હું શોધું છું

હોમ  |

જિલ્લાનો પરિચય
Rating :  Star Star Star Star Star   

પ્રસ્તાવના--

ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાની સ્થાપના ર/૧૦/૧૯૬પના રોજ સાબરમતી નદીના કિનારે કરવામાં આવેલ હતી. જે ગુજરાત રાજ્યની રાજધાની અને જિલ્લાનું મુખ્ય મથક છે. આ નગર સુંદર રમણીય અને હરિયાળું છે. આ નગરનું આયોજન ફ્રેન્ચ શિલ્પિ લીકા બુશિયરના આયોજન મુજબ બાલકૃષ્ણ દોશીએ કર્યું હતું. આ સુંદર ઉદ્યાન નગર ૩૦ સેક્ટરોમાં પ૭ ચોરસ કિ.મી.માં વિસ્તરેલ છે.

ગાંધીનગરની મઘ્યમાં ૭પ હેક્ટર જમીન પર ભવ્ય સચિવાલય સંકુલ બનાવવામાં આવેલ છે. વિધાનસભા, સચિવાલય, રાજભવન, મંત્રીઓના નિવાસસ્થાન ઉદ્યોગ ભવન, સરિતા ગૃહ, બાલ ઉદ્યાન વગેરે આકર્ષણ કેન્દ્રો છે.

બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થા દ્વારા ર૩ એકર જમીનમાં અક્ષરધામમાં ભગવાન સ્વામીનારાયણની સુવર્ણ જડિત મૂર્તિ બિરાજમાન છે. ગાંધીનગર નજીક ઇન્દ્રોડા પાર્કમાં હરણ ઉદ્યાન, સર્પગૃહ, મગરગૃહ આવેલું છે. આ પાર્કમાં અનેક પક્ષીઓ આવતાં હોવાથી ખૂબ જ અગત્‍યનું છે.

અડાલજની વાવ પુરાતત્વના અવશેષો આભૂષણ સમાન છે. જે વીરસિંહ રાજાની રાણી ઉડાબાઈએ પોતાના પતિની યાદમાં બંધાવેલ છે. જે ખૂબ જ પ્રચલિત છે.

શ્રી ઘંટાકર્ણવીરના મહુડી ખાતે સાબરમતી નદીના કિનારે આવેલ જૈનોનું સુપ્રસિદ્ધ યાત્રાધામ છે, અહીં દેરાસરમાં મનુષ્યધારી ઘંટાકર્ણવીરની દેદીપ્યમાન મૂર્તિ છે, જૈન સિવાય જૈનેતર લોકોની પણ આસ્થાનું કેન્દ્ર છે. પ્રસાદમાં શુદ્ધ ઘીની સુખડી મંદિર દ્વારા બાધા રાખનારને પૂરી પાડવામાં આવે છે, પ્રસાદમાં ચઢાવેલી સુખડીને મંદિરમાં જ વહેંચી દેવામાં આવે છે, કારણ કે પ્રસાદ મંદિરની બહાર ન લઈ જવાની લોકમાન્યતા છે. રવિવારે લોકોની વિશેષ અવરજવર રહે છે. યાત્રાધામ ઉપરાંત ઉજાણી સ્થળ તરીકે મહત્વનું છે, અહીં રહેવા તથા જમવાની ઉત્તમ સગવડ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે. વર્ષમાં એક વાર કાળી ચૌદશની રાત્રિએ સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકો મંદિરના હવનમાં મઘરાતે ઊમટી પડે છે. 

ગાંધીનગર જિલ્લામાં મુખ્યત્વે હિન્દુ-મુસ્લિમ બંન્ને ધર્મની જુદી-જુદી જ્ઞાતિઓ પૈકી હિન્દુઓમાં બ્રાહ્મણ, પટેલ, વાણિયા, મોઢ, ચૌધરી, ઠાકોર, માળી, ભરવાડ, રબારી, દરજી, કુંભાર, વાઘેલા, મોચી, બારોટ, ઓડ, સોની મુખ્યત્વે વસે છે. તેમ જ મુસ્લિમોમાં શેખ, સૈયદ, પઠાણ, મલેક, મેમણ વગેરે જ્ઞાતિના લોકો વસે છે.

ક્ષેત્રફળ-- ર૧૬૩.૪૮ ચો.કિ.મી

ભૌગોલિક--

ગાંધીનગર જિલ્લાની ઉત્તરે મહેસાણા, દક્ષિણે અમદાવાદ, પૂર્વમાં સાબરકાંઠા જિલ્લો આવેલ છે. ગાંધીનગર જિલ્લાની કુલ વસ્તી અંદાજ ૧૩,૩૪,૭૩૧ છે. જેની સાક્ષરતા ૭૬.૮૩ છે. જે ચાર તાલુકામાં વિભાજિત કરવામાં આવેલ છે.

