હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

તા ૧૧/૪/૧૬ થી તા ૧૭/૪/૧૬ દરમ્યાન કરેલ સારી કામગીરીની માહિતી       ગાંધીનગર જીલ્લો

-------------------------------------------------------------------------------------------------------------

(૧) પો.ઇન્સશ્રી  માણસા નાઓને મળેલ બાતમી આધારે મોજે-માણસા ટાઉન ગણેશ ગેસ્ટ હાઉસ નાં ખુલ્લા પેસેજમાં માં તા ૧૬/૪/૧૬ ના રોજ જુગારની રેઇડ કરી રોકડ રૂ.૧૪૭૩૦/- તથા મોબાઇલ નંગ-૪ કિ.રૂ-૨૫૦૦/- તથા ગંજી પાના નંગ ૫૨ કિ.રૂ. ૦૦/૦૦ મળી કુલ રૂ ૧૭૨૩૦/-ના મુદામાલ સાથે આરોપી પકડી માણસા સે. ૬૧/૧૬ જુ.ધા કલમ ૧ર મુજબનો ગુન્‍હો તા. ૧૬/૦૪/૨૦૧૬ ના રોજ દાખલ થયેલ છે.  

(ર) પો.ઇન્સશ્રી કલોલ શહેર નાઓને મળેલ બાતમી આધારે મોજે કલોલ ટાઉનમાં રેલ્‍વેપુર્વ આઝાદનગર ખાતે તા ૧૫/૪/૧૫ ના રોજ પ્રોહીની રેઇડ કરતા આરોપી વોન્‍ટેડ નાગજી ભાટી રહે. આઝાદનગર રેલ્‍વેપુર્વ કલોલ તા. કલોલ જી. ગાંધીનગર વાળાએ ગે.કા. અને વગર પાસપરમિટે પરપ્રાંતિય દારૂની કુલ બોટલ  નંગ-૯૦ તથા બીયરના ટીન– ૨૪ જેની કુલ કિ. રૂ. ૨૯૪૦૦/-  નો ગે. કા. વગર પાસ પરમીટે પોતાના રહેણાંક ઘરની દિવાલની બાજુમાં વિદેશી દારૂ મળી આવતા  કલોલ શહે૨ પોલીસ સ્ટેશન  પ્રોહી ગુ.ર.નં ૮૧/૨૦૧૬ પ્રોહી કલમ ૬૬ બી, ૬૫ એ.ઇ., ૧૧૬ બી, મુજબ તા.૧૫/૪/૧૬ ના કલાક ૦૧:૩૦ વાગે કેસ નોધી કાયદેસર કાર્યવાહી કરેલ

