|
પોલીસ કર્મચારીઓને અગાઉ તાલીમ મેળવેલ પરેડના વિષયો ઉપર વધુ પ્રભુત્વ મેળવે તેમાં કાર્યદક્ષતા મેળવે તેમ જ તેઓનાં શિસ્ત તથા ટર્ન આઉટમાં સુધારો આવે તે હેતુથી અત્રેના ગાંધીનગર જિલ્લાના પોલીસ કર્મચારીઓની જિલ્લા હેડ.કવાર્ટર ખાતે રિફ્રેશર તાલીમનું આયોજન કરી ૭૦૦ જેટલા પોલીસ કર્મચારીઓને તાલીમ આપવામાં આવેલ છે. તેમ જ મંત્રીશ્રીઓના પ્રોટકશનમાં ફરજ બજાવતા કમાન્ડોનો રિફ્રેશર તાલીમ કરાઈ ખાતેના કેમ્પમાં દર વર્ષે આપવામાં આવે છે.
જિલ્લા પોલીસ કર્મચારીઓને તેમની રૂઢિગત કામગરીમાં બદલાવ લાવવા સારુ તેમ જ હકારાત્મક વલણ અપનાવી ગુણવતાયુકત સેવાઓ આપવા સારુ તેઓની કામગીરીની શૈલીમાં સુધારો લાવવા સારુ અને ક્વોલિટી અને પરિણામોલક્ષી કાર્ય કરવા સતત તાલીમોનું આયોજન કરી તમામને આ તાલીમો આપવામાં આવેલ છે. જેના પરિણામેરૂપે કર્મચારીઓના વલણમાં ખૂબજ બદલાવ આવેલ છે.
પોલીસ ડીપાર્ટમેન્ટમાં કામગીરી સરળ રીતે કરવા તથા ડેટાની સાચવણી સારી રીતે થઇ શકે તે સારૂ અવનવી ટેકનોલોજીનો ઉપયોગ કરી નવા નવા પોર્ટલ વિકસાવવામાં આવેલ છે જેની તાલીમ પણ આપવામાં આવે છે.
|
|