હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૧૯/૧૦/૨૦૧૫ થી તા ૨૫/૧૦/૨૦૧૫ દરમ્યાન ગાંધીનગર જીલ્લાની સારી કામગીરીની વિગત

--------------------------------------------------------------------------------------------------------------------------------------------

(૧)   પો.ઇન્સશ્રી એલ.સી.બી નાઓએ તા. ર૦/૧૦/૧પ ના રોજ જેમાં આજરોજ શેરીસાથી ભોયણ જતા  મરૂ ગપ્પા ફેકટરી ની સામે રોડ ઉપર થી એક સી.એન.જી. રીક્ષા નં જી.જે-૧ સી.યુ. ૫૪૭૮ માં દેશી દારૂ ૧૩૬ લીટર કિ.રૂ ર૭ર૦/- નો લઇ જતો ઇસમ સમીરહુસેન અહેમદહુસેન શેખ રહે. વિશાલા સર્કલ નજીક જુહાપુરા બરફ ફેકટર ની બાજુમાં ગુડલક હોટલ ની સામે અમન રો હાઉસ મકાન નં-ર૩ અમદાવાદ વાળા ને પકડી પાડેલ અને ઉપરોકત દારૂ બાબતે પુછતા તે બોરીસણા ગામમાં રહેતા ગજીબહેન પાસે લઇ ને અમદાવાદ નારણપુરા ના રહેવાસી ટીનાબહેન ને પહોચાડવાની વિગત જણાવતા આરોપી પાસેથી ઉપરોકત રીક્ષા તથા દારૂ તેમજ રોકડ રકમ રૂ ૧૭પ૦/- ની કબ્જે કરેલ છે અને સાંતેજ પો.સ્ટે. ખાતે કાયદેસર કાર્યવાહી કરેલ છે. સાંતેજ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં ૩૪૦/૧પ પ્રોહી કલમ- ૬૬બી, ૬પઇ , ૮૧ મુજબ નો ગુન્હો રજીસ્ટર્ડ કરેલ છે.

                       ઉપરોકત રેડ બાદ બોરીસણા ગામે ગજીબહેન વા/ઓ પુંજાજી રામાજી ઠાકોર ના ઘરે રેડ કરતા દેશી દારૂ લીટર- ૧૦પ કિ.રૂ ર૧૦૦/- તથા દારૂ ગાળવાનો વોશ લીટર-૧૦૦૦/- કિ.રૂ ર૦૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ છે. ઉપરોકત ગજીબહેન તથા તેની બહેન સંતોષબહેન વા/ઓ નટુજી રામાજી નાઓ ભેગા મળી ઉપરોકત દારૂ નો ધંધો કરતા હોઇ જેઓની તપાસ કરતા તેઓ હાજર મળી આવેલ ન હોઇ જેથી કલોલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે . તા.ર૦/૧૦/૧પ કલોલ તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં ૪૧૭/૧પ પ્રોહી કલમ- ૬૬બી, ૬પ ઇ.એફ, ૮૧ મુજબ નો ગુન્હો રજીસ્ટર્ડ કરેલ છે.

             તા. રર/૧૦/૧પ ના રોજ  મળેલ માહીતી આધારે કલોલ  ના પંચવટી વિસ્તારમાં આવેલ સપ્તક સોસા. મકાન નંબર-રર માં રેડ કરી ભારત વી. સાઉથ આફ્રીકા ની ચેન્નઇમાં રમાઇ રહેલ વન ડે ક્રીકેટ મેચ માં લેપટોપ, મોબાઇલ ફોન આધારે ગ્રાહકો રાખી ક્રીકેટ સટ્ટો ચલાવતા રમણભાઇ માધવલાલ પટેલ ઉ.વ.૫૦ રહે. સપ્તક સોસા. મ.નં.૨૨ તા.કલોલ જી.ગાંધીનગર મુળ રહે.બલોલ તા.જી.મહેસાણા વાળા ને પકડી પાડેલ અને તેઓ પાસેથી  ક્રીકેટ સટ્ટા માં ઉપયોગ માં લેવાયેલ આંકડા લખેલ સાહીત્ય તથા લેપટોપ, એલ.ઇ.ડી ટી.વી., ઇન્ટરનેટ ડોંગલ તથા ર૪ નંગ મોબાઇલ, એડપ્ટર તથા અન્ય ઇલેકટ્રોનીક ઉપકરણ તથા રૂ. ૧પ,૧૩૦/- રોકડા મળી કુલ રૂ.૭૦૮૩૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ અને કલોલ તાલુકા પોલીસ સ્ટેશન સે. ગુ.ર.નં  ૨૩૩/૧પ જુગાર ધારા કલમ- ૪,પ મુજબ નો ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી કરેલ છે. 

