તા ૩/૧૦/૧૬ થી તા ૯/૧૦/૧૬ દરમ્યાન કરેલ સારી કામગીરીની માહિતી ગાંધીનગર જીલ્લો
(૧) પો.ઇન્સશ્રી સેકટર-ર૧ નાઓને મળેલ બાબતમી આધારે તા-૦૭/૧૦/૨૦૧૬ ગાંધીનગર સેકટર-૧૬ ક્રાફટ બજારની પાછળ ખુણાઉપર જાહેરમા જુગાર રમતા પાંચ આરોપી પકડી રોકડ રૂપીયા-૨૫,૮૦૦/- તથા આઇસરની કિંમત રૂપીયા-૨,૫૦,૦૦૦/- મળી કૂલ રૂપીયા- ૨,૭૫,૮૦૦/નો મુદ્દામાલ પકડી સેકટર-૨૧ પો.સ્ટે. સે.ગુર.ન.૧૬૮/૨૦૧૬ જુગારધારા કલમ ૧૨ મુજબ કાયદેસર કરેલ
(ર) ગઇ તા. ૩/૧૦/૧૬ ના રોજ ગાંધીનગર એલ.સી.બી એબસ્કવોન્ડર સ્કવોર્ડ ના માણસોએ પેથાપુર પોલીસ સ્ટેશન ફ. ગુ.ર.નં ર૮/૧૧ ઇ.પી.કો કલમ-૩૦૭ મુજબ ના કામે સજા પામેલ કેદી દશરથજી જવાનજી ઠાકોર રહે. કોલવડા પગીવાસ વાળાને કોલવડા આદરજ રોડ ઉપર થી પકડી પાડી કાયદેસર કરેલ
(૩) ગઇ તા. ૬/૧૦/૧૬ ના રોજ એલ.સી.બી એબસ્કવોન્ડર સ્કવોર્ડ ના માણસોએ કચ્છ (પશ્ચિમ) ભુજ નખત્રાણા પો.સ્ટે. ફ. ગુ.ર.નં ૧૩૩/૧૪ ઇ.પી.કો કલમ- ૩૬૩, ૩૬૬, ૧૧૪ મુજબ ના કામે નાસતા ફરતા આરોપી પવનભાઇ નાથુભાઇ ચૌહાણ રહે. ચાંદલોડીયા અમદાવાદ મુળ ગામ બદેડા તા. મહેગામ જી. ભીંડ મધ્યપ્રદેશ ને ગાંધીનગર પથિકાશ્રમ એસ.ટી ડેપો થી પકડી પાડી કાયદેસર કરેલ
(૪) ગઇ તારીખ ર૬-ર૭/૯/૧૬ નારોજ કલોલ તાલુકા પો.સ્ટે. ની હદના સઇજ ગામે આવેલ સિધ્ધનાથ મહાદેવ મંદિરના મહંત શ્રી દિલીપગીરી ગુરૂ કૈલાશગીરી તથા મંદિર માં સેવા પુજા કરતા સાધુ ઇશ્વરવન નું કોઇક ઇસમો ને તિક્ષ્ણ હથિયારો થી ઇજાઓ કરી મોત નિપજાવેલ અને મહંતશ્રી ની અલ્ટો કાર નં જી.જે-૧૮ એ.એમ ૯૩૮૪ ની લુટ કરી લઇ નાસી ગયેલ જેથી આ બાબતે કલોલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફ. ગુ.ર.નં ૧ર૦/૧૬ ઇ.પી.કો કલમ- ૩૦ર, ૩૯૭, ૩૪ તથા જી.પી.એકટ કલમ- ૧૩પ મુજબ ગુન્હો વણશોધાયેલ જે ગુન્હામાં મહારાષ્ટ્ર ખાતે તપાસમાં જઇ માહીતી આધારે પ્રદીપ ઉર્ફે દેવીપ્રસાદ ઉર્ફે દેવીદીન સ/ઓ કામતામિશ્રા રહે. હરદોખર તા.ઉચેહરા જી. સતના તથા દીપક સ/ઓ પન્નીલાલ ગૌત્તમ રહે. મીરગૌતી તા.ઉચેહરા જી. સતના તથા સંજીવ ઉર્ફે રાજુ ઉર્ફે દાદુ સ/ઓ રમાકાન્ત શુકલ રહે.જીગનાહટ તા.ઉચેહરા જી. સતના વાળાઓ પૈકી શકદાર સંજીવ ઉર્ફે રાજુ ઉર્ફે દાદુ સ/ઓ રમાકાન્ત શુકલ રહે.જીગનાહટ તા.ઉચેહરા જી. સતના નાઓને પકડી પાડેલ તેને વિશ્ર્વાસમાં રાખી બનાવ સબંધે પુછતાં બનાવ વખતે તેના મિત્ર પ્રદીપ ઉર્ફે દેવીપ્રસાદ ઉર્ફે દેવીદીન મિશ્રા તથા દીપક ગૌત્તમ સાથે મળી મુંબઇ થી રેલ્વેમાંગુજરાત આવેલ અને ત્યાં સઇજ તા.કલોલ ખાતે જઇ રાત્રીના સમયે મંદીરમાં બે મહંતોની હત્યા કરી રોકડ રકમ તથા ચાંદીના દાગીના તથા અલ્ટો કારની લુંટ કરી ગાડી અમદાવાદ ખાતે મુકી ત્યાંથી ત્રણેય જણા મુંબઇ ખાતે જઇ ત્યાંથી રેલ્વેમાં બેસી મધ્યપ્રદેશ સતના ખાતે વતનમાં આવતા રહેલા વિગત જણાવેલ છે.
