તા ૫/૦૧/૨૦૧૫ થી તા ૨૫/૧/૧૫ દરમ્યાન કરેલ સારી કામગીરીની વિગત ગાંધીનગર જીલ્લો
ગાંધીનગર જીલ્લાના દહેગામ પોલીસ સ્ટેશન ફ. ગુ..ર.નં ર૩/ર૦૧૪ ઇ.પી.કો કલમ- ૩૬૩, ૩૬૬ મુજબ ના કામે નાસતા ફરતા આરોપી જયનીસ ઉર્ફે ચમનભાઇ નંદુભાઇ પટેલ રહે. કૃષ્ણનગર કાઠી તા. દહેગામ જી. ગાંધીનગર વાળા ને તા. ૧૭/૧/૨૦૧૫ ના રોજ ગાધીનગર તાલુકાના લીમ્બડીયા ગામે થી પોલીસ ઇન્સ એલ.સી.બી. ધ્વારા પકડી અટક કરેલ છે.
તા. ર૧/૧/ર૦૧પ ના રોજ સાંજના સવા સાત વાગ્યાની આસપાસ જીલ્લા કંટ્રોલરૂમ ખાતે એક જાગૃત નાગરીક દવારા જાણ કરવામાં આવેલ કે, રાજધાની હોટલ પાસેથી એક નાના છોકરા નું કોઇ ઇસમોએ અપહરણ કરી બ્લુ કલર ની ઇકો ગાડીમાં લઇ ભાગેલ છે જે ગાડી નો નંબરઃ MH-46 Z 8832 નો હોવાની વિગત આપેલ જેથી ઉપરોકત મેસેજ ની ગંભીરતા ને ધ્યાને લઇ અમારા સુપરવીઝન હેટળ એલ.સી.બી પોલીસ ટીમ સાથે તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગયેલ અને સી.સી.ટી.વી. કેમેરા ની મદદ થી ઉપરોકત બાળક નું અપહરણ કરી લઇ ગયેલ ઇકો ગાડી બાબતે ચકાસણી કરેલ બાદ ટોલ પ્લાઝાના મેનેજર/સંચાલક નો સપર્ક કરી તેઓને પણ આ બાબતે એલર્ટ રહેવા જાણ કરેલ અને ઉપરોકત નંબર વાળી ગાડી અમદાવાદ થી વડોદરા એકસપ્રેસ હાઇવે ઉપર કઃ ર૦-૪૦ વાગે ટોલ પ્લાઝા પસાર કરેલા નું ટોલ પ્લાઝા તરફથી જાણવા મળેલ અને બાદ આ ગાડી ને વડોદરા એકસપ્રેસ હાઇવે ટોલ પ્લાઝા વડોદરા ખાતેથી રાત્રી ના આશરે સાડા દશેક વાગે પકડી પાડેલ.
બાદ તપાસ કરતા જાણવા મળેલ કે, બાળકનું અપહરણ નહી થયેલ પરતુ તેના પિતાએ જ પોતાના બાળક ને ઝડપથી ગાડી માં બેસાડતા હતા દરમ્યાન જાગૃત નાગરીક ને બાળક નું અપહરણ થયેલાની શંકા જતા કંટ્રોલરૂમ માં મેસેજ આપેલ હતો. બાદ તપાસ ના અંતે આવા અપહરણ નો કોઇ બનાવ નહી બનેલા નું જાણવા મળેલ. ઉપરોકત તમામ બાબત ને ખુબ જ ગંભીરતા પુર્વક ધ્યાને લઇ સમય મર્યાદામાં ઉપરોકત ગાડી ને પકડી પાડેલ છે
અડાલજ પો.સ્ટે જા.જોગ.નં-૭૪/૧૪ તા. ૨૭/૧૨/૨૦૧૪ના કામે ગુમ થનાર મીનાબેન વા/ઓ અશોકભાઇ પટેલ ઉવ.૨૮ રહે. ઝુંડાલ તા.જી ગાંધીનગર નાઓ તા.૬/૧૨/૨૦૧૪ ના રોજ તેઓના બે બાળકો સાથે કોઇને કહયા વગર ઘરેથી જતા રહેલ જે અંગે અરજદાર અશોકભાઇ બેચરભાઇનાઓએ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ફોજદારી અરજી નંબર ૧૨૮/૧૫ તા.૯/૧/૧૫ (હેબીયર્સ કોપર્સ) દાખલ કરાવેલ જેથી પોલીસ ઇન્સ.શ્રી અડાલજ ધ્વારા આ કામે ગુમ થનાર મીનાબેન તથા બે બાળકોની સચોટ માહીતી મેળવી તા. ૧૩/૧/૨૦૧૫ ના રોજ અમરેલી જીલ્લાના ધારી ગામેથી શોધી કાઢી નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ગુમ થનાર મીનાબેન તથા બે બાળકોને સમય મર્યાદામાં રજુ કરેલ છે.
