તા ૭/૧૨/૧૫ થી તા.૧૩/૧૨/૧૫ સુધી ગાંધીનગર જીલ્લામાં કરેલ સારી કામગીરીની માહીતી
--------------------------------------------------------------------------------------------------------------------------------------------
(૧)પો.ઇન્સશ્રી અડાલજ નાઓને તા.૯/૧૨/૨૦૧૫ ના રોજ મળેલ બાબતમી આધારે અડાલજ ગામની સીમમાં ત્રિમંદીર પાછળ આવેલ ખરાબામાં જમીનમાં બનાવેલ બંકરમાં (ભોયરામાં) સુરેશજી સ/ઓ લખાજી હીરાજી ઠાકોર રહે. ઉવારસદ તા.જી. ગાંધીનગર વાળાએ વિદેશી દારૂ તથા બિયર સંતાડેલા ની અત્રેના એલ.આર.પો.કો. મહાવીરસિહ ઘનશ્યામસિહ બ.નં. ૨૪૬૯ તથા એલ.આર.પો.કો. જયરાજસિહ મહેન્દ્રસિહ બ.નં.૨૩૮૪નાઓને ખાનગી રાહે બાતમી મળેલ જે ખાનગી બાતમી આધારે રેઇડ કરી પરપ્રાંતનો જુદી જુદી બ્રાન્ડ નો વિદેશીદારૂ ૪૮૨ નંગ પેટીઓમાં ૧૨,૯૫૮ નંગ બોટલો કીંમત રૂપીયા ૨૦,૯૭,૪૦૦/- તથા બિયરની ૨૩૫ નંગ પેટીઓમાં ૫૬૪૦ નંગ ટીન કીંમત રૂપીયા ૫,૬૪,૦૦૦/- મળી કુલ ૨૬,૬૧,૪૦૦/- નો મુદ્દામાલ કબજે કરી રેઇડ દરમ્યાન આરોપી હાજર નહીં મળી આવતા તેના વિરૂધ્ધ પ્રોહી ૪૧૮/૧૫ પ્રોહી ધારા કલમ ૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી મુજબ ગુનો દાખલ કરેલ છે.
(ર) તા.૦૯/૧૨/૧૫ ના રોજ સ્વામીનારાયણ ગુરૂકુલ ઝુંડાલ થી ત્રણ કીશોરો (૧) સરોજ મૌલીક જયકરણભાઇ ઉવ.૧૪ (૨) ત્રીપાઠી નિરવ સંગમસિંહ ઉવ.૧૪ (૩) પુરોહીત રીશી કંબટલાલ ઉવ.૧૨સંસ્થામાં કહયા વગર કયાંક જતા રહેલ હોવાની તા. ૧૦/૧૨/૧૫ ની અરજી આધારે તાત્કાલીક તપાસ કરતા આ બાળકો મુંબઇ થઇ હૈદરાબાદ જવાની શક્યતા રહેલ હોઇ જેથી મુંબઇ પોલીસ કંન્ટ્રોલ રૂમનો ફોન મેળવી મુંબઇ સી.એસ.ટી. રેલ્વેસ્ટેશન મેળવી સી.એસ.ટી. રેલ્વે સ્ટેશને ફોન કરી ઉપરોક્ત ત્રણેય બાળકો વિશે જરૂરી માહીતી આપી ટેલીફોનીક સંપર્કમાં રહી રેલ્વે પ્લેટ ફાર્મ ઉપર ઉપરોક્ત બાળકો બાબતે એનાઉન્સમેન્ટ કરાવી તેમજ આર.પી.એફ.નો નંબર મેળવી તેઓને આ ત્રણેય બાળકોના વર્ણન આપી હૈદરાબાદ જતી હુસેનસાગર એક્સપ્રેસ ટ્રેનમાં તપાસ કરવા જણાવી સતત ટેલીફોનીક સંપર્કમાં રહી પો.સ.ઇશ્રી કોઇલે નાઓએ તેમના માણસો સાથે તપાસ કરતા ઉપરોક્ત ત્રણેય બાળકો મળી આવતા તેઓનો કબજો મેળવી અરજદારને સોપેલ છે.
(૩) તા. પ/૧ર/૧પ ના રોજ એલ.સી.બી એ પેટ્રોલીગ દરમ્યાન ગાંધીનગર ખ-૩ સર્કલ થી વાવોલ તરફ જતા દરમ્યાન ચાર ઇસમો જેમાં ૧. અશોકુમાર સ/ઓ બકાભાઇ દંતાણી રહે. હાલમાં સે- ર૬ જી.આઇ.ડી.સી નજીક કોલવડા રોડ ઉપર વિવેકાનંદનગર મકાન નં ૧૬/૩ર મુળ રહે. સેકટર-૧૩ છાપરા તથા તેની સાથે અન્ય ૩ કાયદાના સંધર્ષમાં આવેલ કિશોરો ને ચોરીના મોબાઇલ ફોન નંગ-ર૯ તથા રીચાર્જ કુપનો તથા એસેસરીઝ સાથે મળી કુલ કિ.રૂ ૧ર૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ.
