|
પોલીસ ભરતી સબંધી પ્રક્રિયા સચીવશ્રી, ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
દ્વારા જાહેરાત આપી અરજીઓ મંગાવી
જિલ્લા પોલીસ મુખ્ય મથક ગાંધીનગર ખાતે ઉમેદવારની શારીરિક
તેમ જ બૌદ્ધિક કસોટી લેવામાં આવે છે. પોલીસ ભરતી માટે હાલના સંજોગોમાં મોટા પ્રમાણમાં ઉમેદવારો આવે છે. પરંતું અગાઉથી તેમને લાયકાત શારીરિક ચકાસણી,
તેમ જ કસોટી અંગની પૂર્વ માહિતી અથવા જાણકારી ન હોવાના કારણે પૂરતા પ્રમાણમાં તૈયાર ઉમેદવારો મળી શકતા નથી.
પોલીસ ભરતી માટે લાયકાત તથા વિગતોની માહિતી.
-
લાયકાત - ધોરણ ૧૦ કે તેથી વધુ અભ્યાસ પાસ હોવા જોઈએ.
-
વય મર્યાદા - ૧૮ વર્ષથી વધુ અને રર વર્ષ ઓછી ( સરકારશ્રીના ઠરાવ નં.સી.આર.આર./૧૧૮પ/ગ-ટ તા.૦૮/૦૩/૯૬ અન્વયે ઉપલી વય મર્યાદામાં ત્રણ વર્ષની છુટછાટ ) હોવી જોઈએ.
-
શારીરીક લાયકાત -
ઊંચાઈ ૧૬ર સેમી ( અનુ/જનજાતિ માટે ૧પ૭ સેમી) છાતી ૭૭ સેમી ફુલાવ્યા વગર ૮ર સેમી ફુલાવેલી ( પ સેમી છાતી ફુલાવવી ફરજિયાત) દોડ ૧૬૦૦ મીટર છ મિનિટમાં
ઊંચો કૂદકો - ૪ ફુટ રસ્સા ચઢાણ - દીવાલ ચઢવી (ઓબસ્ટેકલ)
-
વિશેષ લાયકાત - ટાઈપિંગ, કોમ્પ્યુટર, આઈ.ટી.આઈ., ડિપ્લોમાં, ડ્રાઈવિંગ, ઈલેક્ટ્રિકલ, સ્પોર્ટસ, સુથારીકામ, રંગકામ, કડિયાકામ, લુહારીકામ, સંગીત વાજિંત્ર વિગેરે.
મહિલા પોલીસની ભરતી
-
ઉંમર - ૧૮ વર્ષથી ઓછી નહીં. ૩૦ વર્ષથી વધુ નહીં. (ત્રણ વર્ષની છુટછાટ
તેમ જ અનુ/જનજાતિ માટે પ વર્ષની છુટછાટ)
-
શૈક્ષણિક લાયકાત - એસ. એસ. સી. પાસ
-
શારીરિક લાયકાત -
ઊંચાઈ ૧પ૦ સેમી ( અનુ/જનજાતિ માટે પ વર્ષની છુટ ) વજન ૪પ કિલો, દોડ ૬૦૦ મીટર ૪ મિનિટ,
ઊંચો કુદકો ૩|| ફુટ, લાંબો કુદકો ૧૦|| ફુટ
ભરતી સબંધી વધુ માહિતી માટે જિલ્લા પોલીસ અધીક્ષકની કચેરી ગાંધીનગરની શિટ શાખામાં સિનિયર કારકુનનો સંપર્ક સાધવો.
|
|