|
પોલીસ માનપદક / POLICE HONOURS
રાષ્ટ્રના માન્ય પોલીસદળના સદસ્યો પૈકી પોતાની ફરજ
દરમિયાન અસાધારણ શૌર્યતા અને વ્યાવસાયિક નિપુણતાના સર્વોચ્ચ કૌશલ્ય દાખવી જિંદગી અને
મિલકત બચાવવાની વિશિષ્ટ કામગીરી અથવા ગુનો અટકાવવાની અથવા ગુનેગાર પકડવાની કાર્યવાહી કરનાર, ખાસ વિકટ સંજોગો અને મુશ્કેલ
પરિસ્થિતિમાં શૌર્યતાપૂર્વક પોલીસ સેવાનું આજ્ઞાપૂર્વક સંચાલન કરનારને રાષ્ટ્રપતિ પોલીસ પદક રાષ્ટ્રપતિ દ્ધારા એનાયત છે. સામાન્ય રીતે એક વર્ષમાં દેશભરમાં કુલ ૪પથી વધુ પદક એનાયત કરવામાં આવતા નથી. આ પદક સ્વાતંત્ર દિન અને પ્રજાસત્તાક દિનની પૂર્વ સંઘ્યાએ (એમ બે રાષ્ટ્રીય પર્વ ) નિમિત્તે એનાયત કરવામાં આવે છે.
રાષ્ટ્રના માન્ય પોલીસદળના સદસ્યો પૈકી પોતાની દીર્ધ સેવાકીય કારકીર્દી
દરમિયાન ફરજ પ્રત્યે સાતત્યપૂર્ણ સમર્પણભાવ સાથે પ્રશંસનીય અને વિશિષ્ટ પ્રદાન કરનારને રાષ્ટ્રપતિ દ્ધારા પોલીસ મેડલ એનાયત કરવામાં આવે છે. સામાન્ય રીતે વર્ષ
દરમિયાન દેશભરમાં કુલ ૧૭પ થી વધુ પોલીસ મેડલ એનાયત કરવામાં આવતા નથી. આ પદક પણ સ્વાતંત્રદિને અને પ્રજાસત્તાક દિનની પૂર્વસંઘ્યાએ (એમ બે રાષ્ટ્રીય પર્વ ) એનાયત કરવામાં આવે છે.
તમામ રેન્કના પોલીસ અધિકારી અને કર્મચારીઓમાં જીવનને જોખમરૂપ મુશ્કેલ
પરિસ્થિતિમાં સપડાયેલ નિ:સહાય અસરગ્રસ્ત માનવના જીવનને બચાવવા માટે પોતાની તમામ શકિત અને નિષ્ઠા કામે લગાડવાની ભાવનાને પ્રોત્સાહિત કરવાના હેતુથી અન્યના જીવનના બચાવ માટે પોતાના જીવનને પણ જોખમમાં મૂકી
દ્રષ્ટાંત રૂપ ફરજ નિષ્ઠા સાથે બચાવ કાર્ય કરનાર પોલીસ કર્મચારીને વડાપ્રધાન દ્ધારા આ પદક એનાયત કરવામાં આવે છે.
રાજય પોલીસ દળ, સેંન્ટ્રલ અનામત પોલીસ દળ અને કેન્દ્રીય ગુપ્તચર સેવામાં ફરજ બજાવતા અધિકારી અને જવાનો પૈકી અસાધારણ વિષમ સંજોગો અને ભૈગોલિક તેમ જ હવામાનની અસહય વિષમતા વચ્ચે પણ ડગ્યા વિના દષ્ટાંતરૂપ સેવા બજાવી ફરજનો નિર્વાહ કરનારને ભારત સરકાર દ્ધારા આ પોલીસ (સ્પેશિયલ ડ્યૂટી મેડલ) એનાયત કરવામાં આવે છે.
|
|