હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

તા ૧૬/૧૧/૧૫ થી તા.૨૨/૧૧/૧૫ દરમ્યાન ગાંધીનગર જીલ્લાની સારી કામગીરી

-------------------------------------------------------------------------------------------------------     

          પો.ઇન્સશ્રી એલ.સી.બી નાઓએ ગઇ તા. ૧૭/૧૧/૧પ ના રોજ ભાઇજીપુરા પાટીયા શ્યામ સુકન કોમ્પ્લેક્ષમાં આવેલ દિવ્યા પાલર્ર ખાતે સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતા કલેકટર શ્રી ના જાહેરનામા મુજબ  ન હોઇ અને જાહેરનામાના ભંગ બદલ પાલર્ર ચલાવતા ફલીનભાઇ લક્ષ્મણભાઇ પટેલ રહે. દેવડા તા.વિજાપુર જી. મહેસાણા નાઓ વિરુધ્ધ ઇન્ફોસીટી પો.સ્ટે. સે. ગુ.ર.નં રપ૦/૧પ  ઇ.પી.કો કલમ- ૧૮૮ મુજબ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી કરેલ છે. .

           ગઇ તા. ૧૭/૧૧/૧પ ના રોજ મળેલ માહીતી આધારે પેટ્રોલીગ દરમ્યાન દહેગામ પો.સ્ટે. ફ. ગુ.ર.નં  ૧૦૯/૧પ ઇ.પીકો કલમ- ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી મુકેશભાઇ પ્રેમજીભાઇ સલાટ (મારવાડી બાવરી) રહે. ભદ્રેશ્વરનગર સરદારનગર, અમદાવાદ વાળાને બાતમી આધારે પકડી પાડેલ અને તેની વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે સદરહું આરોપી આજથી સાડા ત્રણેક માસ અગાઉ દહેગામ બસ સ્ટેન્ડ પાસે ફરીયાદી ને વિશ્વાશમાં લઇ ખોટા દાગીના બતાવી, વિશ્વાસ કેળવી ફરીયાદી નું બાઇક તથા તેમાં ભરાવેલ થેલામાં ભરેલ સરસમાન લઇ જઇ  કુલ રૂ. ૪૦,૦૦૦/- ની છેતરપીંડી કરેલ હતી. સદરહું ઇસમ ને આગળની વધુ તપાસ સારૂ દહેગામ પો.સ્ટે. ખાતે સોપવામાં આવેલ છે.

     તા. ૧૮/૧૧/૧પ ના રોજ મળેલ માહીતી આધારે ડભોડા પોલીસ સ્ટેશનના ફ. ગુ.ર.નં ૧૬૧/૧૧    ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, વિગેરે મુજબ ના કામે છેલ્લા ચાર વર્ષ થી નાસતા ફરતા આરોપી નારણભાઇ સોમાભાઇ રબારી રહે. શાહપુર તા.જી ગાંધીનગર વાળા ને બાતમી હકીકત આધારે પકડી પાડેલ છે. ઉપરોકત આરોપી ડભોડા પોલીસ સ્ટેશનના રણાસણ ગામની જમીન અંગેના પ્રકરણમાં છેલ્લા ચાર વર્ષ થી નાસતો ફરતો રહેલ હોઇ તેના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ સારૂ પો.સ.ઇ શ્રી ડભોડા પો.સ્ટે. ને સોપવામાં આવેલ છે. તા. ૨૨/૧૧/૧પ

           ગઇ તા. ૧૮/૧૧/૧પ ના રોજ મળેલ માહીતી આધારે પાટનગર યોજના સે-૧૬ ગાંધીનગર ખાતે નિકુંજ ફરસાણ હાઉસ ખાતે સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતા કલેકટર શ્રી ના જાહેરનામા મુજબ ન હોઇ જેથી આ બાબતે દુકાન માલીક ઘવલ નરેન્દ્રભાઇ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરી જાહેરનામા ભંગ બદલ સેકટર-ર૧ પો.સ્ટે. સે. ગુ.ર.નં ર૬૬/૧પ ઇ.પી.કો કલમ-૧૮૮ મુજબ નો ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

(ર) પો.સબ ઇન્સ પેથાપુર નાઓએ તા-૧૫/૧૧/૨૦૧૫ નારોજ પેથાપુર ટાઉનમાં કસ્બામાં રહેતા મુસ્તુફાખાન ઉર્ફે એહમદમીયા બાબુખાન પઠાણ નાઓ પોતાના કબ્જાના મકાનમાં પોતાના આર્થીક ફાયદા સારૂ કેટલાક ઇસમોને તીનપતીનો જુગાર રમવા માટે બોલાવે છે. જે હકીકત આધારે વોરંટ મેળવી જુગારની પંચો સાથે રેઇડ કરી તીનપતીનો  જુગાર પકડી પાડેલ અને જુગાર ના દાવ ઉપરથી રોકડ રૂ-૭,૮૬૦/- તથા પ્લાસ્ટીકના  કોઇન્સો નંગ-૩૪ કી.રૂ-૦૦/૦૦ તથા પકડાયેલ ઇસમોની અંગ ઝડતી દરમ્યાન રોકડ રૂ-૬,૪૫૦/- તથા મોબાઇલ નંગ-૬ કી.રૂ-૫,૦૦૦/- ના તથા પાના પતા નંગ-૫૨ કી.રૂ-૦૦/૦૦ મળી કુલ રૂ-૧૯,૩૧૦/- ના મુદામાલ કબ્જે કરી ૬ આરોપી  પકડી તેઓ વિરૂધ્ધમાં પેથાપુર પો.સ્ટેમાં સે.ગુ.ર.ન-૨૩૮/૧૫ જુ.ધા.ક-૪,૫ મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ

(૩) ટ્રાફિક પો.સ્ટે.ના અધિકારી/કર્મચારી દ્વારા તા.૧૬/૧૧/૨૦૧૫ થી તા.૨૨/૧૧/૨૦૧૫ સુધીની ટ્રાફિક  ડ્રાઇવ દરમ્‍યાન સ્થળ પાવતી કુલ- ૯૭૬ સ્થળ દંડ કુલ-રૂ.૧,૧૧,૫૭૫/- વસુલ કરવામાં આવેલ છે. તેમજ એમ.વી.એકટ ૨૦૭ મુજબ ૧૧ વાહન ડીટેઇન કરેલ છે

(૪) પો.ઇન્સશ્રી રખિયાલ નાઓને મળેલ બાતમી આધારે તા ૨૧/૧૧/૧૪ ના રોજ દહેગામ બાયડ રોડ ડુમેચા પાટીયા પાસે મહેન્દ્રા ડાલુ ગાડી નંબર GJ-18-AU-4349 માં પર પ્રાન્તનો જુદી જુદી બ્રાન્ડનો ઇગ્લીશ દારૂ ગે.કા અને વગર પાસ પરમિટે બોટલ નંગ.૯૬૦ કિ.રૂ ૨૬૭૬૦૦/- તથા ડાલાની કિ.રૂ ૨૦૦૦૦૦/- કુલ મળી ૪૪૭૬૦૦/- નો મુદામાલ ગે.કા રીતે હેરાફેરી કરતાંમળી આવી પકડી રખિયાલ પો.સ્ટે પ્રોહી ગુ.ર નં ૧૧૪/૧૫ પ્રોહી કલમ ૬૬ બી,૬૫.એ.ઇ,૧૧૬.બી, ૮૧ મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 01-12-2015