આ ઇસમો ને ઉપરોકત ચોરી કરેલ મોબાઇલ ફોન બાબતે પુછતા તેઓએ જણાવ્યા મુજબ ગાંધીનગર સેકટર-ર૧ તથા સેકટર-૭ પો.સ્ટે. ની હદમાં જુદી જુદી જગ્યાએ ચોરીઓ કરેલ જે પૈકી સેકટર-૬ ના નવરાત્રી પાર્ટી પ્લોટમાં આપના બજારમાં આવેલ શાક માર્કેટ શોપીંગ સેન્ટરની દુકાન તથા સે-ર૬ જી.આઇ.ડી.સી માં એક નવીન મકાન તથા કોલવડા રોડ ઉપર આવેલ પાન બીડી નું કેબીન તથા ગાંધીનગર ક-૭ ચોકડી નજીક એક પાર્લર તથા વાવોલ ક રોડ ઉપર આવેલ એક મોબાઇલ ની નાની દુકાન તથા સે-૪ શોપીંગ માં બે મોબાઇલ ની દુકાન તથા સેકટર-૧૩ ઓમકાર સ્કુલ નજીકમાં આવેલ દુકાન વિગેરે દુકાનો તોડેલ જે દુકાનો પૈકી અમુક દુકાનો કરીયાણાની હોઇ જેમાંથી કરીયાણા, પાન બીડી ના સામાન તેમજ રોકડ રકમ તથા અમુક મોબાઇલ ફોન ની દુકાનો તોડી તેમાંથી મોબાઇલ ફોન તથા રીચાર્જકુપન ની તથા રોકડ ની પણ ચોરી કરેલ જે પૈકી ઉપરોકત મોબાઇલ ફોન ચોરી ના હોવાની હકીકત જણાવેલ
ઉપરોકત ઇસમો વિરુધ્ધ હાલ સુધી સેકટર-૭ પો.સ્ટે. માં કુલ-૪ ગુન્હાઓ જેમાં સેકટર-૭ પો.સ્ટે. ફ. ગુ.ર.નં ૩રર/૧પ ઇ.પી.કો કલમ- ૩પ૭, ૪પ૪, ૩૮૦ તથા ફ. ૩૩પ/૧પ ઇ.પી.કો કલમ- ૪૫૪,૪૫૭,૩૮૦ તથા ફ. ૩૩૬/૧પ ઇ.પી.કો કલમ- ૪પ૭ તથા ફ. ૩૩૮/૧પ ઇ.પી.કો કલમ- ૪૫૭ વિગેરે શોધાયેલ ે.
(૪). તા. ૮/૧ર/૧પ ના રોજ મળેલ માહીતી આધારે સંન્ડી પ્રસાદ રામગોપાલ મીણા રહે. દાણી લીમડા અમદાવાદ મુળ રહે. સવાઇ માધુપુર રાજસ્થાન નાઓ CPWD વિભાગ માં નોકરી કરતો હોવાનું જણાવી અરજદારો નો સંપર્ક કરી સેન્ટ્રલ પબ્લીક વર્કસ ડીપાર્ટમેન્ટમાં રૂ. ૮,૪૦૦/- થી ર૪પ૦૦/- ના પગાર આપવામાં આવશે તેવી લોભામણી લાલચો આપી અરજદાર પાસેથી ડોકયુમેન્ટ આધારે જુદા જુદા વ્યકિતઓના નામે ટ્રેનીગ લેટરો તૈયાર કરી નાણા પડાવતો હોવાથી મળેલ માહીતી આધારે સેકટર-૧૦/એ CPWD ની કચેરી નજીક વોચ ગોઠવી અરજદારો ને ખોટા લેટરો આપતા રંગેહાથ ઝડપી તેની પાસેથી એન.ટી.પી.સી ની અલગ અલગ વિભાગ જેવા કે CPWD, WPC,UGC ડિપાર્ટમેન્ટ માં નોકરી હોવા બાબતે તૈયાર કરેલ સહી સિકકાવાળા ફોર્જ દસ્તાવેજ તથા રબર સ્ટેમ્પ વિગેરે કબ્જે કરી આરોપી સન્ડીપ્રસાદ ઉર્ફે ઠંડીરામ રામગોપાલ મીણા ની વિરુધ્ધ કાયદેસર કરી સેકટર-૭ પો.સ્ટે. ફ. ગુ.ર.નં ૧૪૭/૧પ ઇ.પી.કો કલમ- ૪૦૬, ૪ર૦, ૪૬પ, ૪૬૮, ૪૭૦ મુજબ નો ગુન્હો નોધી આગળની વધુ તપાસ સારુ પો.ઇન્સ. શ્રી સેકટર-૭ પોસ્ટે. ને સોપવામાં આવેલ છે.
