હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

તા૪/૭/૧૬ થી તા.૧૦/૭/૨૦૧૬ દરમ્‍યાન ગાંધીનગર શહેર ખાતે કરેલ સારી કામગીરીની માહિતી

-------------------------------------------------------------------------------------------------------

તા.૩/૭/૧૬ ના રોજ પો.ઇન્સ એલ.સી.બી તથા સ્‍ટાફને મળેલ માહીતી આધારે સેકટર - ર૭ ખ-૭ સર્કલ નજીક એક અર્ટીકા ગાડી નં. જી.જે.ર૦.એ.૬૭૬૯ ને જડપી પાડેલ અને તેમા ઇગ્લીશદારૂ કુલ - ૧ર૦ બોટલ કિ.રૂ.૪૮૦૦૦/- સાથે કુલ-૩ આરોપીઓ જેમાં (૧). નિલેષ પ્રતાપભાઇ તુવર રહે- જેતપુર, ઝાલોદ જી. દાહોદ (ર). વૈભવ દિલીપભાઇ પુરોહીત રહે- ટાવર રોડ, ઝલોદ જી. દાહોદનો (૩) સુરેન્દ્રકુમાર ખાતુભાઇ નીનામા હાલ રહે- સુર્યનગર સોસા, પેથાપુર જી. ગાંધીનગર મુળ રહે- ખેડા તા. ઝાલોદ જી. દાહોદ વાળને પકડી પાડેલ ત્યાર બાદ તેઓની પુછપરછ કરતા તેઓએ થોડા સમય પહેલા સેકટર -ર૭ ખાતે રહેતા ભાવસંગજી ઉર્ફે રાજુભાઇ નાઓને તેઓની ફન્ટી કાર નં. જી.જે.ર.કે.૩૮૫ર માં છ પેટી ઇગ્લીશદારૂ તેમજ સેકટર - ર૯ ખાતે રહેતા પ્રશાંત ઉર્ફે પશાભાઇ પુરાણીને પણ છ પેટી ઇગ્લીશદારૂ તેઓની ફન્ટી કાર નં. જી.જે.૧૮.એ.પ૮૪૭ માં આપેલ હોવાની હકીકત જણાવેલ. જે આધારે આધારે તાત્કાલીક સેકટર-ર૭માં સોમેશ્વર સોસાયટી બ્લોક નં ૮૪૪ માં રહેતા (૧). ભાવસંગજી ઉર્ફે રાજુભાઇ વરસંગજી ઠાકોર  (ર)પુનમભાઇ વરવાભાઇ રાવળ રહે.- કોલવડા કન્યા શાળા સામે, રાવળવાસ, તા.જી. ગાંધીનગર તથા (૩). જોરૂભાઇ કાન્તીભાઇ રાવળ રહે- સે. ર૩, બ્લોક નં. ૩૭/૧, છ-ટાઇપ ગાંધીનગરવાળાને ફ્રન્ટી કાર ફન્ટી ગાડી નં. જી.જે.ર.કે.૩૮૫ર માં ઇગ્લીશ દારૂ ભરેલ બોટલ કુલ - ૭ર નંગ બોટલ કિ.રૂ. ર૮૮૦૦/-  સાથે પકડી પાડેલ. .ત્યાર બાદ એલ.સી.બી ટીમે સેકટર - ર૯ માં બ્લોક નં ર/ર ચ-ટાઇપ ગાંધીનગર ખાતે રહેતા (૧). પ્રશાંત ઉર્ફે પશાભાઇ બળદેવભાઇ પુરાણી (ર) કેતનસિંહ વિક્રમસિંહ બિહોલા રહે- પાલજ, ખાડીયાવાસ, તા.જી. ગાંધીનગર ને એક ફ્રન્ટી કાર નં. જી.જે.૧૮.એ.પ૮૪૭ માં ઇગ્લીશ દારૂ બોટલ ૭ર નંગ. ર૮૮૦૦/- સાથે પકડી પાડેલ.

