|
ઇન્ફોસીટી પો.સ્ટે જા.જોગ એન્ટ્રી નંબર ૩૯/૧૬ તા. ૩/૧૨/૧૬ ના કામે ગુમ થનાર આર્મીકા અરવીંદભાઇ મંગળભાઇ નાથ બાવા રહે નવા કોબા અંબીકાનગર સોસા. તા.જી ગાંધીનગર ના ગુમ થયેલ જેની માહીતી મેળવી તા. ૫/૧૨/૨૦૧૬ શોધી વાલીવારસને સોપવામાં આવેલ
(ર) ગઇ તા.૭/૧ર/૧૬ ના રોજ એલ.સી.બી ટીમ ગાંધીનગર ટાઉન માં પેટ્રોલીગમાં હતી દરમ્યાન મળેલ માહીતી આધારે સરીતા ઉધ્યાન દરવાજા પાસેથી થી બે ઇસમો જેમાં (૧). શંકર મડીયાભાઇ ખરાડ રહે. દીવાનિયાવાડ પો.સ્ટે. બોરીયાલા જી.દાહોદ તથા (ર). કૈલેશ ભુરાભાઇ ખરાડ રહે. દીવાનિયાવાડ પોસ્ટ બોરીયાલા તા.જી.દાહોદ વાળા ને પકડી તેઓની અંગ જડતી કરતા ચાંદીનું કડુ ૯૦ ટચ વજન ૨૦૧.૪૦૦ ગ્રામ નું કિ.રૂ. ૭૧૫૯ તથા ૪ મોબાઇલ કિ.રૂ રપ૦૦/- તથા રોકડ રકમ રૂ. ૪૧૦/- મળી કુલ રૂ. ૧૦૦૬૯/- નો મુદ્દામાલ મળી આવતા જે બાબતે તેઓની પુછપરછ કરવામાં આવેલ જેમાં તેઓએ સંતોષકારક જવાબ નહી આપતા બાદ ઉડાણ પુર્વક પછપરછ કરતા આ મુદ્દામાલ તેઓએ અન્ય ૩ સાગરીતો સાથે મળી નવરાત્રી-દિવાળી તેમજ રક્ષા બંધન ના તહેવાર દરમ્યાન સેકટર-૭ તથા ઇન્ફોસીટી વિસ્તારમાં આચરેલ ઘરફોડ ચોરી નો હોવાની કબલાત કરેલ છે. જેથી રેકર્ડ ઉપર ખાતરી કરતા સેકટર ૭ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૨૮૯/૧૬ તથા ઇન્ફોસીટી પો.સ્ટે. ફસ્ટ ૬૧/૧૬ ઇ.પી.કો કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ સેકટર ૭ પો.સ્ટે. ૨૨૪/૧૬ ઇ.પી.કો કલમ ૪૫૪,૪૫૭,૩૮૦
સેકટર-૭ પોસ્ટે. ના બે તથા એક ઇન્ફોસીટી નો મળી કુલ-૩ ઘરફોડ ચોરી ના ગુન્હાઓ દાખલ થયેલ તે શોધી કાઢવામાં આવેલ છે. ઉપરોકત આરોપીઓ ના જણાવ્યા મુજબ તેઓ ગાંધીનગર વિસ્તારમાં રોડ રસ્તા નું કામ કરવાના બહાને મજુરીએ આવી રાત્રી દરમ્યાન બંધ મકાનમાં ઘરફોડ ચોરીઓ કરતા હોવાની હકકીત જણાવેલ છે. સદરહું બંને આરોપી વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી સેકટર-૭ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ
|
|