(૫). સેકટર - ર૧ પોલીસ સ્ટેશન સ્ટે.ડા.એન.નં. ૭/ર૦૧૫ તા. ૭/૧ર/૧૫ કલાક ૧૦/ર૦ સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી, ૧૦ર મુજબના કામે આરોપી (૧). વિજય ઉર્ફે રાહુલ ભરતસિંહ વાઘેલા રહે- મોટી શેરી, મુળભાનો માઢ, પેથાપુર જી. ગાંધીનગર તથા (ર). મહેશ ઉર્ફે અનીલ ઉર્ફે દાતારો છનાજી ઠાકોર રહે- વાડીવાળો વાસ, પેથાપુર જી. ગાંધીનગર નાઓને ઉંડાણ પુર્વક પુછપરછ કરતા તેઓએ ગાંધીનગર શહેર વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ વાહનો નો ચોર કરેલ અને આ બાબતે ગાંધીનગર શહેર ના કુલ- ૩ર વાહનો ની ચોરી કરેલ અને જે પૈકી અન્ય વાહનો બિનવારસી છોડી દીઘેલ જે પૈકી ના વાહનો રીકવર કરી ગાંધીનગર શહેર ના સેકટર- ર૧ તથા સેકટર-૭ ના ગુન્હાઓ શોધી કાઢેલ છે. જેમાં સે.૭ ફ.ગુ.ર.નં. ૩૩૭/૧૫ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબ (ર). સે. ૭ ફ.ગુ.ર.નં. ૩૦૦/૧૫ ઇ.પી.કો. ક. ૩૭૯ મુજબ(૩). સે.ર૧ ફ.ગુ.ર.નં. ર૫૪/૧૫ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબ (૪). સે.ર૧ ફ.ગુ.ર.નં. રપપ/૧૫ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબ (પ).સે.ર૧ ફ.ગુ.ર.નં. ર૪ર/૧૫ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબ (૬). સે.ર૧ ફ.ગુ.ર.નં. ૧૮૮/૧૫ ઇ.પી.કો.ક. ૩૭૯ (૭).સે.ર૧ ફ.ગુ.ર.નં. ૧૭૪/૧૫ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબ (૮). સેકટર - ર૧ ફ.ગુ.ર.નં. ૩૬/૧૩ ઇ.પી.કો.ક. ૩૭૯ (૯). સેકટર- ર૧ ફ.ગુ.ર. નં. ર૫ર/ર૦૧૫ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબ (૧૦) સે.ર૧ ફ.ગુ.ર.નં. ર૯૫/ર૦૦૯ ઉપરોકત આરોપીઓ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.
(૫) તા. ૬/૧ર/૧પ ના રોજ મળેલ માહીતી આધારે આરોપી મનુભાઇ ઉર્ફે મુન્નો ચીથરાભાઇ ડાભી રહે. ગરાજીયા રોડ ભીલવાસ પાલીતાણા તથા (ર). બાબુભાઇ બાવભાઇ સોલંકી (રાજકોટીયા) દેવીપુજકરહે. ભીલવાસ પાલીતાણા નાઓને અડાલજ પો.સ્ટે. ફ. ગુ.ર.નં ૧૩૮/૧પ ઇ.પી.કો કલમ-૩૭૯ મુજબ ના કામે ચોરીમાં ગયેલ મોબાઇલ સાથે પકડી ઉપરોકત ગુન્હો શોધી કાઢી તેઓ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.