(૩) ગઇ તા  ૧૦/૪/૨૦૧૬  ના કલાક  ૦૦/૩૦ ના  કામે  પો.સ.ઇ શ્રી વી.આર. ચૌધરી નાઓએ લેખીત  રીપોર્ટ  આપેલ  કે  ટેલીફોન આવક  નં- ૧૭૨/૨૦૧૬ તા ૯/૪/૨૦૧૬ ક. ૧૮/૧૫ વાગે નભોઇ ગામે  નર્મદા કેનાલ  પાસે  આવેલ પમ્પીગ ક્વાર્ટર ઇશ્વરભાઇ  મોહનભાઇ ઝાલાના ક્વાર્ટરમા એક  છોકરી  ક્વાર્ટરની અંદર  પુરી દીધેલ  છે  જે  આધારે  સદરી  જગ્યાએ જઇ  પમ્પીગ  સ્ટેશન મેનેજર ચેતનભાઇ રાકેશભાઇ રાવળ  ખાતે  હાજર હોઇ  તેમને  આ  બાબતે  પુછતા  તેમને  ક્વાર્ટરની  ચાવી પોતાની પાસે નહી હોવાનુ  જણાવેલ  જેથી  ,  આ ઇશ્વરભાઇ તેમની  પત્નીને  ક્વાર્ટરમાં  પુરીને   તાળુ મારી જતા રહેલ છે તેમ  જણાવેલ  હોઇ જેથી  પંચોની  હાજરીમાં  સદરી ક્વાર્ટરનુ  તાળુ  તોડી તપાસ કરતા  અંદરની  એક  છોકરી બેઠેલ  છે તેનુ નામ ઠામ  પુછતા  પોતાનુ નામ સોનલબેન મોહતભાઇ  સોમાભાઇ ચૌહાણ  રહે-  જનાવત ગામ  ચૌહાણ પુરા તા – મહેદાવાદ  જી-  ખેડાવાળી હોવાનુ જણાવેલ  અને  ક્વાર્ટર  માં  રહેતા ઇશ્વરભાઇ  મોહનભાઇ   ઝાલા   તેમના  ગામના  જ છે અને તેમની  સાથે પ્રેમ સબંધ થયેલ  અને  મિત્રતા   બંધાયેલ  અને છેલ્લા  અઢી  માસમાં  આ ક્વાર્ટરમાં તેમની સાથે  મારી   મરજીથી રાજીખુશી થી રહુ છુ તેવુ  જણાવેલ  અને  આજરોજ  ઇશ્વરભાઇ   બાબતે  પુછતા  તે  મને રોજ  મારી  મરજી  રાજીખુશીથી  ક્વાર્ટરને  બહારથી   લોક  કરી  કરી  જાય  છે.  તેવુ  જણાવેલ  અને મારા માતા  લીલાબેન   તથા કાકા રમણભાઇ   તથા  બીજા કુટુબીજનો  મારી  માહિતી  મળતા   મને તેડવા  માટે  આવેલ  છે.  જેથી  પો.સ્ટે  તપાસ  માટે   લાવેલ  છે અને  સદરી  સોનલબેન  પોતાની   રાજીખુશી થી મારા કુટુબીજનો સાથે  જવા  સહમત  છે     અને તેમની સાથે  જવા તૈયાર હોઇ  જેથી   તેમના  માતા  લીલાબેન તથા  કુટુબીકાકા   રમણભાઇ  તથા બુધાભાઇ  નાઓ  આ સોનલબેન ને  તેના  વાલીવારસને  સોપવામાં આવેલ છે 

(૪)  ગઇ તા ૧૦/૪/૨૦૧૬ રોજ    હે.કો વિરેન્દ્રસિહ  રણજીતસિહ બ.ન-  ૮૩૭ નાઓએ  ઇન્ફોસીટી  પો.સ્ટે  આવક  નં-  ૭૨૫/૧૬ તા ૧૦/૪/૨૦૧૬  ના  કામે  એક  બિનવારસી  બાળક ઉ.વ આશરે  ૬ નુ  સરગાસણ ચોકડીથી  કલાક  ૧૨/૦૦ વાગે  મળી આવેલ  જે  બાળકે  શરીરે કાળા કલરની  ચડ્ડી તથા  જુના  જેવુ ટી- શર્ટ  પહેરેલ  જે પોતાનુ  નામ  સરનામુ  બતાવતુ  ન હોય  અને મદબુધ્ધિનુ  હોય તેવુ લાગતા હોય  આ અંગે  તપાસ  કરતા  સરગાસણ  ચોકડી નજીએક  માનવ સ્મૃતિ   વિકાસ  ટ્રસ્ટ  મદબુધ્ધિ ના  બાળકોની  નિવાસી શાખામાં જઇ તપાસ  કરતા સદર બાળક  ગઇકાલ તા ૯/૪/૨૦૧૬ ના રાત્રીના  કોઇ  પણ સમયે  સંસ્થા  માંથી નીકળી ગયેલાનુ  સંસ્થાના  એટેંડર  કાળીદાસ ભગવાનદાસ  વૈષ્ણવ  રહે-  હરીનગર  વાવોલ  તા.જી ગાંધીનગર   નાઓ  જણાવતા  હોય  તેઓનુ  નિવેદન  લઇ  બાળક  સંસ્થામાં  સોપેલ  છે  

