હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

તા ૨૦/૬/૧૬ થી તા ૨૬/૬/૧૬ દરમ્‍યાન કરેલ સારી કામગીરીની માહિતી  ગાંધીનગર જી ગાંધીનગર

---------------------------------------------------------------------------------------------------------

(૧) તા.૨૬/૦૬/૧૬ ના રોજ પો.ઇન્‍સશ્રી અડાલજ નાઓને મળેલ બાતમી આધારે અડાલજ ગ્રીનવેલી પાછળ રેઇડ કરી જુગાર રમતા પાંચ ઇસમોને પકડી ગંજીપાના તથા રોકડ રૂ. ૨૬,૧૦૦/- નો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરૂધ્ધ અડાલજ પો.સ્ટે. સે. ગુ.ર.નં. ૧૨૫/૧૬ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરેલ છે.  

(ર) તા. ર૧/૬/૧૬ ના રોજ મળેલ માહીતી આધારે ઇન્દ્રોડા ગામમાં વાલ્મીકી વાસમાં રહેતા રમેશભાઇ હરીભાઇ વાઘેલા ના ઘરેડ રેડ કરી તેના ઘરમાં સંતાડી રાખેલ ઇગ્લીશદારૂ તથા બીયરનો જથ્થો નંગ- ૩૩૧ કિ.રૂ.૧,૧૪,૪૦૦/-નો પકડી પાડેલ છે.. આ દારૂ નો જથ્થો ધોળાકુવા ગામના કુખ્યાત બુટલેગર મુકેશજી ગણેશજી ઠાકોર રહે- ધોળાકુવા જી.ગાંધીનગરનાઓનો હોવાની હકીકત જણાઇ આવેલ આ બાબતે ઇન્ફોસીટી પોલીસ સ્ટેશન પ્રોહી.ગુ.ર.નં. ૧૨૨/ર૦૧૬ પ્રોહી કલમ-૬૬બી, ૬૫એઇ,૧૧૬બી,૮૧ મુજબ. નો ગુન્હો રજીસ્ટર્ડ કરેલ છે.

                તા. રર/૬/૧૬ ના રોજ એલ.સી.બી પો.સ.ઇ શ્રી વી. યુ ગડરીયા તથા એ.એસ.આઇ. કરણસિંહ , હે.કો. સંદીપકુમાર ,જયવીરસિંહ, એલ.આર. દિગ્વીજયસિંહ નાઓ એ પેટ્રોલીગ દરમ્યાન સેકટર - ૧ર ઉમીયા માતાના મંદીર પાસે થી અગાઉ વાહન ચોરી ના સંખ્યા બંધ ગુન્હાઓમાં પકડાયેલ આરોપી  અંબાલાલ ઉર્ફે બાબુ કેશાભાઇ રાવળ રહે- સુભાષનગર, રબારીવાસ, નોબલનગરની બાજુમાં, છાપરામાં, નરોડા, અમદાવાદ. મુળ રહેઃ- નવા રાજપુર, તા. હિંમતનગર, જી. સાબરકાંઠા વાળાને એક પેશન મોટર સાયકલ નંબર- જી.જે-૧૮.એ.ડી.૩૭૪પ સાથે શંકાસ્પદ હાલત માં પકડી પાડેલ અને તેની પાસે રહેલ મો.સા ની માલીકી અંગે સંતોષકારક જવાબ આપેલ નહી જેથી તેની ઉડાણ પુર્વક પુછપરછ કરતા આ મો.સા પોતે આજથી  બે માસ પહેલાં ગાંધીનગર આવેલ અને પથિકાશ્રમ બસ સ્ટેન્ડ સામે આવેલ ડોકટરની હોસ્પીટલ આગળ પાર્ક કરેલ હોઇ જેની ચોરી કરેલ જે બાબતે ખાતરી કરતા સેકટર - ૭ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧ર૯/૧૬ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબના ગુન્હો નોધાયેલ છે. આ અંબાલાલ ગત માસ દરમ્યાન પણ વાહન તથા સાયકલ ચોરીમાં પકડાયેલ હતો જેમાં તેણે  કુલ-૧પ એકટીવા/એકસેસ સ્કુટર તથા સાયકલ નંગ-૩૭ ની ચોરી કરેલ જે બાબતે કુલ- રૂ. ૩,૩૯,૦૦૦/-નો મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ હતો. બાદ તે જામીન ઉપર મુકત થઇ ફરીથી વાહન ચોરી ના ગુન્હાઓમાં સક્રીય થઇ ગયેલ છે. હાલ આ ઇસમ ને આગળની વધુ તપાસ સારૂ સેકટર-૭ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

 

