હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

તા ૧૩/૬/૧૩ થી તા ૧૯/૬/૧૬ દરમ્‍યાન ગાંધીનગર ની  સારી કામગીરીની માહીતી

તા. ૧૬/૬/૧૬ ના રોજ એલ.સી.બી પો.સ.ઇ શ્રી વી.યુ.ગડરીયા તથા એ.એસ.આઇ. કરણસિંહ,  અ.હે.કો. સંદીપકુમાર તથા જયવીરસિંહ તથા એલ.આર પો.કો દિગ્વીજયસિંહ નાઓ ગાંધીનગર વિસ્તારમાં પેટ્રોલીગ માં હતા દરમ્યાન પથીકાશ્રમ ઘ-૩ સર્કલ નજીક થી એક ઇસમ  મહેશસિંહ દિલીપસિંહ ચાવડા રહે હાલ - ગુરૂકૃપા હોસ્ટેલ, સેકટર - ૧૩, ગાંધીનગર. મુળ રહે- કાવિઠા, ચાવડા ફળી, તા. બાવળા, જી. અમદાવાદ વાળાને એક સ્પ્લેન્ડર મો.સા જી.જે.૧.ડી.એફ.૯૩૫૩ સાથે પકડી પાડેલ. આ ઇસમ પાસે મો.સા ના આધાર પુરાવા માગતા રજુ કરેલ અને અને સંતોષકારક જવાબ આપતો ન હોઇ જેથી તેની ઉડાણ પુર્વક પુછપરછ કરતા જણાવેલ કે પોતે આજથી સાતેક વર્ષ પહેલા પોતાના સબંધી કાળુભાઇ ભાઉભાઇ મસાણી રહે- બદરખા તા. બાવળા નાઓ પાસેથી લીધેલાનુ જણાવેલ. જે મોટર સાયકલ અંગે રેકર્ડે ખાતરી કરાવતા અમદાવાદ શહેર સેટેલાઇટ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૩૧/૦૯ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબના ગુન્હાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલનુ હોવાનુ જણાઇ આવેલ જેથી આ બાબતે આ ઇસમ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

                જીલ્લા મેજી. શ્રી ગાંધીનગર નાઓએ સીસી.ટી.વી. અંગે નું જાહેરનામું બહાર પાડેલ છે જેથી આ જાહેરનામા નો ચુસ્ત પણે અમલ થાય છે કે કેમ? જે બાબતે ખાતરી કરી અમલ નહી કરનાર વ્યકિત વિરુધ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી કરવા સારૂ તા. ૧૮/૬/૧૬ ના રોજ એલ.સી.બી દવારા સેકટર-રર ના મેઇન શોપીગ માં તપાસ કરતા જે દુકાનો ના માલીકો દવારા દુકાનોમાં સી.સી.ટી.વી. કેમેરા ન લગાડેલ હોય તેવી જગ્યાએ કલેકટર શ્રી ના જાહેરનામાના ભંગ બદલ કુલ ૬ ગુન્‍હા નોધવામાં આવેલ છે.

(ર) પો.ઇન્‍સશ્રી કલોલ શહેર નાઓને મળેલ બાતમી આધારે તા ૧૪/૬/૧૬ ના રોજ મોજે કલોલ ટાઉનમાં વિષ્‍ણુ સીનેમાની પાસે પ્રજાપતિ વાસમાં ધર્મેશભાઇના મકાનમાં જુગારની રેઇડ કરી   આરોપી(૧) ધર્મેશભાઇ ઉફૅ સંજય ગોવિંદભાઇ પ્રજાપતિ ઉ.વ.૩૮ રહે-પ્રજાપતિ વાસ  વિષ્ણુ સીનેમા પાછળ કલોલ હાલ રહે-૨૭, મારૂતી બંગ્લોઝ નાનુ સ્વામી નારાયણ મંદીરના પાછળના ભાગે પંચવટી વિસ્તાર કલોલ (ર) પ્રિયેનકુમાર ગોવિદભાઇ પટેલ ઉ.વ.૩૩ રહે-૧૧/૨૧૧ લક્ષ્મીનગર સોસાયટી  રાણીપ અમદાવાદ (૩) જીતેન્દ્રકુમાર વિસાભાઇ પટેલ ઉ.વ.૩૬ રહે-સઇજ ઉમીયા ચોક તા-કલોલ (૪) માણેકલાલ રણસોડદાસ પટેલ ઉ.વ.૫૨ રહે-પટેલવાસ સઇજ તા-કલોલ (૫) નટુભાઇ નારણદાસ પટેલ ઉ.વ.૫૦ રહે-સારદા સોસાયટી નાના સ્વામી નારાયણ મંદીર પાછળ કલોલ તમામ આરોપીઓ પોતાના અંગત આર્થીક ફાયદા સારૂ ગંજીપાના વડે પૈસાથી જુગાર રમી-રમાડતાં જુદા જુદા દરની ચલણીનોટો મળી રોકડ રૂ. ૫૦,૦૦૫/- તથા બે મોસા. ની કિ. રૂ. ૩૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ પ કિ. રૂ. ૮,૦૦૦/- ગંજી પાના નંગ –પર કિ. રૂ. ૦૦:૦૦/- મળી કુલ રુપિયા ૮૮૦૦૫/-ની સાથે પોલીસ રેઇડ દરમ્‍યાન મળી આવી પક ડાઇ જતાં કલોલ શહેર પો.સ્ટે. સે.ગુ.ર.નં ૧૦૩/૨૦૧૬ જુ.ધા. કલમ ૪,૫ મુજબ ગુન્‍હો નોધી કાયદેસર કરેલ     

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 02-07-2016