હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૨૦/૪/૧૫ થી તા.૨૬/૪/૧૫ દરમ્યાન કરેલ સારી કામગીરીની વિગત

-----------------------------------------------------------------------------------------------------  

(૧) પો.ઇન્સશ્રી એલ.સી.બી પો.ઇન્સ નાઓએ દહેગામ પો.સ્ટે. વિસ્તારની હદમાં પ્રોહિબીશનની પ્રવૃત્તિ વારંવાર કરતો હોવાથી ભાવેશસિંહ ઉર્ફે ભાવલો પ્રહલાદજી ઝાલા ઉ.વ. ૩૮ રહેઃ લીંમ્બચ માતાની ફાળી, દહેગામ જી. ગાંધીનગર વિરૂધ્ધ અત્રેથી પાસા પ્રપોઝલ તૈયાર કરી મોકલી આપવામાં આવેલ. જે આધારે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, ગાંધીનગર નાઓ તરફથી સદરી વિરૂધ્ધ તેઓની કચેરીના ક્રમાંકઃ- ડીસી/પાસા/એસ.આર.૪/૧૫ તા.ર૩/૪/૨૦૧૫ થી પાસા વોરન્ટ ઇસ્યુ કરતાં સદરીને તા. ર૩/૪/૧૫ ના રોજ પાસા હેઠળ અટકમાં લઇ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે અટકાયતમાં રાખવા સારૂ સોંપવામાં આવેલ છે

       તથા સેકટર-૭ પોલીસ સ્ટેશન ફ. ગુ.ર.નં  ૧૧ર/૧પ ઇ.પી.કો કલમ- ૩૮૫ મુજબ નો ગુન્હો ગઇ તા.ર૪/૪/ર૦૧પ ના રોજ નોધાયેલ જેમાં  આ કામના ફરીયાદી પોતે સોના ચાંદીનો વેપારી વાવોલ ખાતે કરતા હોઇ અને જેઓ મોટા વેપારી હોઇ જે આધારે એક અજાણ્યા નંબર ઉપર એક ઇસમે  ફોન કરી રૂ. પાંચ ખોખા ની માંગણી કરી, જાનથી મારી નાખવા બાબતી ધમકી આપેલ. જે  ધમકી આપનાર ઇસમ ને પકડી પાડવા સારૂ તા. ર૬/૪/૧પ ના રોજ એલ.સી.બી દવારા મળેલ આધારે ઉપરોકત ગુન્હો આચરનાર ઇસમ શીવકુમાર હરીશચંદ્ર યાદવ રહે. હાલ વાવોલ અને મુળ રહેવાસી ગામ જોનાની તા. ચકકરનગર જીલ્લો ઇટાવા ઉત્તરપ્રદેશ વાળા ને વાવોલ ખાતે થી પકડી પાડેલ .

           જેની ઉડાણ પુર્વક પુછપરછ કરતા તેણે તા. ર૬/૪/૧પ ના રોજ ઉપરોકત સોની ને ધમકી આપી રૂ. પાંચ ખોખા ની માગણી કરેલાની ચોકવનારી કબુલાત કરેલ અને વધુ વિગતે જણાવેલ કે આ શીવકુમાર યાદવ ઉપર ઘણા રૂપિયાનું દેવું થઇ ગયેલ અને વાવોલ ખાતે જવેલર્સ ની દુકાન ની સામે પોતે પકોડી ની લારી ચલાવતો હોઇ અને ટી.વી. સીરીયલો જોઇ તેને આ કામના ફરી. પાસે ખંડણી માગવાનો વિચાર આવેલ અને તે મુજબ તેણે ખંડણી ની માગણી કરેલ જેથી ઉપરોકત આરોપી વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે સેકટર-૭ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

(ર) પો.ઇન્સશ્રી એલ.સી.બી નાઓને મળેલ બાતમી આધારે તા ૨૬/૪/૧૫ ના રોજ ભાટ ગામે જુગારની રેઇડ કરી આરોપી ઇશ્વરજી કાન્તીજી ઠાકોર(ર) લક્ષ્મણજી નાનજીભાઇ રાવળ(૩) દિલીપભાઇ બાબુભાઇ રાઠોડ (૪) કાળાજી માસંગજી ઠાકોર(૫) ભરતજી છનાજી રાવળ (૬)વિજયકુમાર ભગવાનદીન પાસવાન તમામ રહે ભાટનાને રેઇડ દરમ્યાન પકડ પડી રૂ. ૧૪૯૫૦/ રોકડ તથા ૪ મોબાઇલ કિ ૪૦૦૦ તથા ડીસકવર બાઇક કબ્જે કરી અડાલજ પો.સ્ટે સે.૮૭/૧૫ જુગાર ધારા ક. ૪,૫ મુજબ ગુન્હો નોધાવી સારી કામગીરી કરેલ

(૩) પો.ઇન્સ દહેગામ નાઓએ તા ૨૨/૪/૧૫ ના રોજ મળેલ બાતમી આધારે મેકસ ગાડી નં જીજે-૧૮ એકસ ૧૩૯૦ માં દેશીદારૂ ના પોટલીઓમાં ૧૨૪૦ લીટર કિંમત રૂ. ૨૪૮૦૦ નો રાખી વિનોદભાઇ ડાહયાભાઇ ચુનારા રહે કુહા ગામ ચુનારાવાસ તા દશકોઇ જી અમદાવાદ તથા(ર) યોગેશ ભીખાભાઇ પટેલ રહે ૨૮૪ રબારી કોલોની અમદાવાદ નાને પકડી દહેગામ પો.સ્ટે પ્રોહી ગુર.નં ૭૨/૧૫ નોધી ગુન્હામા અટક કરેલ

(૪) પો.ઇન્સ કલોલ તાલુકા નાઓને તા ૨૩/૪/૧૫ ના રોજ મળેલ બાતમી આધારે પલસાણા ગામે જુગારની રેઇડ કરી પાંચ ઇસમોને પકડી રોકડ રૂ.૧૨૧૮૦ કબ્જે કરી કલોલ તાલુકા  પો.સ્ટે સે. ગુ.ર નં ૧૩૬/૧૫ જુગાર ધારા ક ૧૨ મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ

(૫) પો.ઇન્સ દહેગામ નાઓને તા ૨૪/૪/૧૫ ના રોજ મળેલ બાતમી આધારે બારૈયાની મુવાડી તાબે અરજણપુરા ગામે જુગારની રેઇક કરી રોકડ રૂ. ૨૨૦૦૦ તથા મોબાઇલ નંગ ૩ કિ રૂ ૪૫૦૦ તથા ત્રણ વાહનો મળી કુલ ૯,૧૬,૫૦૦/ નો મુદ્દમાલ કબ્જે કરી ૩ ઇસમોને પકડી દહેગામ પો.સ્ટે સે. ગુ.ર નં ૧૫૦/૧૫ જુગાર ધારા ક ૪,૫ મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ

(૬) પો.સ.ઇ પેથાપુર નાઓેને તા ૨૪/૪/૧૫ ના રોજ મળેલ બાતમી અધારે વાસણ મહાદેવ હનુમાનજી મંદિર પાસે ઝાડીમાં જુગાર રમતા ૩ ઇસમોને પકડી.રોકડ રૂ.૧૨૮૫૦ની રોકડ કબ્જે કરી પેથાપુર પો.સ્ટે સે.૧૧૯/૧૫ જુધારા ધારા ક. ૧૨ મુજબ કાયદેરસ કાર્યવાહી કરેલ

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 18-05-2015