|
ગાંધીનગર જીલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા તેમજ ટ્રાફીક નિયમન અંગે લોક જાગૃતિ કેળવાય તે આશયથી ગાંધીનગર જીલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા તા.૦૬/૦૬/૨૦૧૪ નારોજ ૧૫ મીનીટની ડોકયુમેન્ટ્રી વિડીયો કલીપ તૈયાર કરવામાં આવેલ તથા આર.ટી.ઓ. કચેરી ખાતે સદર ડોકયુમેન્ટ્રી વીડીયો ફિલ્મનું રેન્જી ડી.આઇ.જી. શ્રી રાજીવ રંજન ભગત સાહેબ નાઓ દ્વારા લોન્ચીંગ કરવામાં આવેલ. જે કાર્યક્રમમાં જીલ્લા પોલીસ વડા શ્રી શરદ સિંઘલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી એલ.એન.જેઠવા સાહેબ, વિ.પો.અધિ. ગાંધીનગર વિભાગના શ્રી જે.એ.જાડેજા સાહેબ, એ.આર.ટી.ઓ આર.પી. દાણી સાહેબ, એલ.સી.બી. પો.ઇન્સ. શ્રી આશુતોષ પરમાર, ટ્રાફીક પો.ઇન્સ.શ્રી વાય.આર.ગામીત, સે. - ૭ પો.ઇન્સ. શ્રી જે.એમ.ભરવાડ, પો.ઇન્સ. શ્રી પી.સી.વલેરા નાઓ હાજર રહયા હતા ઉપરાંત શહેર વસાહત મંડળના પદાધિકારીઓ તથા વસાહતીઓ હાજર રહયા હતા.
સદર વિડીયો ફિલ્મ આર.ટી.ઓ કચેરી ખાતે લાયસન્સ કઢાવવા આવતા તમામ ને બતાવવામાં આવશે.
|
|