તા. ૧૬/૧/૨૦૧૫ ના ક. ૧૭-૦૦ વાગે આ કામના આરોપીઓ (૧) ગણપતભાઇ ડાહયાભાઇ વાઘેલા (૨) અમરતભાઇ મંગળભાઇ પરમાર (૩) રણછોડભાઇ અંબાલાલ પરમાર રહે. તમામ શેરથા પરા તા.જી ગાંધીનગર નાઓ શેરથાગામ હરીજન વાસ મહાકાળી માતાજીના મંદીરની બાજુમાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં પોતાના અંગત ફાયદા સારૂ પાના પત્તા થી હારજીતનો જુગાર રમી રમાડતા ગંજી પાના નંગ – ૫૨ તથા નાણા રૂ. ૧૨,૬૮૦/- સાથે પકડી અડાલજ પો.સ્ટે સે.ગુ.ર.નં- ૭/૨૦૧૫ જુગારધારા ક. ૧૨ મુજબ નો દાખલ કરી ગણનાપાત્ર ગુન્હો પોલીસ ઇન્સશ્રી અડાલજ ધ્વારા શોધી કાઢેલ છે
કલોલ શહેર પો.સ્ટે ફ.ગુ.ર.નં ૬૭/૧૧ ઇ.પી.કો કલમ ૪૦૬,૪૨૦ મુજબનો ગુનાનો આરોપી નરેશભાઇ બાબુલાલ ત્રિવેદી રહે- સી ૪૮ કામધેનુ ફલેટ, કલ્યાણપુરા કલોલ વાળો છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો હોય જેને તા ૧૭/૧/૧૫ કલાક ૧૭/૧૫ પો.ઇન્સ.શ્રી કલોલ શહેર ધ્વારા અટક કરેલ છે.
પેથાપુર પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૪/૧૫ પ્રોહી એ.ક.૬૬બી,૬૫એઈ, ૧૧૬બી મુજબના ગુન્હાના કામે આરોપીના કબજામાંથી વિદેશી દારુના ૧૮૦ એમ.એલ. ક્વાર્ટર નંગ-૯૫ કિ.રૂ.૧૧,૪૭૯/- મુજબનો કેસ પો.સબ.ઇન્સ પેથાપુર નાઓ શોધી કાઢેલ છે.
સાંતેજ પો.સ્ટેમાં તા.૨૦/૦૧/૧૫ ના રોજ જીતુભાઇ ભરતભાઇ ચૌહાણ હાલ રહે. ભુત બંગલાની, બાજુના છાપરા, સાંતેજ તા.કલોલ મુળ રહે. છુસવા ગામ, જી.બસ્તી, થાણા – મુંદરવા ઉત્તરપ્રદેશ વાળા પાસેથી લોખંડના બે ટુકડા ૧૬ કિલો વજનના કિ.રૂ.૧૬૦/- પોલીસ ઇન્સ.શ્રી સાંતેજ ધ્વારા સી.આર.પી.સી. ૪૧ (૧) ડી મુજબ પકડી અટક કરેલ છે.
