હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા ૦૯/૩/૨૦૧૫ થી તા.૧૫/૩/૨૦૧૫ ના વિક દરમ્યાન કરેલ સારી કામગીરીની વિગત.

(૧) પો.ઇન્સશ્રી એલ.સી.બી નાઓએ સેકટર-ર૧ પોલીસ સ્ટેશન સ્ટે.ડા એ.નં ૧૯/૧પ કઃ ૧૯-૩૦ તા. ૧ર/૩/૧૪ મુજબ ના કામે આજરોજ એલ.સી.બી ધ્‍વાર મળેલ માહીતી આધારે ગાંધીનગર જીલ્લાના ભાટ ગામે આવેલ મધુર ડેરી પાસે રીક્ષા નંબર- જી.જે-૧ ડી.એકસ ૩૪૪૦ સાથે આરોપી  (૧). સંજય ઉર્ફે શૈલેષ ઉર્ફે હોઠાળો સ/ઓ રમેશભાઇ પટ્ટણી રહે. ચમનપુરા અસારવા અમદાવાદ (ર). બીપીન ગોવિંદભાઇ પટ્ટણી રહે. અસારવા ચમનપુરા અમદાવાદ (૩). સચિન ગોવિંદ છગનભાઇ પટ્ટણી રહે. રામેશ્વર ઘનશ્યામ એપાર્ટમેન્ટ મણીનગર અમદાવાદ (૪). મુકેશ ઉર્ફે કાનકટ્ટો રમણભાઇ પટ્ટણી રહે. બાપાલાલ ધાંચી ની ચાલી ચમનપુરા, અસારવા અમદાવાદ તથા (પ). પુનમ ઉર્ફે ચકલી ઉર્ફે બાડી વા/ઓ વિજય સવજીભાઇ કડીયા નાઓની ગેંગ જે રીક્ષામાં પેસેન્જર તરીકે લોકો ને બેસાડી તેઓની નજર ચુકવી કિમતી દર દાગીના ની ચોરી કરવાની એમ.ઓ ધરાવતી ગેંગ ને પકડી પાડી તેઓ રીક્ષા નંબર- જી.જે-૧ ડી.એકસ ૩૪૪૦ તથા રોકડ મળી કુલ રૂ. ૧,૧૭,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે. સદરહુ આરોપીઓની પુછપરછ દરમ્યાન તેઓએ રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી નજર ચુકવી રોકડરકમ તથા દાગીના કાઢી લેવાના ગુન્હાઓ કરેલાનું જણાવે છે જેમાં ગાંધીનગર, અમદાવાદ ચમનપુરા, અસારવા, શાહીબાગ, કાલુપુર રેલ્વે સ્ટેશન વિસ્તાર,  ગાંધીનગર શહેર, ચિલોડા, ભાટ, કલોલ-મહેસાણા-પાટણ હાઇવે વિસ્તાર મળી કુલ-૬૦ જેટલા ગુન્હાઓ આચરેલ છે. હાલ ઉપરોકત તમામ આરોપીઓને સેકટર-ર૧ પોલીસ સ્ટેશન ફ. ગુ.ર.નં  ૪૮/૧પ ઇ.પી.કો કલમ- ૩૭૯ મુજબના કામે સી.આર.પી.સી કલમ-૪૧(૧) એ મુજબ અટક કરી મોકલી આપેલ છે .

(૨)    તા. ૧૪/૩/૧પ ના રોજ એલ.સી.બી પો.સ.ઇ શ્રી એન. એન ચાવડા તથા તેઓની ટીમ ગાંધીનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીગમાં નિકળેલ દરમ્યાન નવા સચિવાલય  ગેટ-૭ સામે રોડ ઉપર પસાર થતા મોટર સાયકલ ઉપર શકમંદ ઇસમ આવતા તેને રોકી નામ પુછતા મનોજકુમાર ઉર્ફે મનો રમણભાઇ પરમાર રહે. બોરીજ મુળ રહે. ઝાખોરા તા.જી. ગાંધીનગર નો હોવાનું જણાવેલ અને બાઇક સબંધમાં ઉડાણ પુવર્ક પુછપરછ કરતા પોતાને બાઇક ચલાવવાનો શોખ હોઇ, આજથી પંદરેક દિવસ ઉપર સાંસ્કૃતિકુંજ ના મેળામાં છેલ્લા દિવસે ફરવા ગયેલ, ત્યાં પાર્કીગમાંથી ડુપ્લીકેટ ચાવી થી બાઇક ની ચોરી કરી નં જી.જે-૧૮ એ.કે ૮૭૪૭ નો બદલી ફેરવતો હોવાનું જણાઇ આવતા સદર બાઇક ની કિ.રૂ રપ,૦૦૦/- ની ગણી, કબ્જે કરેલ છે. જે બાબતે  સે.૭ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૬૫/૧૫ ઇ.પી.કો ક.૩૭૯ મુજબ મુજબ નો વાહન ચોરી નો ગુન્હો શોધાયેલ છે.

(૩) પો.ઇન્સશ્રી ચિલોડા પો.સ્ટે નાઓએ તા.૧૨/૦૩/૨૦૧૫ ના ક.૧૧/૩૦ વાગે મોજે ચિલોડા સર્કલ નજીક SX4 ગાડી નંબર R.J.12.CA.3474 માં વગર પાસપરમીટે ગે.કા રીતે પરપ્રાંતના ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૩૧૬ કિ.રૂ.૧,૦૪,૮૦૦/ નો તથા SX4 ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/-ના સાથે પકડી ચિલોડા પો.સ્ટે પ્રોહી ગુ.ર.નંબર ૫૨/૨૦૧૫ પ્રોહી કલમ ૬૬.બી, ૬૫.એ.ઇ,૧૧૬.બી મુજબ ગુન્હો રજી કરી આરોપી અટક કરી સારી કામગીરી કરેલ છે.