(૫) તા. ૧૦/૪/૧૬ ના રોજ એલ.સી.બી પો.સ.ઇ શ્રી વી.યુ ગડરીયા તથા એ.એસ.આઇ કરણસિંહ, હજારીસિંહ, હે.કો.સંદિપકુમાર, ભવાનસિંહ, હરીભાઇ, કિરીટકુમાર, હરપાલસિંહ, પો.કો કેતનકુમાર, દિગ્વીજયસિંહ, યજુવેન્દ્રસિંહ નાઓ એલ.સી.બી હાજર હતા દરમ્યાન મળેલ માહીતી આધારે દહેગામ ગુર્જર સિનેમા સામે આવેલ ઔડા ના બગીચામાં છ-સાત ઇસમો ભેગા થઇ પૈસા તથા સોનાની વસ્તુની લેતી દેતી કરવા બાબતે ભેગા થયેલ છે અને અંદરો અંદર રક જક કરે છે. જેથી તાત્કાલીક ઉપરોકત સ્ટાફ સાથે એલ.સી.બી કચેરી થી દહેગામ બાતમીવાળી જગ્યાએ જઇ જોતા બાતમી વર્ણનવાળા માણસો હાજર હોઇ તેઓને કોર્ડન કરી પકડી નામઠામ પુછતા જેમાં (૧). પરષોત્તમ ઉર્ફે પશો દેવાભાઇ બારોટ રહે. પુર્ણીમાંનો ઢાળ વિહત માતાના મંદિર પાછળ દહેગામ (ર). જીગર ઉર્ફે જીગો લક્ષ્મણભાઇ રાઠોડ લક્ષ્મણભાઇ રાઠોડ રહે. વણકરવાસ પરબડી ની બાજુમાં દહેગામ (૩). રવિ રાજુભાઇ સીંધી રહે. રર, અર્બુદાનગર નહેરુ ચોકડી દહેગામ જી. ગાંધીનગર  (૪). અમીત ઉર્ફે બંટી દિનેશભાઇ રાઠોડ વણકરવાસ દહેગામ જી. ગાંધીનગર (પ). કુલદિપ ઉર્ફે સાવન અનિરૂધ્ધસિંહ ઝાલા રહે. પ, અન્નપુર્ણા સોસા. જુના ટેલીફોન એક્ષ્ચેન્જની બાજુમાં સ્ટેશન રોડ, દહેગામ જી. ગાંધીનગર (૬). ચિરાગ ઉર્ફે પાંચો પુરષોત્તમભાઇ રાઠોડ રમે. વણકરવાસ, ઇસનપુર મોટા તા.જી. ગાંધીનગર તથા (૭). રાકેશકુમાર મગનલાલ શાહ રહે. સોમનાથ સોસા. અંબાજી માતાના મંદિર ની બાજુમાં પેથાપુર તથા મ.નં ર૧૪૩ ઉમીયાનગર કુમારશાળા-ર ની બાજુમાં પેથાપુર તા.જી. ગાંધીનગર ના હોવાનું જણાવેલ  ઉપરોકત ઇસમો ની વારાફરતી પુછપરછ કરી અંગ જડતી કરતા તેઓ તમામ પાસેથી કુલ-રૂ ૪,૭૦,૦૦૦/- તથા સોનાના ટુકડા તથા બિસ્કીટ નંગ-૧ કિ.રૂ ૩,૧૬,૦૦૦/- મળી કુલ રૂ. ૭,૮૬,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ તે ઉપરાંત તેઓના પાસેથી એક મરૂણ કલર ની કપડાથી થેલી માં અંબીકા જવેલર્સ લખેલ લડીસ પર્સ જેમાં તનાજી બી. કોલેકટર ના નામનુ ફોટાવાળુ પ્રેસનું આઇ કાર્ડ પણ મળી આવતા અને આ પકડાયેલ મુદ્દામાલ બાબતે સંતોષકારક જવાબ નહી આપતા એલ.સી.બી કચેરી ખાતે લાવી તેઓને વિશ્વાસમાં લઇ યુકિત પ્રયુકિત દવારા ઘનિષ્ડ અને ઉડાણ પુર્વક પુછપરછ કરતા તેઓએ ચોકાવનારી હકીકત જણાવેલ જેમાં આજથી અઢી માસ ઉપર તેઓએ આ ગુન્હાના વોન્ટેડ અજીતસિંહ રહે. પાટનાકુવા રખીયાલ સાથે ભેગા મળી પ્લાન બનાવેલ જેમાં રાકેશ મગનલાલ શાહ એ આપેલ માહીતી પ્રમાણે સેકટર-ર૧ શોપીંગમાંથી સાંજના સમયે એક સોની તથા બીજો ઇસમ તેમનુ એકટીવા લઇ જતા પીછો કરી નભોઇ કેનાલ પાસે જતા તેમની આંખમાં મરચા ની ભુકી નાખી ઉપરોકત મુદ્દામાલ ની લુંટ કરેલ અને આ લુંટેલ મુદ્દામાલ સાથે  એલ.સી.બી એ સમય સુચકતા વાપરી જડપી પાડેલ છે.      જેથી આ બાબતે જે તે સમયે ફરીયાદી શ્રી તાનાજી બિરપ્પા કોલેકર જેઓ સોનીકામ કરે છે અને તેઓની સાથે તેઓનો ભત્રીજો સંતોષ આનંદ કોલેકર પણ સાથે હતો ત્યારે આ લુંટ નો ગુન્હો ઉપરોકત ઇસમો એ આચરેલ હતો જે બાબતે તેઓ ઇન્ફોસીટી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ આપતા ફ. ગુ.ર.નં પ/ર૦૧૬ ઇ.પી.કો કલમ- ૩૯પ મુજબ ગુન્હો નોધાયેલ છે. જે ગુન્હો શોધી કાઢવામાં આવેલ છે.

