|
તા.૧/૨/૨૦૧૬ થી ૭/૨/૨૦૧૬ દરમ્યાન કરેલ સારી કામગીરી ગાંધીનગર જીલ્લો---------------------
(૧) પેથાપુર પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૬/૨૦૧૬ ઈ.પી.કો.ક.૪૦૬,૪૦૭,૪૨૦ મુજબના કામે ગુન્હાની તપાસ કરતા અંગત બાતમીદારોથી બાતમી હકિકત મળેલ કે આ કામના ટ્રકના ડ્રાઈવર તથા મુદ્દામાલ ઓઢવ અભિશ્રી ઈન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉન નં.૧૪૨ માં અમદાવાદ ખાતે છે જે બાતમી હકિકત આધારે અમો તથા પોલીસ સ્ટાફના માણસો સાથે તા.૨/૨/૨૦૧૬ ના રોજ રેઈડ કરતા સદર જગ્યાએથી આરોપી (૧) રજાક ઉર્ફે સલીમ ઈમામખાન પઠાણ રહે.ઈંદોર ખજરાના ઇલિયાસ કોલોની મ.નં.૩૪ તા.જી.ઈ;ગોર મધ્યપ્રદેશ તથા નં.(ર) રમેશભાઈ ઉર્ફે ભાર્ગવભાઈ શાંતિભાઈ પટેલ (દુધાર) રહે. જીવન ટવીન સોસાયટી નિકોલ જીવનવાડીની બાજુમાં અમદાવાદ વાળાઓના ગોડાઉન ખાતે તપાસ કરતા કુલ- ૧૧૧૮ કટ્ટા સિંગદાણા, કપાસીયા તેમજ અડદના બીયારણ બિલ વગરના મળી આવેલ જે સબંધે ઉપરોકત આરોપીઓની પૂછપરછ કરતા ઉપરોકત બિયારણનો જથ્થો તા.૧૯/૦૧/૨૦૧૬ ના રોજ રાંધેજા, વેસ્ટર બાયોસીસ તથા તલોદ તથા જાદર ખાતે ટ્રાન્સપોર્ટ મારફતે બિયારણ મહારાષ્ટ્ર રવાના થયેલ જે બિયારણનો જથ્થો ટ્રકોના ચાલકોને વિશ્વાસમાં લઈ અત્રે ગોડાઉનમાં ઉતારેલ અને તે બીયારણના કટ્ટ બીજી થેલીઓમાં ભરી લીધેલ હોવાનુ જણાવતા હોઈ ઉપરોકત બન્ને ઈસમો પાસેથી બિયારણનો જથ્થો સિંગદાણાના બિયારણના કટ્ટા-૭૭૬ કી.રૂ.-૩૧,૦૪,૦૦૦/- તથા અઠદના બીયારણના વેસ્ટર્ને સીડસ કંપનીના કટ્ટા નંગ-૫ કી.રૂ-૩૨,૦૦૦/- તથા અજીત સીડસ કંપનીનું કપાસના બીયારણના થેલા નંગ-૩૩૭ કી.રૂ-૯૬,૦૦,૦૦૦/- મળી કિ.રૂ.-૧,૨૭,૩૬,૦૦૦/- તથા વેસ્ટન બાયો સીડસ કંપનીની ખાલી થેલીઓ નંગ-૧૫૫૨ તથા લેબલો તથા મોબાઇલો નંગ-૨ તથા સ્વીફટ ગાડી નંબર- GJ-27-C-5425 કી.રૂ-૩,૦૦,૦૦૦/-સાથે મળી કુલ રૂ-૧,૩૦,૫૪,૦૨૦/- એક કરોડ ત્રીસલાખ ચોપ્પન હજાર વીસ નો કુલ મુદામાલ જપ્ત કરી ગુન્હો ડિટેક્ટ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(ર) પેથાપુર પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૨૧/૨૦૧૬ પ્રોહી એ.ક.૬૬બી,૬૫એઈ,૧૧૬બી,૮૧ મુજબના કામે આરોપી નં.૧ ના કજાનુ મો.સા.નં.જી.જે.૧૮ એક્યુ. ૪૨૬૮ માં ગે.કા. વગર પાસ પરમીટે બિયર નંગ-૩ તથા મો.સા. કિ.રૂ.૨૦,૦૦૦/- સાથે પકડી પાડી તથા આરોપી નં.૨ નાઓ નાસ્તાની દુકાન ખાતે ગે.કા. વગરપાસ પરમીટે બિયર નંગ-૪ તથા વિદેશી દારૂ ભરેલ કવાટરીયા નંગ-૨૭ કિ.રૂ.૨૭૦૦/- નો મુદ્દામાલ પકડી પાડી સારી કામગરી કરેલ છે.