        ઉપરોકત ઇગ્લીશદારૂની બોટલ કુલ નંગ- ર૬૪ કુલ કિ.રૂ.૧,૦૫,૬૦૦/-ની તેમજ ત્રણ વાહન (૧) અર્ટીકા ગાડી નં. જી.જે.ર૦.એ.૬૭૬૯ (ર).ફન્ટી કાર નં. જી.જે.ર.કે. ૩૮૫ર (૩). ફન્ટી કાર નં. જી.જે.૧૮.એ.પ૮૪૭ ની કિ.રૂ. ૬,૦૦,૦૦૦/- ની ગણી કુલ રૂ. ૭,૦પ,૬૦૦/- નો મદ્દામાલ કબ્જે કરેલ કરી આ ઇગ્લીશ દારૂ નો જથ્થો હેરાફેરી કરી આપનાર તથા લેનાર કુલ-૮ ઇસમો ને જડપી પાડી આ તમામ આરોપીઓ વિરુધ્ધ સેકટર-ર૧ પોલીસ સ્ટેશન ગુન્હો રજીસ્ટર્ડ કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

 

 

 

                તા. ૬/૭/૧૬ ના રોજ એલ.સી.બી પો.સ.ઇ શ્રી એચ. કે સોલંકી તથા અ.હે.કોન્સ રાજેન્દ્રસિંહ , રણજીતસિહ, રમેશભાઇ ,સુરેશકુમાર નાઓ પેટ્રોલીગમાં હતા દરમ્યાન કલોલ છત્રાલ પાસે આવતા હે.કોન્સ રમેશભાઇ ને મળેલ માહીતી આધારે શાલીમાર હોટલ પાસે થી એક ઇસમ અરૂણભાઇ કીશનભાઇ દંતાણી રહે ચંડીગઢ, કડી જી મહેસાણા વાળાને જુદી જુદી કંપની ના મોબાઇલ નંગ-૧૧ કિ.રૂ ૧૦૧૦૦/- મળી આવેલ જે મોબાઇલ બાબતે આધારા પુરાવા માંગતા તેણે રજુ કરેલ નહી અને ઉડાણ પુર્વક પુછપરછ કરતા આ તમામ મોબાઇલ પોતે છત્રાલ, વીસનગર, બહુચરાજી, કડી ખાતેથી ખીસ્‍સા કાપી ચોરી કરેલ હોઇ અને આ ચોરી ના મોબાઇલ પૈકી વીસનગર શહેર પો.સ્‍ટે. ફસ્‍ટ ગુ.ર.નં. ૧૩૪/૧૬ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુન્‍હો શોધાયેલ છે

(ર)  તા.૧૦/૦૭/૧૬ ના રોજ  મળેલ બાતમી આધારે અડાલજ -અંબાપુર રોડ પાસે રેઇડ કરી જુગાર રમતા સાત ઇસમોને પકડી ગંજીપાના તથા રોકડ રૂ.૧૦૧૯૦/- નો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરૂધ્ધ અડાલજ પો.સ્ટે. સે. ગુ.ર.નં. ૧૩૦/૧૬ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરેલ છે.

(3) પો.ઇન્‍સશ્રી સેકટર-ર૧ નાઓને તા૦૮/૦૭/૨૦૧૬ મળેલ બાતમી આધારે  સેકટર-૨૮ બગીચામા જુગારની રેઇડ કરતા આરોપીઓ જાહેરમા ત્રણપત્તીનો હારજીત નો જુગાર રમી રમાડી દાવ ઉપરના રૂપીયા-૫૪૦૦/- તથા આરોપીઓની અંગ ઝડતી માથી રૂપીયા-૭૧૦૦/- તથા ગંજીપાના નંગ-૫૨ કૂલ કીંમત રૂપીયા-૧૨૫૦૦/- ના મતાના મુદામાલ સાથે પકડાઇ જતાં સેકટર-૨૧ પો.સ્ટે.સે.ગુ.ર.નં-૧૨૬/૨૦૧૬ જુગારધારા કલમ ૧૨ મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 13-07-2016