હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા ૨/૨/૧૫ થી ૮૯/૨/૧૫ દરમ્યફાન કરેલ સારી કામગીરીની માહીતી    ગાંધીનગર જીલ્લો

------------------------------------------------------------------------------------------------------------------

()  પો.ઇન્સશ્રી એલ.સી.બી નાઓએ ગઇ તા.૪/૨/૧૫ ના રોજ સ્ટાફના માણસો ઘ-૭ સર્કલ ( પ્રેસ સર્કલ) ખાતે સેકટર – ૨૮ તરફના કોર્નર ઉપર વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન સાયકલ લઇ આવતા પોલીસને જોઇ શંકાસ્પદ રીતે પાછો વળી જતા તેને રોકી પંચો રૂબરૂ સદરી પાસેની સાયકલ અંગે આધાર પુરાવા માંગતા કોઇ આધાર પુરાવા રજુ ન કરતા સદરી ઇસમ સાયકલ છળ કપટ અથવા તો ચોરીથી મેળવેલાની શંકા હોઇ સાયકલની કિ.રૂ. ૨,૦૦૦/- ગણી સી.આર.પી.સી. ક. ૧૦૨ મુજબ કબજે લઇ વિગવારનુ પંચનામુ કરી સી.આર.પી.સી.ક. ૪૧(૧) ડી મુજબ અટક કરી આરોપી તથા મુદ્દામાલ સેકટર – ૨૧ પો.સ્ટે. સોંપવામાં આવેલ. સદરીની પુછરપરછ દરમ્યાન છેલ્લા દોઢ થી બે માસ દરમ્યાન ગાંધીનગર ખાતે રાત્રીના સમયે જુદા જુદા સેકટરોમાંથી લોક માર્યા વગરની ખુલ્લી સાયકલોની ચોરી કરી આદીવાડા સેકટર – ૨૮ ખાતે રહેતા અલગ અલગ ઇસમોને વેચાણ કરેલાની હકીકત જણાવતા જે અંગે આદીવાડા ગામે તપાસ કરી સદરી ઇસમ પાસેથી વેચાણ રાખેલ સાયકલો રજુ કરવા જણાવતા જુદી જુદી સાઇઝની – ૨૧ સાયકલો તથા લ્યુના રજુ કરતા સી.આર.પી.સી. ક. ૧૦૨ મુજબ પંચનામુ કરી તપાસ અર્થે કબજે લીધેલ છે સાયકલ ચોરી સબંધે સે- ૨૧ પો.સ્ટે.માં ફરીયાદ થયેલ હોવાથી આગળની કાર્યવાહી સારૂ આરોપી તથા મુદ્દામાલ સે- ૨૧ પો.સ્ટે.સોંપવામાં આવેલ છે. અને સાયકલ ચોરી ના કુલ ૮ ગુન્હાઓ શોધાયેલ છે. જે આપ શ્રી ને વિદીત થાય

 

(ર) ઓ.જી.શાખા તરફથી વીકદરમ્યાન અત્રેની શાખા ધ્વારા ગાંધીનગર શહેર તેમજ કલેકટરશ્રીના જાહેરનામા ભંગ બદલના ૧૮૮ મુજબના કુલ - ૧૦ કેશો કરવામાં આવેલ છે. તેમજ એમ.વી.એકટ.કલમ ર૦૭ હેઠળ ડીટેઇન – ૬ કેશ કરવામાં આવેલ છે. તથા સ્થળ દંડ વસુલાત રૂપિયા.૪૯૫૦/- વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે

(૩) પો.ઇન્સશ્રી માણસા નાઓને મળેલ બાતમી આધારે આજોલ પાટીયા પાસે સ્વીફટ ગાડી નં જી જે ૭ એજી ૯૪૪૦માં વિદેશી દારૂની બોટલ  નંગ ૨૧૬ બોટલ તથા બીયર નંગ ૧૧૪ નો કુલ રૂ. ૭૯૨૦૦/ તથા ગાડી ની કિમત રૂ. ૨,૦૦,૦૦૦ નો રાખી રેઇડ દરમ્યાન ભાગી ગયેલ જે મતલબે માણસા પ્રોહી ૩૩/૧૫ મુજબનો ગુન્હો તા ૫/૨/૧૫ ના રોજ નોધી આરોપીની માહીતી મેળવી અટક કરી સારી કામગીરી કરેલ

(૪) પો.ઇન્સશ્રી સાંતેજ નાઓને તા.૦૪/૦૨/૨૦૧૫ ના કલાક ૧૮/૩૦ વાગે મોજે સાંતેજ શાહ એલોજ કંપનીથી નાસ્મેદ જવાના નેળીયા પાસેથી પરવેજખાન શેરમહમદ જોજો રહે.સાંતેજ તા.કલોલ વાળો ગન મેટલ (બ્રાસ પીતળ) ૧૫ કિલો કિ.રૂ.૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ ગયેલ હોય. તેને સી.આર.પી.સી. કલમ ૪૧ (૧) ડી મુજબ અટક કરી. સદર મુદ્દામાલ સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી સારી કામગીરી કરેલ છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 18-05-2015