(૩) પો.ઇન્સશ્રી એલ.સી.બી નાઓએ ગઇ તા. ૪/ર/૧૬ ના રોજ મળેલઇ માહીતી આધારે અડાલજ પો.સ્ટે. વિસ્તારમાં આવેલ ખોરજ બ્રીજ, અડાલજ-સરખેજ હાઇવે ઉપર વોચ રાખી એક બોલેરો ગાડી નં જી.જે-૯ બી.એ ર૪૩૬ ની પકડી કુલ-ર આરોપીઓને ઇગ્લીશ દારૂ ની બોટલ નંગ-૩૬૦ કિ.રૂ ૧,૩૬,૮૦૦/- તથા રોકડ રકમ- રપ૦૦/- તથા બોલેરો ગાડી ની કિ.રૂ ૪,૦૦,૦૦૦/- ની ગણી કુલ રૂ. પ,૪૦,૩૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી અડાલજ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. પ૦/૧૬ પ્રોહી કલમ- ૬૬બી, ૬પ એ.ઇ, ૧૧૬બી, ૮૧ મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ છે.
(૪) પો.ઇન્સશ્રી એલ.સી.બી નાઓએ ગઇ તા. ૬/ર/૧૬ ના રોજ મળેલ માહીતી આધારે ડભોડા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં ૧પ૮/૧પ મુજબ ના કામે નાસતા ફરતા આરોપી જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુ બાલુસિંહ સોલંકી રહે. આલમપુર વાળા આલમપુર મુકામે પકડી સી.આર.પી.સી કલમ- ૪૧(૧) એ હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
(૫) પો.ઇન્સશ્રી એલ.સી.બી નાઓએ તા. ૬/ર/૧૬ ના રોજ મળેલ માહીતી આધારે પલોડીયા મુકામે જુગા અંગે રેડ કરી કુલ- ૭ આરોપીઓ ને પકડી પાડી અને રોકડ રૂ. ૧,પ૮,ર૦૦/- મોસા નંગ-ર કિ.રૂ ૪૦,૦૦૦/- મોબાઇલ ફોન નંગ-૧૦ કિ.રૂ ર૮,પ૦૦/- સાંતેજ પો.સ્ટે. સે.ગુ.ર.ન-૩૪/૧૬ જુગારધારા કલમ ૪,૫ મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ છે.
(૬) પો.ઇન્સશ્રી દહેગામ પોલીસ સ્ટેશન નાઓએ તા.૭/૨/૨૦૧૬ ના રોજ દહેગામ મ્યુનિસીપલ ગ્રાઉન્ડ ખાતે ગાધીનગર પોલીસના લાભાર્થે ઓલઇન્ડીયા પતાંજલી યોગા એસોસીએશન આયોજીત સ્ટ્રોગમેન શો નુ આયોજન કરી પબ્લીકના માણસોને મનોરંજન પુરુપાડી સારી કામગીરી કરેલ છે
(૭) પો.ઇન્સ SOG નાઓને મળેલ બાતમી આધારે તા.૦૬/૦૨/૧૬ ના રોજ ભાદરોડા ગામના પાટીયા નજીક હાઇવે રોડ ઉપર ૧)બોલેરો જીપ નં.જીજે-૨-એપી-૯૩૪૮ નો પોતાની બોલેરો ગાડી નં.જીજે-૨-એપી-૯૩૪૮ માં પરપ્રાંતનો વિદેશી દારૂ જેમાં (૧)રોયલ ચેલેન્જ ગોલ્ડ વ્હિસ્કી નંગ-૮૮ કિં.રૂ.૩૫,૨૦૦/- (૨)રોયલ સ્ટેગ ડીલક્ષ વ્હિસ્કી નંગ-૧૯૮ કિં.રૂ.૭૯,૨૦૦/- (૩)ઓફિસર્સ ચોઇસ પ્રેસ્ટીંગ વ્હિસ્કી નંગ-૩૮૪ કિં.રૂ.૧૯,૨૦૦/- કુલ બોટલ નંગ-૬૭૦ કિં.રૂ.૧,૩૩,૬૦૦/- નો વગર પાસપરમીટે ગે.કા. રીતે પોતાની બોલેરો ગાડી નં.જીજે-૨-એપી-૯૩૪૮ કિં.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૩,૩૩,૬૦૦/- નો મુદૃામાલ ગે.કો. રીતે રાખી વાહન ચેકિંગ દરમ્યાન પોલીસને ઓઇખી જતાં ઉપરોકત જગ્યાએ મુદૃામાલ સાથે વાહન મુકી બંને આરોપીઓ નાસી ગયેલ જે મતલબે પ્રોહી ગુ.ર.નં.૨૦/૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫,એ.ઇ.,૧૧૬બી,૮૧ મુજબ ગુન્હો નોધી કાયદેસર કરેલ
|