|
સરકારશ્રી દ્વારા સને.ર૦૦૬ના વર્ષને પ્રવાસન વર્ષ તરીકે ઉજવવામાં આવી
રહ્યું છે. વર્ષ દરમિયાન રાજયમાં
ઐતિહાસિક, પ્રવાસન અને પરંપરાગત મહત્વ ધરાવતા વિવિધ સ્થળોએ ઉત્સવો અને તહેવારોને આગવી રીતે ઉજવણીનું આયોજન કરી દેશ વિદેશથી યાત્રીઓ/પ્રવાસીઓને રાજયની મુલાકાત લેવા આમંત્રણ અને આકર્ષણ
ઊભું કરવાનું ભગીરથ આયોજન થઈ
રહ્યું છે. આ પાછળનો ઉદ્દેશ
રાજયના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો વિશ્વ સમક્ષ મૂકી વધુમાં વધુ પ્રવાસીઓને આકર્ષિત કરી પ્રવાસન વિકાસના માઘ્યમથી રાજયના ખૂણે-ખૂણામાં રોજગારીની તકો વધારી હસ્તકળા,કુટિર ઉઘોગો અને પ્રવાસન ઉઘોગને વ.ને પ્રોત્સાહિત કરવાનું છે. આ સમગ્ર આયોજનમાં
યાત્રિકો/પ્રવાસીઓની સુરક્ષા વ્યવસ્થાની ઉતમ સ્થિતનો અહેસાસ થાય અને રાજયના કોઈપણ ખૂણે યાત્રી/પ્રવાસીઓને ટેક્સિચાલક/ રિક્ષાચાલક/ફેરિયા હોટલ માલિક અને પ્રવાસન ઉઘોગ સંલગ્ન દલાલો/ભિખારીઓ કે અસામાજિક તત્વો દ્વારા કોઈપણ જાતની ગુનાખોરી કે અભદ્ર વર્તનનો પણ અનુભવ ન થાય તે માટે જરૂરી તમામ પગલાં ભરી દરેક અગત્યનાં પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓને મદદરૂપ થાય તે માટે હિન્દી અને અંગ્રેજી ભાષાના જાણકાર
તેમ જ ખાસ તાલીમ પામેલા "ટુરિઝમ પોલીસ" ની પણ પોલીસ વિભાગ મારફત વ્યવસ્થા કરવામાં આવનાર છે. ટુરિઝમ પોલીસ પ્રવાસીની મુલાકાત સલામત, સુખદાયક અને આનંદજનક બની રહે તે માટે કાર્યરત રહેશે.
ગાંધીનગર
જિલ્લા પ્રવાસન દ્વારા
જિલ્લામાં નીચે મુજબનાં સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે નક્કી કરી તેમાં જરૂરી માળખાકીય સવલતને
ઊભી કરવાનું નકકી થયેલ છે. આ પૈકી નીચે દર્શાવેલ વિગત આ સ્થળો પણ ટુરિઝમ પોલીસ યાત્રિકોને સહાયતા અને સુરક્ષા માટે હાજર રહેશે. આ ટુરિસ્ટ પોલીસ ટ્રાફિક પોલીસના ગણવેશ ઉપર ટુરિઝમ પોલીસ જેકેટ ડાબા હાથના બાવડા પર લાલ બેઝ અને બેટનથી સુસજજ નકકી થયેલ પ્રવાસન સ્થળ પરનો પોલીસ વ્યવસ્થાની વિગત નીચે મુજબ છે.
|
|
Page 1 [2] [3] |