કલોલ તાલુકા પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ર૩૩/૧૩ ઇ.પી.કો.ક. ૪૫૭, ૩૮૦ મુજબના ગુનામાં આરોપી ઠાકોર વિક્રમજી વરસંગજી રહે. જસવંતપુરા તા. હારીજ નાઓને તા. ૧૬/૧/૧૫ ના રોજ પો.ઇન્સ.શ્રી કલોલ તાલુકા પો.સ્ટે. ધ્વારા અટક કરેલ છે.
ઇન્ફોસીટી પો.સ્ટે. સ્ટે.ડા.એ.નં. ૪/૧૫ તા. ર૦/૧/૧૫ ના કામે મોજે શાહપુર ચોકડી પાસેથી એક મંદબુધ્ધિની છોકરી મળી આવેલ જે છોકરીને વિશ્વાસપૂર્વક પુછપરછ કરી પોતાનું નામ વંદનાબેન અશોકભાઇ પરમાર ઉ.વ. રર ની જણાવતાં તેના વાલીવારસોની શોધખોળ કરી તેના વાલીવારસોને પરત સોંપવા અંગેની કામગીરી પો.ઇન્સ.શ્રી ઇન્ફોસીટી પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા કરવામાં આવેલ છે.
એક મંદ બુધ્ધિનો છોકરો સરિતા ઉધાન પાસેથી મળી આવતાં પો.ઇન્સ.શ્રી ઇન્ફોસીટી ધ્વારા તેના વાલીવારસોને સોંપવામાં આવેલ છે.
તા. ર૧/૧/૧૫ ના રોજ કમલમ ખાતેથી આત્મહત્યા કરવા જતાં એક માણસને પો.ઇન્સ. ઇન્ફોસીટીના સ્ટાફ ધ્વારા રોકી પુછપરછ કરતાં પોતે આત્મહત્યા કરવા જતો હોઇ તેને સમજાવી તેના વાલી વારસો અમદાવાદ ખાતે રહેતા હોઇ તેઓને બોલાવી સોંપવા અંગેની કામગીરી પો.ઇન્સ.શ્રી ઇન્ફોસીટી તથા સ્ટાફ ધ્વારા કરવામાં આવેલ છે.
ઇન્ફોસીટી પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૩૫/૧૪ ઇ.પી.કો.ક. ૩૦ર, ર૦૧, ૧૧૪ મુજબના ગુનામાં એક અજાણ્યા પુરુષની હત્યા કરી લાશ સગેવગે કરી આરોપીઓ જતા રહેલા. પો.ઇન્સ.શ્રી ઇન્ફોસીટી પો.સ્ટે.ધ્વારા બાતમી મેળવી ૪- આરોપીઓને અટક કરી ગુનો શોધી કાઢેલ છે.
મહિલા પો.સ્ટે.માં મળેલ અરજી નં. ર૫/૧૪ ના કામે અરજદાર શ્રી મીનાબેન વિપુલજી ઠાકોર નાઓએ પોતાના પતિ તથા સાસુ સસરા વિરુધ્ધ હેરાનગતિ બાબતેની અરજી કરેલ. જે અરજી અન્વયે મહિલા પો.સ્ટે.માં બન્ને પક્ષકારો તથા કાઉન્સીલરોને બોલાવી કાયદાકીય માર્ગદર્શન આપી બન્ને પક્ષો વચ્ચે સુખદ સમાઘાન કરાવેલ છે.
મહિલા પો.સ્ટે. મળેલ અરજી નં. ૫૭૬/૧૪ ના કામે અરજદાર શ્રી અમીબેન હસમુખભાઇ પંચાલ રહે. કલોલ નાઓએ પોતાના પતિ તથા સાસુ સસરા વિરુધ્ધ હેરાનગતિ બાબતેની અરજી કરેલ. જે અરજી અન્વયે મહિલા પો.સ્ટે.માં બન્ને પક્ષકારો તથા કાઉન્સીલરોને બોલાવી કાયદાકીય માર્ગદર્શન આપી બન્ને પક્ષો વચ્ચે સુખદ સમાઘાન કરાવેલ છે.
|