી ના ઘરફોડ ચોરી કરેલ અને તે ઘરફોડ ચોરી નો મુદ્દામાલ હોવાનું જણાવેલ છે.

          ઉપરોકત બાબતે દહેગામ પોલીસ સ્ટેશન ફ. ગુ.ર.નં ૧૪૯/૧પ ઇ.પી.કો કલમ- ૪પ૪, ૪પ૭, ૩૮૦ (ર). ફ. ગુ.ર.નં ૪ર/૧૬ ઇ.પી.કો કલમ- ૪પ૭, ૩૮૦ (૩). ફ. ગુ.ર.નં ૬ર/૧૬ ઇ.પી.કો કલમ- ૪પ૪, ૩૮૦, પ૧૧ (૪). રખીયાલ પોસ્ટે. ફ. ગુર..નં ર૦/૧૬ ઇ.પી.કો કલમ- ૪પ૪, ૪પ૭, ૩૮૦ મુજબ ના ગુન્હાઓ શોધાયેલ છે.

          ઉપરોકત આરોપીઓએ દહેગામ પોસ્ટે. ની બેંક ઓફ બરોડા તથા બેક ઓફ ઇન્ડીયા માં ચોરી ની કોશીષ પણ કરેલાની પણ કબુલાત  કરેલ છે. આ આરોપીઓ નાના મોટા મળી આશરે દશેક ગુન્હાઓ કરેલાની કબુલાત કરેલ છે.

(ર)  પો.ઇન્સશ્રી અડાલજ નાઓને તા.૧૫/૫/૧૬ ના રોજ મળેલ બાતમી આધારે ફ. ગુ.ર.નં. ૭૩/૧૬ ઇપીકો કલમ ૩૯૪ ૧૭૦ મુજબના કામના આરોપી તેજારામ ઉર્ફે તેજપાલ મુલારામ ચૌધરી (શીરવી) રહે. ચાંદખેડા અમદાવાદને પકડી અટક કરી મુદ્દામાલ રીકવર કરી ગુનો શોધી કાઢેલ છે.

(૩) પો.ઇન્સશ્રી સાંતેજ નાઓને મળેલ બાતમી આધારે તા ૧૫/૫/૧૬ ના રોજ નાંદોલી ગામે પ્રોહીની રેઇ કરી આરોપી () ગોતાજી ભીખાજી ઠાકોર (૨) રાજુજી પ્રહલાદજી ઠાકોર (૩)વિષ્ણુજી ચુડાજી ઠાકોર (૪) રમેશ વાઘરી તમામ રહે નાંદોલી ગામ તા.કલોલ જી.ગાંધીનગર નાઓનના કબ્જા માંથી   માથી જુદીજુદી બ્રાન્ડની અંગ્રેજ દારૂની પેટીઓ તથા છુટ્ટી બોટલો ૭૫૦ એમ.એલ ની કુલ બોટલ નંગ- ૧૩૨ તથા ક્વાર્ટીયા નંગ ૮૬ તથા બીયર નંગ ૭૨ મળી કુલ કી.રૂ. ૮૦,૧૦૦ ના મુદ્દામાલ પકડી સાંતેજ પો.સ્‍ટે પ્રોહી.ગુ.ર.નં - ૧૨૮/૧૬ પ્રોહી કલમ ૬૬ બી, ૬૫ (એ)(ઇ) , ૧૧૬ બી, ૮૧ મુજબ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી કરેલ.

(૪) પો.સબ.ઇન્સશ્રી પેથાપુર નાઓને તા ૧૨/૫/૧૬ ના રોજ  મળેલ બાતમી આધારે મોજે  કોલવડા ગામે જુગારની રેઇડ કરી આરોપી ૧) પોપટજી રજુજી વાઘેલા(૨) ચેલાજી પોપટજી ઠાકોર (૩) ગંભીરસિંહ અમરસિહ ગઢવી (૪) મહેન્દ્રસિંહ દીપસિંહ વાઘેલા (૫)  રતનસિંહ રજુજી વાઘેલા (૬) કૌશીકભાઇ રમનલાલ પટેલ (૭) રાજુભાઇ વિઠલદાસ  પટેલ તમામ રહે. કોલવડા તા.જી.ગાંધીનગર નાઓને આ.નં. (૧) નાઓએ પોતાના રહેણાંક મકાનમાં પોતાના અંગત ફાયદા સારૂ પાના પત્તાનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી દાવ ઉપરની રોકડ રૂ.-૩૬૫૦/- તથા અંગ ઝડતીમાંથી કુલ રૂ.-૧૦૦૦૦/- રોકડ રકમ તથા મોબાઇલ નંગ-૨ કી.રૂ-૧૦૦૦/-તથા ગંજીપાના નંગ-૫૨ કી.રૂ.-૦૦/૦૦ મળી કુલ કી.રૂ.-૧૪૬૫૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ પાડી  પેથાપુર પો.સ્ટે સે.ગુ.ર.નં.૬૨/૨૦૧૬ જુગાર ધારા કલમ-૪, ૫ મુજબ  કાયદેસર કાર્યવાહી કરેલ.

(૫) ટ્રાફિક પો.સ્ટે.ના અધિકારી/કર્મચારી દ્વારા તા.૦૯/૦૫/૨૦૧૬ થી તા.૧૫/૦૫/૨૦૧૬ સુધીની ટ્રાફિક ડ્રાઇવ દરમ્‍યાન સ્થળ પાવતી કુલ- ૩૭૬૪, સ્થળ દંડ કુલ-રૂ.૪,૦૩,૨૦૦/વસુલ કરવામાં આવેલ છે.તેમજ એમ.વી.એકટ ૨૦૭ મુજબ ૨૯ વાહન ડીટેઇન કરેલ છે જી.પી.એકટ એન.સી.૫ મુકેલ છે.