(૬) કલોલ તાલુકા સે.૯૭/૧૬ જુ.ધા કલમ ૧ર મુજબનો ગુન્‍હો તા.૧૬/૦૪/૨૦૧૬ ના રોજ ક.૧૭/૩૦ વાગે દાખલ થયેલ છે જે ગુનામાં ગઇ તા.૧૬/૦૪/૨૦૧૬ કલાક.૧૭/૦૦ વાગે મોજે-પિયજ ગામની સીમ વાણીયાવાળી તલાવડી નજીક ખરાબામાં જાહેરમા ગે.કા રીતે પોતાના આર્થીક ફાયદા સારૂ પાના-પત્તાથી તીનપત્તી પૈસાનો હારજીતનો જુગાર રમી રમાડતા હોઇ પોલીસ રેઇડ દરમ્યાન રોકડ રૂ.૬૬,૪૦૦/- તથા ગંજી પાના નંગ ૫૨ કિ.રૂ. ૦૦/૦૦ મળી કુલ રૂ ૬૬,૪૦૦/-ના મુદામાલ સાથે જુગાર રમતા રેઇડ દરમ્યાન પકડાઇ ગયેલ

(૭) ટ્રાફિક પો.સ્ટે.ના અધિકારી/કર્મચારી દ્વારા તા.૧૧/૦૪/૨૦૧૬ થી તા.૧૭/૦૪/૨૦૧૬ સુધી ની ટ્રાફિક  ડ્રાઇવ દરમ્‍યાન સ્થળ પાવતી કુલ- ૪૪૨૬, સ્થળ દંડ કુલ-રૂ.૪,૪૯,૨૫૦/વસુલ કરવામાં આવેલ છે. તેમજ એમ.વી.એકટ ૨૦૭ મુજબ ૨૭ વાહન ડીટેઇન કરેલ તેમજ આઇ.પી.સી.૨૭૯-૩ કેસ તેમજ આઇ.પી.સી.૨૮૩-૧ કેસ કરેલ છે

        

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 18-04-2016