(૫) સેકટર-૨૧ પોલીસ સ્ટેશન.ફ.ગુ.ર.નં.૧૮૪/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૩૯૫, ૫૧૧ મોજે સેકટર-૧૬ બેંક વિસ્તાર મા આવેલ સાજન ડાઇનીંગ હોલ ની સામે આવેલ ધ્યાન ચુકવી બેગ ની લુંટ કરી ભાગી જવાની કોશીશ કરવા બાબતેના ગુન્હામાં આરોપી (૧) પ્રેમઆનંદ સન ઓફ આનંદન સુબ્રહ્મણ્યમ જાતે તેવર (દરજી) ૩/૬૨ એ ગાંધીનગર સ્ટ્રીટ પોગનુર ગામ પોસ્ટ. કલ્લકુડ્ડી તા.શ્રીરંગમ જી તિરૂચીરાપલ્લી (ત્રીસી) તમિલનાડુ નાને તા-૦૪/૧૦/૨૦૧૬ કલાક ૨૩/૧૫ વાગે પકડી અટક કીશોર નં(૨) દિનદયાલ સન ઓફ રાજા અડકયલન મુત્તરાજા (દરજી) ઉ.વ.૧૭ રહે. મુરારી મનપેડુ પોસ્ટ. તોટ્ટીયમ તા.શ્રીરંગમ જી તિરૂચીરાપલ્લી (ત્રીસી) તમિલનાડુ નાને તા-૦૫/૧૦/૨૦૧૬ કલાક ૧૧/૦૦ વાગે અટક કરી પ્રમુખશ્રી બાળ અદાલત ગાંધીનગર ખાતે મોકલી આપતા તેને ઓબ્ઝર્વેશન હોમ ખાનપુર અમદાવાદ ખાતે મોકલી આપેલ છે તથા આરોપી નં (૩) (૧) રંગન સ/ઓફ રામચંદ્રન કલેપરમાલ સેરવ (દરજી) ૧-૨૭૮ મલઇપટ્ટી ,અરીબાસ કોલોની એરીયા પોસ્ટ.કલ્લુપુડી તા.શ્રીરંગમ જી તિરૂચિરાપલ્લી (ત્રીચી) તમિલનાડુ આરોપી નં (૪) મુરૂગન સ/ઓફ પાર્થીબન સુબ્રહ્યણમ સેરવ (દરજી) ૧-૬૮-૨ મલઇપટ્ટી ,સેર્વાકલ્લા સ્ટ્રીટ પોસ્ટ.કલ્લુપુડી તા.શ્રીરંગમ જી તિરૂચિરાપલ્લી (ત્રીચી) તમિલનાડુ નાઓને તા-૦૬/૧૦/૨૦૧૬ કલાક ૧૬/૧૫ વાગે અટક કરવામા આવેલ છે અને એક ઇસમની ઉમર ૧૭ વર્ષ હોય કાયદાના સંઘર્ષમા આવેલ કીશોર ને તા-૦૭/૧૦/૨૦૧૬ ના રોજ અટક કરવામા આવેલ છે
(૬) પો.સ.ઇશ્રી અડાલજ નાઓને તા.૦૫/૧૦/૧૬ મળેલ બાતમી આધારે ઉવારસદ ગામે આરોપીઓ વરલી મટકાના આંક ફરકનો હારજીતનો જુગાર રમી રમાડતાં જુગાર રમવાના સાધન સાહીત્ય તથા રોકડ રૂપિયા ૧૭,૪૦૦/- તથા મોબાઇલ નગ- ૧૨ ની કિ. રૂ. ૧૮,૫૦૦/- તથા એકટીવા ની કિ. રૂ. ૩૦,૦૦૦/- તથા બોલપેન – ૩ તથા લાકડાના પેડ – ૩ કિ. રૂ. ૦૦/૦૦ મળી કુલ રૂપિયા ૬૫,૯૦૦/- ના મુદામાલ સાથે પકડી અડાલજ સે ગુ.ર.નં.-૧૭૫/૧૬ જુગારધારા કલમ- ૧૨ કાયદેસર કરેલ
(૭) પો.સ.ઇશ્રી ડભોડા નાઓને તા-૦૮/૧૦/૧૬ મળેલ બાબતમી આધારે વલાદ ગામે જુગારની રેઇડ કરી ૬ આરોપી અટક રોકડ રૂ ૨૭૪૦૦/- કબ્જે કરી ડભોડા સે.ગુ.ર.નં-૧૬૭/૧૬ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી કરેલ
|