હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

તા ૨૪/૧૦/૧૬ થી તા ૩૦/૧૦/૧૬ દરમ્યાન કરેલ સારી કામગીરીની માહિતી   ગાંધીનગર જીલ્લો

           તા. ર૪/૧૦/૧૬ ના રોજ એલ.સી.બી પો.સ.ઇ શ્રી એચ. કે સોલંકી તથા એ.એસ.આઇ કરણસિહ બળદેવજી બ.નં.૧૦૧૧ તથા અ.હે.કોન્સ રાજેન્દ્રિસહ જવાનસિહ બ.નં. ૨૧૯ તથા અ.હે.કોન્સ સુરેશકુમાર છાજુરામ બ.નં ૯૬૦ તથા અ.હે.કોન્સ સંદીપકુમાર મહેન્‍દ્રભાઇ બ.નં. ૫૫૫ તથા અ.હે.કોન્‍સ. રણજીતસિહ સરદારસિહ બ.નં-૮૮૬ તથા અ.હે.કોન્સ રમેશભાઇ ગોવિંદભાઇ બ.નં-૦૪ તથા અ.હે.કોન્‍સ. જયવીરસિંહ નવરસિંહ બ.નં. ૨૨૪ તથા અ.પો.કોન્સ નરેશભાઇ પરબતભાઇ.બ.ન.૫૯૯ તથા લો.ર.દિગ્‍વીજયસિંહ ફુલુભા બ.નં.૨૩૮૩ એ રીતેના પોલીસ સ્ટાફના માણસો સાથે દહેગામ વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા દરમ્યાસ સાથે ના હે.કોન્સ સંદિપકુમાર ને મળેલ માહીતી આધારે કાયદાના સંઘર્ષમાં આવેલ ત્રણ કિશોરો જેમાં (૧). ચિરાગ ઉર્ફે ખાપરો રમેશભાઇ ડોડીયા ઉ.વ.૧૭, રહે- ચંદનવાસ, દહેગામ જી. ગાંધીનગર (ર). ધવલ ઉર્ફે ખન્‍ના મહેશભાઇ જાદવ ઉ.વ.૧૬, રહે- વણકરવાસ, દહેગામ (૩). પાવન ઉર્ફે ગઠ્ઠો દિનેશભાઇ સોનારા રહે- ચંદનવાસ, દહેગામ ને દહેગામ ઔડા ના ગાર્ડનમાંથી પકડી પાડેલ અને તેઓ પાસેથી  એક ડી.વી.ડી પ્લેયર રૂ. રપ૦૦/- તથા  ચાંદીનો મુગટ નંગ-ર તથા ચાંદીના કાનના કુંડળ-૮  નંગ તથા ચાંદીની કલગી નંગ-ર મળી કુલ-૭૬૦ ગ્રામ કિ.રૂ ૩૦,૪૦૦/- મળી કુલ રૂ. ૩ર,૯૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય ની ઉડાણ પુર્વક પુછપરછ કરતા તેઓએ દહેગામ માં આવેલ બે જૈન દેરાસરોમાંથી ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ જે બાબતે દહેગામ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૧૫૩/૧૬ ઇ.પી.કો.ક. ૪૫૭, ૩૮૦ તથા દહેગામ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૧૫૬/૧૬ ઇ.પી.કો.ક. ૪૫૪, ૩૮૦ મુજબના કુલ-ર ગુન્હાઓ નોધાયેલ હોઇ જે બાબતે તેઓ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

                   ગઇ તા. રપ/૧૦/૧૬ ના રોજ એલ.સી.બી પો.સ.ઇ શ્રી કે.એ.પટેલ એ.એસ.આઇ. અશોકકુમાર તથા હે.કો. સંદીપકુમાર, જયવીરસિંહ,  દિલીપસિંહ ,પો.કો. મહીપાલસિંહ તથા દિગ્વીજયસિંહ ગાંધીનગર શહેર વિસ્તારમાં બનતા વાહનચોરીના ગુન્હાઓ સબંધે પેટ્રોલીંગમાં દરમ્યાન મળેલ માહીતી આધારે ગ- ૩ સર્કલ નજીક પથિકાશ્રમ તરફથી આવતા રોડ ઉપર થી એક ઇસમ કાનજીભાઇ લીલાભાઇ  દેસાઇ ઉ.વ-૩પ  રહે. આશાપુરા વાવના મંદિર ની ચાલી અનિલ મીલ રોડ, બાપુનગર અમદાવાદ મુળ રહે. શીણજ તા. માંડલ જી. અમદાવાદને પેશન મો.સા. નં. જી.જે.૧.જે.પી.૩૮૧૮ સાથે શંકાસ્પદ હાલત માં પકડી પાડેલ અને જે બાબતે પુછપરછ કરતા તેણે બાપુનગર ખાતે એક પાણીની ટાંકી પાસેથી ખુલ્લી જગ્યાએથી ચોરી કરેલ હોવાનું જણાવેલ અને જે બાબતે બાપુનગર પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૩૩૫/૧ર ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબનો ગુન્હો નોંધાયેલ હોઇ ઉપરોકત મો.સા ની કિ.રૂ  ર૦,૦૦૦/- ની ગણી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 05-11-2016