(૨) પો.ઇન્સ ચિલોડા નાઓને મળેલ બાતમી આધારે તા.૨૨/૧૦/૨૦૧૫ ના રોજ ચિલોડા સર્કલ ખાતે એસેન્ટ ગાડી  નં જી.જે. ૧.એચ.જે. ૪૪૫૬ માંથી પરપ્રાંતનો ઇંગ્‍લીશદારૂ ની બોટલ નંગ ૨૦૪ તથા બીયરના ટીન નંગ ૭૨ મળી કુલ રૂ. ૮૮ ૮૦૦/- ના મુદામાલ પકડી ચિલોડા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. પ્રોહી.ગુ.રન-૨૧૪/૨૦૧૫ પ્રોહી એક.ટ ક- ૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧  મુજબ ગુન્હો નોધી કાયદેસર કરેલ

(૩) ટ્રાફિક પો.સ્ટે.ના અધિકારી/કર્મચારી દ્વારા તા.૧૯/૧૦/૨૦૧૫ થી તા.૨૫/૧૦/૨૦૧૫ સુધીની ટ્રાફિક  ડ્રાઇવ દરમ્‍યાન સ્થળ પાવતી કુલ- ૮૪૦ સ્થળ દંડ કુલ-રૂ.૧,૦૪,૫૭૫/- વસુલ કરવામાં આવેલ છે. તેમજ આઇ.પી.સી.૨૭૯ મુજબ ૧ કેસ તેમજ એમ.વી.એકટ-૨૦૭ મુજબ કુલ- ૧૪ વાહન ડીટેઇનની સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૪)  સાંતેજ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં – ૯૪/૧૫ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબના ગુનાના કામના આરોપી અશોકકુમાર ડમ્મપરસીંગ થાપા હાલ રહે. વડસર એરફોસૅ સ્ટેશન, ૪૭/એસ.યુ. એસ.એમ.ક્યુ. ક્વાટૅર નં – ૧૭૩/૦૨, તા.કલોલ મુળ રહે. કંડોલી, શેર ગુજ્જર થાના – સૈસપુર જી.દહેરાદુન ઉતરાખંડ વાળાને તા.૨૧/૧૦/૨૦૧૫ ના કલાક ૧૦/૩૦ વાગે પકડી અટક કરી સારી કામગીરી કરેલ છે. 

(૫) પો.ઇન્સશ્રી માણસા નાઓને મળેલ બાતમી આધારે તા ૨૫/૧૦/૧૫ ના રોજ  માણસા ટાઉનમાં જુગારની રેઇડ કરી આરોપી (૧) જયંતીભાઇ કેશાભાઇ રાવળ રહે. જામળા રાવળવાસ તા-કલોલ  (૨) રાજેશકુમાર પ્રભુદાસ પટેલ રહે.ધોળાકુવા પટેલવાસ તા-માણસા (૩) કનુભાઇ શકરાભાઇ રાવળ રહે.પરબતપુરા તા-માણસા (૪) હીતેશ રણછોડભાઇ પટેલ રહે.ધોળાકુવા શબ્દલપુરા તા-માણસા (૫) શુનીલકુમાર રમેશભાઇ પટેલ માણસા,રાણીયાપુરા,તામાણસા,જી-ગાધીનગર નાઓને જુગાર રમતા પકડી રોકડ રૂપીયા-૮૩૬૦૦ કબ્જે કરી માણસા પો.સ્‍ટે.  સે.ગુ.ર.નં. ૫૩૩/૧૫ જુગારધારા ક.૪,૫ મુજબ કાયદેસર કરેલ

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 29-10-2015