  • કુલ ગામો-- ર૯૦

  • કુલ હોસ્પિટલો-- રપ

  • બાળકલ્યાણ કેન્દ્ર-- ૧૯

  • પ્રસૂતિ ગૃહો-- ૧૯

  • પ્રાથમિક સારવાર કેન્દ્ર-- ૧૯

  • પ્રાથમિક સારવાર પેટાકેન્દ્રો-- ૧૦૯

  • ઔષધાલયો -- ૧૦૧ ચો.કિ.મી.

  • કુટુંબનિયોજન કેન્દ્રો-- ૮૪

  • ક્ષયનિવારણ કેન્દ્રો--

  • વીજળીકરણ થયેલાં ગામો-- ર૯૦

  • જંગલ વિસ્તાર-- ૪ર.૪૮

  • પિયત વિસ્તાર-- ૯૧૯.૯૪

  • બિનપિયત વિસ્તાર-૭૭૦.૩૭

  • ટપાલ કચેરી-- ૧૩૧

  • ડિસ્ટ્રિકટ પાસપોર્ટ એપ્લિકેશન સેન્ટર--

નદીઓ-- સાબરમતી,
            - જળાશય-- સંતસરોવર
            - કેનાલ-- નર્મદા ડેમની મુખ્ય કેનાલ ગાંધીનગર જિલ્લામાં થઈને વહે છે.

આર્થિક --

ગાંધીનગર જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ ઊચું હોવાથી બુદ્ધિમતા તથા ચાતુર્યતાના સંગમના લીધે વ્યાપાર-ધંધામાં આગવી સૂઝ ધરાવતા હોઈ તદુપરાંત અત્રેના જિલ્લાની જમીનની ફળદ્રુપતાના કારણે રોકડિયા પાકોનું મોટા ભાગનું વાવેતર થાય છે.

કૃષિ/પશુપાલન અને ડેરી--

ગાંધીનગર જિલ્લાનો કુલ વિસ્તાર ર૧૬૩.૪૮ ચો.કિ.મી. જે પૈકી ૯૧૯.૯૪ ચો.કિ.મી.વાવેતરલાયક વિસ્તાર છે. આ જિલ્લામાં મુખ્યત્વે ગોરાડુ જમીન હોવાના કારણે રોકડિયા પાકોની ઉત્પાદકતા વધુ જોવા મળે છે. જેમા મુખ્યત્વે બાજરી જુવાર,ડાંગર, કપાસ, એરંડા વગેરે ખેતીના મુખ્ય પાકો છે.

ઈ.સ. ર૦૦૦માં અત્રેના જિલ્લામાં આશરે પશુધન ૬૩,૦૦૦ નોંધાયેલ છે. જે પૈકી ર૩,ર૮૦ ભેંસો તેમ જ ૧૧,ર૩૦ ગાયો જ્યારે ઘેટાં, બકરાં, ઊંટ વગેરે મળીને કુલ-૮પ૪૦ નોંધાયેલ છે. અત્રેના જિલ્લામાં મધુર ડેરી, મધર ડેરીનો સારો વિકાસ થયેલ છે.

ઉદ્યોગ--

ગાંધીનગર જિલ્લામાં મુખ્યત્વે કલોલ, માણસા તેમ જ ગાંધીનગર શહેરની જી.આઇ.ડી.સી. વિસ્તારોમાં કુલ-૯૮૦ જેટલા યુનિટો આવેલાં છે. તેમ જ ગાંધીનગર જિલ્લાની જમીનના પેટાળમાં ખનીજ તેલનો જથ્થો વધુ પ્રમાણમાં હોઈ તેલના કૂવાઓનું પ્રમાણ વધુ છે. જે ઓ.એન.જી.સી. તરફથી કાર્યરત છે.

ખનીજ -- ચાઈના ક્લે, ફાયર ક્લે,

શિક્ષણ--

ગાંધીનગર જિલ્લામાં કુલ-૬૯૦ જેટલી પ્રાથમિક સ્કૂલો આવેલી છે તેમ જ ૧૬ર જેટલી માઘ્યમિક શાળાઓ ૭૦ જેટલી ઉચ્ચ માઘ્યમિક શાળાઓ તેમ જ ૧૧ કોલેજ તેમ જ ર પોલિટેક્નિક કોલેજો આવેલી છે.

પોલિટિકલ--

ગાંધીનગર જિલ્લામાં એક જિલ્લા પંચાયત, ચાર તાલુકા પંચાયત આવેલી છે. અને છ નગરપાલિકાઓ આવેલી છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 22-03-2006