(૪) પોલીસ ઇન્સશ્રી દહેગામ તથા સ્ટાફના માણસોએ તા ૧૫/૩/૧૫ના રોજ  બારીયાના છાપરા દહેગામ ખાતે જુગારની રેઇડ કરી આરોપી વિજય છગનભાઇ ઠાકોર તથા બિજા ૭ રહે દહેગામનાઓને જુગાર રમતા પકડી પાડી રોકડ રૂ.૧૧૨૦૦ તથા મોબાઇલ નંગ ૭ કિ રૂ. ૧૧૭૦૦ નો મળી કુલ રૂ. ૨૨૯૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી દહેગામ પો.સ્ટે સે.૧૦૮/૧૫ જુગારધારા ક ૧૨  મુજબ ગુન્હો રજી કરેલ છે.

          (૫) પો.ઇન્સ કલોલ તાલુકા નાઓએ તા ૦૯/૦૩/૨૦૧૫ ના રોજ કલોલ તાલુકા પો.ટે દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત પ્રેસીડેન્ટ સ્કુલનાં ૭૦ બાળકોને કલોલ તાલુકા પો.સ્ટેની મુલાકાત માટે લાવવામાં આવેલ અને સુરક્ષાસેતુ અંતર્ગત પોલીસની કામગીરી તથા પોલીસ સ્ટેશન ના અલગ અલગ વિભાગો ની માહીતી આપવામાં આવેલ અને પોલીસ પ્રજાનો મિત્ર છે. તેમ સમજાવી  સુરક્ષા સેતુ અંતર્ગત સારી કામગીરી કરવામાં આવેલ છે

         (૬) પો.ઇન્સ કલોલ તાલુકા નાઓએ તા ૧૦/૦૩/૨૦૧૫ ના રોજ કલાક ૧૧/૩૦ વાગે કલોલ તાલુકા પો.સ્ટેના પ્રોહી ગુ.ર.જી. નં ૬૪/૧૫ પ્રોહી ક.૬૬બી,૬૫ઇ,એ ૮૧ મુજબના કામના આરોપી કાળાજી મફાજી ઠાકોર રહે ધાનોટ તા કલોલ ને પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

         (૭) પો.ઇન્સ કલોલ તાલુકા નાઓએ તા.૧૫/૦૩/૨૦૧૫ ના કલાક ૨૧/૦૦  વાગે મોજે લીમ્બોદ્રા ગામે ખાનગી રાહે બાતમી આધારે પરપ્રાન્ત નો ઇગ્લીસ દારુ નો જથ્થો રાખી વેપાર કરતા ઇસમ (૧) રાઠોડ અરજણજી ઉર્ફ બોડીયો શંકરજી રહે લીમ્બોદ્રા રાઠોડવાસ તા. કલોલ તથા (૨) વાઘેલા અમરસિંહ ઉર્ફ ટીનો જસવંતસિંહ રહે. લીમ્બોદ્રા દાદા નો માઢ તા.કલોલ વાળાઓ ને પ્રોહી મુદામાલ કી.રુ.૩૦૪૦૦ ની ઇગ્લીસ દારુ ની બોટલ તથા બીયર ના ટીન ના જથ્થા સાથે પકડી પાડી કવાલીટી કેશ કરી કલોલ તાલુકા પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં. ૧૨૨/૨૦૧૫ પ્રોહી કલમ ૬૬બી ૬૫ એ ઇ ૮૧ મુજબ ગુન્હો રજી કરી સારી કામગીરી કરેલ છે.

                (૮) ટ્રાફિક પો.સ્ટે.ના અધિકારી/કર્મચારી દ્વારા તા.૦૯/૦૩/૨૦૧૫ થી તા.૧૫/૦૩/૨૦૧૫ સુધીની ટ્રાફિક ડ્રાઇવ દરમ્‍યાન સ્થળ પાવતી કુલ-૨૦૦૫, સ્થળ દંડ કુલ રૂ.૧,૯૩,૪૨૫/- વસુલ કરવામાં આવેલ છે. તેમજ આઇ.પી.સી. ૨૭૯ મુજબ કુલ-૩ કેસો, એમ.વી.એકટ-૨૦૭ મુજબ કુલ-૬૩ વાહન ડીટેઇનની સારી કામગીરી કરવામાં આવેલ છે.

          (૯)  એસ..જી.શાખા તરફથી વીકદરમ્યાન અત્રેની શાખા ધ્વારા ગાંધીનગર શહેર તેમજ કલેકટરશ્રીના જાહેરનામા ભંગ બદલના ૧૮૮ મુજબના કુલ - ૧૧ કેશો કરવામાં આવેલ છે. તેમજ એમ.વી.એકટ.કલમ ર૦૭ હેઠળ ડીટેઇનકેશ કરવામાં આવેલ છે. તથા સ્થળ દંડ વસુલાત રૂપિયા.૮૯૫૦/- વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે તે ઉપરાંત નાસતો ફરતો આરોપી પકડયો – ૧, તથા સી.આર.પી.સી.કલમ.૮ર મુજબ – ૧ બિનવારસી વાહન જમા લેવામાં છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 18-05-2015