(૬) ૭/૧૨/૨૦૧૫ના રોજ નભોઇ નર્મદા કેનાલ માંથી એક બેન કોકીલાબેન રોહિતભાઇ પટેલ રહે, રાયસણ ગામનાઓ તેમના ઘરે તેમના દીકરા સિધ્ધાંત તથા દિકરી શાલિની સાથે એકટીવાની ચાવી બાબતે સામાન્ય બોલાચાલી થતાં બેનને લાગી આવતા કોકિલાબેન કેનાલમાં પડવા આવેલ અને તે દરમ્યાન ઇન્ફોસીટી- ૨ ગાડીના ઇન્ચાર્જ એએસઆઇ કિરીટભાઇ નરસિંહભાઇનાઓએ પેટ્રોલીંગ દરમ્યાન કેનાલ જઇ આ બેનને કેનાલથી પરત લાવી પો.સ્ટે લાવી તેમના દીકરા તથા દિકરીને પો.સ્ટે બોલાવી બન્ને વચ્ચે અંદરોઅંદર સમાધાન કરાવેલ તે બાબતે બેનનુ નિવેદન લેતાં કોઇ કાર્યવાહી કરવાની માંગતા નહોઇ જેથી તેઓને તેમના ઘરે તેમના દીકરા તથા દિકરી સાથે મોકલી આપેલછે. જે બાબતે ઇન્ફોસીટી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં ૧૯ ક. ૨૩/૦૫ વાગે તા. ૭/૧૨/૨૦૧૫ના રોજ નોંધ કરવામાં આવેલ છે
(૭) ટ્રાફિક પો.સ્ટે.ના અધિકારી/કર્મચારી દ્વારા તા.૦૭/૧૨/૨૦૧૫ થી તા.૧૩/૧૨/૨૦૧૫ સુધી ની ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન સ્થળ પાવતી કુલ- ૧૯૦૬ સ્થળ દંડ કુલ-રૂ.૧,૪૧,૬૦૦/વસુલ કરવામાં આવેલ છે. તેમજ એમ.વી.એકટ ૨૦૭ મુજબ ૨૫ વાહન ડીટેઇન તેમજ એમ.વી.એકટ એન.સી.૪૩ તથા જી.પી.એકટ એન.સી.૧૨૭ મુકેલ છે જે સારી કામગીરી કરવામાં આવેલ છે
(૮) પો.ઇન્સશ્રી દહેગામ નાઓને તા ૯/૧૨/૧૫ ના રોજ મળેલ બાતમી આધારે મોજે લવાડ ગામની સીમ માં જુગારની રેઇડ કરી આરોપી (૧) જીગ્નેસકુમાર કાન્તીભાઇ પટેલ રહે નહેરૂ પાર્ક સો.સા દહેગામ (૨) ચાંપુસિહ રાજસિહ ચૌહાણ રહે લવાડ (૩) બાલકૃષ્ણ ગોરધનદાસ સોની રહે દહેગામ (૪) અરૂણકુમાર મંજીભાઇ પટેલ રહે શારદા સો.સા દહેગામ (૫) દિપક ગોરધનભાઇ પ્રજાપતિ રહે હરિઓમ સો.સા દહેગામ (૬) કેતનભાઇ કેશવલાલ અમીન રહે અમીન વાડો દહેગામ (૭) વિક્રમસિહ અભેસિહ પરમાર રહે ગુ.હા મકાન નંબર ૩/૧૯ દહેગામ નાઓને પકડી આરોપીઓની અંગ જડતી માથી રૂપિયા ૧૦૦૧૦/- તથા દાવ પરના રૂ ૫૨૦ તથા મોબાઇલ નંગ ૫ જેની કિ રૂ ૩૦૦૦ મળી કૂલ કિ રૂ૧૩૫૩૦/-ના મુદ્દામાલ સાથે ૫કડી. દહેગામ પો.સ્ટે સે.ગુ.ર.નં-૩૬૫/૧૫ જુગાર ધારા કલમ ૧૨ મુજબ કાયદેસર કરેલ
(૯) પો.ઇન્સશ્રી માણસા નાઓને તા-૦૯/૧૨/૧૫ ના રોજ વિહાર ચોકડી નજીક વિહાર થી વિજાપુર જતા રોડ ઉપર શીત કેન્દ્ર ની બાજુમાં સોનલનગર ખુલ્લી જગ્યામાં જુગાર રહે છે. જે બાતમી આધારે આરોપી (૧) ઠાકોર ભરતજી પોપટજી રહે. વિહાર ચોકડી નજીક વિહાર હાર થી વિજાપુર જતા રોડ ઉપર શીત કેન્દ્ર ની બાજુમાં સોનલનગર તા.માણસા જી.ગાંધીનગર (૨) ચતુરજી ભુપતજી ઠાકોર રહે. વિહાર ચોકડી નજીક વિહાર થી વિજાપુર જતા રોડ ઉપર શીત કેન્દ્ર ની બાજુમાં સોનલનગર તા.માણસા જી.ગાંધીનગર (૩) અમરતજી સોમાજી ઠાકોર રહે.ગેરીતા કોલવડા તા.વિજાપુર જી.મહેસાણા નાઓના કબ્જા માંથી રોકડ રૂપીયા-૧૩૩૦૦/- તથા જે જગ્યાએ જુગાર રમવા બેસેલ હતા તે જગ્યાએ દાવ ઉપરથી રોકડ રૂ -૪૫૦/- તથા ગંજી પાના નંગ-૫૨ કિ રૂ ૦૦/૦૦ મળી કુલ કિંરૂ -૧૩૭૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી માણસા સે.ગુ.ર.નં.૫૬૨/૧૫ જુગારધારા ક.૧૨ મુજબ
|