        તા. ર૩/૬/૧૬ ના એલ.સી.બી પો.સ.ઇ શ્રી વી..યુ ગડરીયા તથા એ.એસ.આઇ. કરણસિંહ, હે.કો. સંદીપકુમાર ,જયવીરસિંહ તથા એલ.આર. પો.કો દિગ્વીજયસિંહ નાઓ ગાંધીનગર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન વાવોલ ફાટક પાસેથી એક ઇસમ મિતેષકુમાર કાન્તીલાલ પટેલ ઉ.વ. ૩૬ રહે હાલ - પ્રમુખ નગર, બી/૪૦૩, વાવોલ તા.જી. ગાંધીનગર મુળ - બ્રાહમણવાડા તા. ચાણસ્મા, જી. પાટણવાળાને એક એકટીવા સ્કુટર નંબર- જી.જે.પ.ઇ.આર.૩૩૮૫ કિ.રૂ ર૦,૦૦૦/- સાથે શંકાસ્પદ હાલતમાં પકઙી પાડેલ અને આ ઇસમ ની એકટીવા ના આધાર પુરાવા રજુ કરેલ નહી જેથી તે બાબતે પુછપરછ કરતા સંતોષકારક જવાબ આપેલ ન હોઇ જેથી તેની ઉડાણ પુર્વક પુછપરછ કરતા તેણે સને ર૦૧૧ની સાલમાં પોતે સુરત ખાતે પોતાના મિત્ર વિપુલભાઇ શંકરભાઇ પટેલ રહે- વરાછા, સ્વામીનારાયણ શેરી, સુરત નાઓ પાસેથી લાવેલ હોવાનુ જણાવેલ જે અંગે રેકર્ડે ખાતરી કરાવતા વરાછા પો.સ્ટે.ફ.ગુ.ર.નં. ૭૫/૨૦૧૧ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબના ગુન્હાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલનુ હોવાનુ જણાઇ આવતા આ ઇસમ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ

 

   તા. રપ/૬/૧૬ ના રોજ એલ.સી.બી પો.સ.ઇ શ્રી એચ. કે સોલંકી તથા અ.હે.કોન્સ સુરેશકુમાર છાજુરામ તથા હે.કોન્સ. રાજેન્દ્રિસહ જવાનસિહ બકલ નંબર-૨૧૯ તથા અ.હે.કોન્સ રણજીતસિહ સરદારસિહ બ.નં-૮૮૬ તથા અ.હે.કોન્સ રમેશભાઇ ગોવિંદભાઇ બ.નં-૦૪ તથા પો.કો કેતનભાઇ રમણલાલ બ.નં-૨૫૫ તથા અ.પો.કોન્સ ભૌમિકકુમાર કરણસિહ બ.નં-રર૧૮ ની ટીમ ગાંધીનગર શહેર વિસ્તાર પેટ્રોલીગમાં હતા દરમ્યાન ગાંધીનગર એસ.ટી ડેપાના પાછળના ભાગે થી રાજેશ રતીલાલ પ્રજાપતિ ઉ.વ-૩૦ રહે-હાલ રાધેજા ચોકડી રૂપાલ વાળા રોડ ઉપર કેનતભાઇ મહેશભાઇ પટેલ ના વાડામાં તા.જી-ગાંધીનગર મુળ રહેવાસી-કડાગામ અંબાજી પરૂ તા-વિશનગર જી-મહેસાણા વાળા ને એક ચોરી ના  H T C ડીઝાયર કંપની નામોબાઇલ કિ.રૂ ૧૦,૦૦૦/- સાથે પકડી પાડેલ. આ ઇસમ પાસે આ મોબાઇલ ના આધારા પુરાવા માગતા તે ગલ્લા તલ્લા કરી સંતોષકારક જવાબ આપેલ નહી જેથી તેની ઉડાણ પુર્વક પુછપરછ કરતા આ પાંચેક મહિના ઉપર પોતા ને પથિકાશ્રમ શર્કલ પાસે થી સાંજના સાડા છ એક વાગ્યા ના સમયે મળેલ હોવાનું જણાવતેલ જે આધારે સેકટર-૭ પો.સ્ટે. તપાસ કરતા ફર્સ્‍ટ ગુ.ર.નં ૪૧/૨૦૧૬ ઇ.પી.કો કલમ-૩૭૯ મુજબનો ગુન્હા માં ચોરીમાં ગયેલ હોવાનો ગુન્હો નોધાયેલ છે. જેથી ઉપરોકત  રાજેશ રતીલાલ પ્રજાપતિ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરી સેકટર-૭ પો.સ્ટે. માં ઉપરોકત ગુન્હાના કામે સોપવામાં આવેલ છે.           

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 02-07-2016